તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તણાવ વચ્ચે સેનાની દરિયાદિલી:ભારતે ઈસ્ટ લદાખમાંથી ઝડપેલા ચીનના સૈનિકને પરત કર્યો, ત્રણ દિવસ પહેલાં LAC પાર કરીને આવ્યો હતો

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ વિસ્તારમાં ભારત અને ચીનની સેના વચ્ચે આઠ મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. -ફાઇલ ફોટો. - Divya Bhaskar
આ વિસ્તારમાં ભારત અને ચીનની સેના વચ્ચે આઠ મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. -ફાઇલ ફોટો.

ભારતીય સેનાએ પોતાની સરહદમાં ઘૂસી આવેલા ચીનની સેનાના સૈનિકને ચીનને પરત કર્યો છે. પીપલ્સ લિબરેશન આર્મીનો આ સૈનિક શુક્રવારે ઈસ્ટ લદાખમાંથી ઝડપાયો હતો. તેને પેંગોન્ગ ત્સોના દક્ષિણ કિનારા પર લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારતીય સરહદમાં આવી ગયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનના આ સૈનિકને બોર્ડર પોઈન્ટ પર સવારે 10 વાગે ને 10 મિનિટે પરત કરવામાં આવ્યો હતો. ભારતીય અને ચીનની સેના વચ્ચે આ વિસ્તારમાં આઠ મહિનાથી વધુ સમયથી તણાવ છે. પેંગોન્ગ તળાવ વિસ્તારમાં બંને તરફની અથડામણ બાદ ગત વર્ષે મે મહિનામાં તેની શરૂઆત થઈ હતી. સેનાની તરફથી શનિવારે જણાવ્યું હતું કે PALનો એક સૈનિક LAC પાર કરીને આવી ગયો હતો. ત્યાર બાદ અહીં તહેનાત ભારતીય સેનાના જવાનોએ તેને ઝડપી લીધો હતો.

ચીને કહ્યું હતું- ભૂલથી LAC પાર કરીને પહોંચી ગયો સૈનિક
ચીને પોતાની સેનાના જવાનને મુક્ત કરવાની માગ કરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના જણાવ્યા મુજબ, આ સૈનિક અંધારું અને વિસ્તારની અણસમજને કારણે ભારતીય સરહદમાં પહોંચી ચૂક્યો હતો. આ માટે ચીને તેને જલદીમાં જલદી મુક્ત કરવાની માગ કરી હતી.

ચીનની સેનાએ કહ્યું હતું કે અમે આ બાબતે ભારતીય સેનાને જાણકારી આપીને તેમણે સૈનિકની શોધ કરવા મદદ કરવાની અપીલ કરી હતી. ભારતીય સેનાએ બે કલાક બાદ જણાવ્યું હતું કે સૈનિક તેમની પાસે છે અને તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત બાદ તેને મુક્ત કરવામાં આવશે.

ત્રણ મહિના પહેલાં પણ ચીનના એક સૈનિકને પરત કર્યો હતો
ભારતીય સેનાએ ત્રણ મહિના પહેલાં પણ લદાખમાં ચીનની સેનાના એક સૈનિકને ઝડપ્યો હતો. બંને દેશની સૈન્ય સ્તરની વાતચીત બાદ તેને ચુશૂલ-મોલ્ડો મીટિંગ પોઈન્ટ પર પરત કર્યો હતો. આ સૈનિક પણ ભટકીને લદાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં આવી ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser