તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Ranks 94th In The Ranking Of 107 Countries, Pakistan Is Also Above Us; Rahul Gandhi Said The Government Is Filling The Pockets Of Friends

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ:ભારતમાં ભૂખ હજુ પણ રડાવી રહી છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સ્થિતિ સુધરી, ચીન સહિત 17 દેશમાં ભૂખનું સંકટ સૌથી ઓછું

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • બાંગ્લાદેશ, મ્યાનમાર, પાક. ગંભીર શ્રેણીમાં પણ સ્થિતિ ભારતથી સારી
  • 2019 ભારત 117 દેશની યાદીમાં 102 નંબર પર, 2020 ભારત 107 દેશની યાદીમાં 94મા ક્રમે

વર્લ્ડ હંગર ઇન્ડેક્સનો 2020નો રિપોર્ટ જારી થઇ ગયો છે, જે મુજબ ભૂખ મામલે ભારત 107 દેશની યાદીમાં 94મા ક્રમે છે. ભારતને ભૂખની ગંભીર શ્રેણીમાં રખાયું છે. નિષ્ણાતોએ તે માટે યોજનાઓના અમલની ખરાબ પ્રક્રિયા, યોજનાઓની અસરની દેખરેખમાં કમી, કુપોષણ પ્રત્યે ઉદાસીન વલણ તથા મોટાં રાજ્યોનાં ખરાબ પ્રદર્શનને જવાબદાર ગણાવાયાં છે. ગત વર્ષનો રિપોર્ટ 117 દેશ પર આધારિત હતો. તેમાં ભારત 102 નંબર પર હતું. બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન પણ ગંભીર શ્રેણીમાં છે પરંતુ આ વર્ષના ઇન્ડેક્સમાં તેઓ ભારતથી બહેતર સ્થિતિમાં છે. બાંગ્લાદેશ 75મા, મ્યાનમાર 78મા અને પાકિસ્તાન 88મા ક્રમે છે. નેપાળ 73મા અને શ્રીલંકા 64મા ક્રમે છે. બંને દેશને મધ્યમ શ્રેણીમાં રખાયા છે. ચીન, બેલારુસ, યુક્રેન, તૂર્કી, ક્યૂબા અને કુવૈત સહિત 17 દેશ સૌથી સારી સ્થિતિમાં છે.

ભારતનો નંબર પાકિસ્તાન, બાંગ્લાદેશથી પણ નીચે
ગ્લોબર હંગર ઈન્ડેક્સ (Hunger Index)માં બાંગ્લાદેશ, પાકિસ્તાન તથા મ્યાનમાર જેવા દેશો પણ સીરિયસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જોકે આ ત્રણેય દેશ ભારતથી ઉપર છે. બાંગ્લાદેશ આ યાદીમાં 75માં, મ્યાનમાર 78માં અને પાકિસ્તાન 88માં નંબર પર છે. નેપાળ 73માં રેન્ક સાથે મોડરેટ હંગર કેટેગરીમાં છે. આ જ કેટેગરીમાં સામેલ શ્રીલંકા 64માં સ્થાન પર છે. (સંપૂર્ણ રેન્કિંગ જોવા માટે અહીં ક્લિક કરો)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યુ છે. તેમણે ટ્વિટ કરી કહ્યું છે કે ''ભારતનો ગરીભ ભૂખ્યો છે, કારણ કે સરકાર ફક્ત પોતાના ખાસ મિત્રોના ખિસ્સા ભરવામાં લાગેલી છે"

ભારતની 14% વસતી કુપોષિત, યુપી-બિહારમાં સ્થિતિ ખરાબ
રિપોર્ટ મુજબ ભારતની 14% વસતી કુપોષણનો શિકાર છે. ભારતમાં 5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર 3.7% છે. અધૂરા મહિને જન્મ તથા ઓછા વજનના કારણે ખાસ કરીને ગરીબ રાજ્યો અને ગ્રામીણ વિસ્તારોમાં બાળ મૃત્યુદર વધ્યો છે. વરિષ્ઠ સંશોધક પૂર્ણિમા મેનનનું કહેવું છે કે ભારતના રેન્કિંગમાં સુધારા માટે યુપી, બિહાર અને મ.પ્ર. જેવા મોટાં રાજ્યોમાં બરાબર કામ કરવું પડશે. રાષ્ટ્રીય સરેરાશને આ રાજ્યોથી વધુ અસર થાય છે.

ભૂખથી શરૂ થયેલા રાજકારણમાં ભાઇ-ભત્રીજાવાદ સુધી નિવેદનબાજી ચાલી
કોંગ્રેસ: સરકાર ખાસ મિત્રોના ખિસ્સાં ભરી રહી હોવાથી ગરીબ ભૂખ્યા- રાહુલ ગાંધી

વર્લ્ડ હંગર ઇન્ડેક્સના લેટેસ્ટ રિપોર્ટ અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને કહ્યું કે ભારતનો ગરીબ ભૂખ્યો છે, કેમ કે સરકાર માત્ર તેના અમુક ખાસ મિત્રોના ખિસ્સાં ભરવામાં વ્યસ્ત છે. રાહુલે જે પોસ્ટ શૅર કરી તેમાં ભારત, ઇન્ડોનેશિયા, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના રેન્કિંગ દર્શાવાયાં છે.

ભાજપ: કોંગ્રેસમાં લોકો ભાઇ, બહેન, માતા, પુત્રને બચાવવામાં વ્યસ્ત- જે.પી.નડ્ડા
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ શનિવારે ઉત્તરાખંડના ભાજપ કાર્યાલયનું ઓનલાઇન ઉદઘાટન કર્યું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે પક્ષનું કાર્યાલય કોઇ નેતાના ઘરેથી ચાલે તો તે વ્યક્તિનો પક્ષ બની જાય છે. કોંગ્રેસ અને કેટલાક પ્રાદેશિક પક્ષોના લોકો ભાઇ-બહેન, માતા-પુત્રને બચાવવામાં જ વ્યસ્ત રહે છે. તેઓ પક્ષને બરબાદ કરી નાખે છે

31 દેશ સીરિયસ કેટેગરીમાં સામેલ છે, તેમનો સ્કોર 20થી વધારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સે દેશોમાં ભૂખ અને કુપોષણની સ્થિતિના આધાર પર સ્કોર આપી તેમને અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કર્યા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત 31 દેશ સીરિયસ કેટેગરીમાં છે.

એસ્વાતિની બાંગ્લાદેશ કમ્બોડિયા ગ્વાટેમાલા મ્યાનમાર બેનિન બોસ્તવાના માલાવી માલી વેનેઝુએલા કેન્યા મોરિશિયાના ટોગો કોટે ડી આઈવર પાકિસ્તાન તાંઝાનીયા બુરકિના ફાસો કોંગો ઈથિયોપિયા અંગોલા ભારત સૂડાન કોરિયા રવાંડા નાઈઝીરિયા અફઘાનિસ્તાન લેસોથો સેરા લિઓન લાઈબેરિયા મોઝામ્બિક હૈતી અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનના 1991થી 2014 સુધીના આંકડાથી જાણવા મળે છે કે કુપોષણોના શિકાર મોટાભાગે બાળકો છે, જેમનો પરિવાર નબળા ભોજન, માતા ઓછું શિક્ષણ મેળવેલ હોય અને ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષોમાં ભારત પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ટ્રોમા, ઈન્ફેક્શન, ન્યૂમોનિયા અને ડાયેરિયાથી થતા મૃત્યુ દર (મોર્ટેલિટી રેટ)માં ઘટાડો આવ્યો છે. જોકે, પ્રી-મેચ્યોરિટી અને ઓછા વજનને લીધે ગરીબ રાજ્યો તથા ગ્રામીણ વિસ્તારોમાં મોર્ટેલિટીમાં વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો