બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેઈનથી ભારતમાં 7 લોકો સંક્રમિત મળ્યા છે. આ તમામ બ્રિટનથી પાછા આવ્યા છે, જેમાં ત્રણ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પૂણેમાં છે. એક મહિલા 21મીએ દિલ્હી આવી હતી. તેને આઈસોલેશનમાં રખાઈ હતી પણ તે ભાગીને આંધ્રપ્રદેશ પહોંચી ગઈ છે. મંત્રાલયના કહેવા પ્રમાણે, 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે બ્રિટનથી ભારતના વિવિધ એરપોર્ટ પર કુલ 33 હજાર પ્રવાસી આવ્યા છે, જેમાં અત્યાર સુધી 114 કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડ્યું છે. હાલ આ તમામ કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, કેરળ અને ગોવામાં આઈસોલેશનમાં રખાયા છે. તેમના નમૂના બીજા તબક્કાની તપાસ એટલે કે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયાં છે. અત્યાર સુધી કુલ છ લોકોમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન મળ્યો છે, જે મૂળ સ્વરૂપથી 70% ઝડપથી ફેલાય છે.
યુપીમાં એક બાળક સંક્રમિત
ભારતમાં અત્યાર સુધીમાં સાત લોકોમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેન મળ્યા છે. આ બધા તાજેતરમાં જ બ્રિટનમાંથી પરત ફર્યા હતા. આ પૈકી યુપી, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના એક-એક સેમ્પલમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. અન્ય ત્રણ દર્દી કર્ણાટકના છે. આ સાથે એવી પણ માહિતી મળી રહી છે કે ઉત્તર પ્રદેશમાં એક બાળકમાં નવો સ્ટ્રેન હોવાની પુષ્ટી થઈ છે. તે મેરઠના રહેવાસી છે અને પરિવાર સાથે તાજેતરમાં બ્રિટનથી પરત આવેલ હતું. મેરઠના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રીટ કે બાલાજીએ કહ્યું કે પરિવારના તમામ સભ્યો સ્વસ્થ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના વધુ ખતરનાક બે વેરિયન્ટ મળી ચૂક્યા છે. પ્રથમ વેરિયન્ટ મળ્યા પછી ભારત સરકારે 21 ડિસેમ્બરે બ્રિટનમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જે લોકો આ પહેલાં ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા તેમનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
પરંતુ... આપણે તેનાથી ગભરાવાની જરૂર નથી; આ છે 4 મુખ્ય કારણ
1. તે ફેલાયો ઝડપથી પણ મોત વધ્યાં નહીં
‘બ્રિટનમાં નવા સ્ટ્રેઇનનું સંક્રમણ 70% ઝડપથી ફેલાયો પણ મોત વધ્યાં નહીં. જે લોકો સંક્રમિત થયા તેમાં ગંભીર લક્ષ્ણ નથી. - ડૉ. સૌમ્યા સ્વામીનાથન, મુખ્ય વિજ્ઞાની, WHO
2. વેક્સિન તેના પર સફળ
‘નવો સ્ટ્રેઇન મૂળ વાઈરસથી વધુ બદલાયો નથી. અત્યાર સુધી બનેલી વેક્સિન તેના પર અસરકારક છે. કોવિશિલ્ડ, સ્પુતનિક-5 વેક્સિન અસરકારક. - પ્રો. સંજય રાવ, એઇમ્સ દિલ્હીમાં ટ્રાયલના વડા
3. બ્રિટનથી આવેલા તમામની તપાસ
25 નવેમ્બર પછી બ્રિટનથી 33 હજાર લોકો આવ્યા. દરેકની તપાસ થશે. જેમનામાં નવો સ્ટ્રેઇન છે, તેમના સંપર્કમાં આવેલાને આઈસોલેટ કરાયા છે. - રાજેશ ભૂષણ, સેક્રેટરી આરોગ્ય મંત્રાલય
4. સંક્રમિતોનું જિનોમ સિક્વન્સિંગ થશે
‘પ્રથમવાર એવો નિર્ણય લેવાયો કે દેશના કુલ દર્દીમાંથી 5%ની જિનોમ સિક્વન્સિંગ કરાશે. તેનાથી ખ્યાલ આવશે કે વાઈરસ કેટલો બદલાયો છે. - ડૉ. વી.કે. પૉલ, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સ
બ્રિટનથી આવતી-જતી ઉડાનો પર રોક
ભારતથી બ્રિટનની ઉડાનો પર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રોક લાગી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પૂરીએ કહ્યું છે કે બ્રિટનથી આવતી-જતી તમામ ઉડાનો પર લગાવેલી રોક લંબાવાઈ શકે છે. આ અંગે એક-બે દિવસમાં જાહેરાત કરાશે.
જિનોમ સિક્વન્સિંગ શું છે?
જિનોમ સિક્વન્સિંગ કોઈ વાઈરસનો એક પ્રકારનો બાયોડેટા હોય છે. આ તપાસથી વાઈરસ કેટલો સક્ષમ છે, કેવો દેખાય છે વગેરે માહિતી મળે છે. વાઈરસનો વૈજ્ઞાનિક ડેટા ભેગો કરવાની પદ્ધતિને જિનોમ સિક્વન્સિંગ કહે છે.
જાણો ભારત માટે નવો સ્ટ્રેન કેમ જોખમી છે?
કોરોના વાઈરસમાં અત્યારસુધીમાં કઈ રીતે ફેરફાર જોવા મળ્યો
કોરોના વાઈરસમાં ઘણા પ્રકારના ફેરફાર થયા છે. એમાંથી કેટલાક નીચે મુજબ છેઃ
દેશમાં 1.02 કરોડ કેસ આવી ચૂક્યા, 98 લાખ સાજા થયા
દેશમાં સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડો 23 જૂન પછી સૌથી ઓછો છે. ત્યારે 15 હજાર 656 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 24 હજાર 822 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 250 દર્દીઓનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો નોંધાયો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી 98.06 લાખ દર્દીઓ સાજા થયા છે. 1.48 લાખ દર્દીનાં મોત થયાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.