તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Recorded The Highest Number Of 68,206 Cases In The World In The Last 24 Hours; After 138 Days, The ETC Cases Crossed 5 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:8 રાજ્યમાં વધી રહ્યું છે સંક્રમણ; દેશમાં 50 હજાર, મહારાષ્ટ્રમાં 31 હજાર અને દિલ્હીમાં 1900થી વધુ નવા કેસ સામે આવ્યા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં લોકો નિયમોનું ગંભીરતાથી પાલન કરી રહ્યા નથી

દેશના 8 રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ દર્દી મળી રહ્યાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ,ગુજરાત,કેરળ,તમિલનાડુ અને છત્તીસગઢમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કેસમાં 84.5% કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. આ દરમિયાન દેશમાં 53,250 નવા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 31,643, પંજાબમાં 2,914, કર્ણાટકમાં 2,792, તામિલનાડુમાં 2,279, ગુજરાતમાં 2,252, કેરળમાં 1,549 અને મધ્યપ્રદેશમાં 2,323 નવા દર્દી મળ્યા છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં પણ સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 1904 કોરોના પોઝિટિવ મળ્યા છે.

અનેક રાજ્યોમાં પ્રાઈમરી સ્કૂલ બંધ
આ વચ્ચે દિલ્હી સરકારે કહ્યું કે ફરીથી વધી રહેલા સંક્રમણને કારણે પ્રાથમિક ધોરણ સુધીની સ્કૂલ હાલ નહીં ખોલવામાં આવે. પંજાબ, પુડ્ડચેરી,ગુજરાત, હિમાચલ, ચંદીગઢ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક,કેરળ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પણ સ્કૂલ બંધ રાખવાનો જ નિર્ણય લેવાયો છે.

પંજાબની તમામ સ્કૂલ અને કોલેજ 31 માર્ચ સુધી બંધ કરાવવામાં આવ્યા છે. બોર્ડ પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. પંજાબ બોર્ડની 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી અને 20 એપ્રિલથી શરૂ થશે. ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢમાં પણ તમામ સ્કૂલને 10 એપ્રિલ સુધી માત્ર ઓનલાઈન ક્લાસ લેવાનું જ કહ્યું છે. તામિલનાડુ સરકારે પણ રાજ્યની તમામ સ્કૂલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

એક્ટિવ કેસ એક લાખથી વધુ થયા
દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં સૌથી વધુ નવા કેસ ભારતમાં નોંધાયા છે. રવિવારે અહીં 68,206 નવા કેસ નોંધાયા હતાં. છેલ્લા 169 દિવસમાં આ આંકડો સૌથી મોટો છે. અગાઉ ગયા વર્ષે 10 ઓક્ટોબરે 74,418 કેસ નોંધાયા હતા. જ્યારે ગત દિવસે 32,149 લોકો સાજા થયા અને 295 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.

બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. 138 દિવસ બાદ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં અહીં 5 લાખ 18 હજાર 767 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ તો છેલ્લા 3 દિવસમાં જ વધ્યા છે. આ પહેલા ગયા વર્ષે 9 નવેમ્બરના રોજ દેશમાં 5 લાખ 4 હજાર 873 એક્ટિવ કેસ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
દેશમાં અત્યાર સુધીમાં 1.20 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.61 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5.18 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજયમાં લોકો આપેલા નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરી રહ્યા નથી. એટલા માટે લોકડાઉન જેવા કડક પગલાં ભરવા બાબતે વિચાર કરવાની જરૂર છે. જો લોકો આ જ પ્રમાણે નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ જ રાખશે તો લોકડાઉન જેવા પ્રતિબંધો માટે તૈયાર રહે.
  • બેંગ્લોરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે 1 માર્ચ બાદથી 10 વર્ષથી ઓછી વયના 472 બાળકોને સંક્રમણ મળ્યા હતા. તેમાં 244 છોકરાઓ અને 228 છોકરીઓ છે. મહિનાની શરૂઆતમાં બાળકોમાં સંક્રમણના 8 થી 9 કેસ બહાર આવ્યા હતા. 26 માર્ચે આ સંખ્યા 46 પર પહોંચી ગયા.
  • રાજસ્થાનના બુંદીમાં 8 બાળકો અને એક શિક્ષક પોઝિટિવ મળ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે તમામ શાળાઓમાં બાળકોની કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કે હિંડોલીની દેવાનરાયણ સરકારી કન્યા નિવાસ શાળામાં અભ્યાસ કરતી છોકરીઓનો રિપોર્ટ શનિવાર અને રવિવારે આવ્યો હતો.

7 મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર: એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા
રવિવારે અહીં 40,414 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 17,874 સાજા થયા, જ્યારે 108 લોકો મૃત્યુ પામ્યા. આ એક જ દિવસમાં મળતા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 26 માર્ચે 36,902 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 27.13 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 23.32 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 53,101 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, અહીં 3.25 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ: સાજા થનાર લોકોની સંખ્યા 2 લાખને પાર થઈ
રવિવારે અહીં 2,870 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,155 સાજા થયા, જ્યારે 69 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.31 લાખ લોકો કોરોના પોઝિટિવ નિંધાઈ ચૂક્યા છે. તેમાંથી 2.01 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,690 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 23 હજાર 917 લોકો સારવાર હેઠળ છે.

3. ગુજરાત: અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
રવિવારે અહીં 2,270 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. 1,605 દર્દીઓ સાજા થયા, જ્યારે 8 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.84 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,492 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 11,528 લોકો સારવાર લઈ રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ અહીં 407 કેસ નોંધાયા હતા, ત્યારથી દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે.

4. મધ્યપ્રદેશ: એક્ટિવ કેસ 14 હજારની નજીક
રવિવારે અહીં 2,276 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1075 લોકો સાજા થયા, જ્યારે 11 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોને સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.70 લાખ સાજા થયા છે, જ્યારે 3,958 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 14,185 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. દિલ્હી: આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ દર્દી નોંધાયા
રવિવારે અહીં 1,881 નવા કેસ આવ્યા હતા. આ વર્ષે એક જ દિવસે દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. અગાઉ, 28 માર્ચે, 1,558 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં, અહીં 952 દર્દીઓ સાજા થયા હતા અને 9 લોકોનાં મોત થયા. અત્યાર સુધીમાં 6.57 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.39 લાખ લોકો સાજા થયા છે અને 11,006 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 7,545ની સારવાર ચાલી રહી છે.

6. હરિયાણા: સતત ત્રીજા દિવસે 1300થી વધુ નવા કેસ સામે આવ્યા.
અહીં રવિવારે 1392 નવા દર્દીઓ મળી આવ્યા, 673 સાજા થયા અને 9 લોકોનાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.87 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.75 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે અને 3,141 લોકો મૃત્યુ પામ્યા છે રાજ્યમાં હાલમાં 9,120 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

7. રાજસ્થાન: આ વર્ષે પહેલીવાર હજારથી વધુ નવા કેસ આવ્યા
રવિવારે અહીં 1081 કેસ નોંધાયા હતા 278 દર્દીઓ સ્વસ્થ થયા અને બે લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.30 લાખ દર્દીઓ આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.20 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,813 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 7159 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો