તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modi Overtook Leaders Of 13 Countries, Including The US; 66% People Like Them, Only 3 Leaders Got 60% Out Of 100

વિશ્વમાં મોદી ટોપ પર:મોદીએ અમેરિકા સહિત 13 દેશના નેતાઓને પાછળ પાડ્યા; 66% લોકો તેમને પસંદ કરે છે, 3 નેતાઓને જ 100માંથી 60% મળ્યા

વોશિંગ્ટન ડીસી3 મહિનો પહેલા
  • આ સર્વેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ અને જર્મની સહિત 13 દેશોના નેતાઓને સામેલ કરવામાં આવ્યા

કોરોના મહામારીની બીજી લહેર અને ભારતમાં તેના ખરાબ પ્રભાવ પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયત યથાવત છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટના સર્વેમાં ગ્લોબલ લીડર્સના રેન્કિંગમાં મોદી ટોપ પર છે. તેમની લોકપ્રિયતાને 100માંથી 66 ટકા મળ્યાં છે.

આ સર્વેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ અને જર્મની સહિત 13 દેશોના નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. જોકે સર્વમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં મોદીની લોકપ્રિયતામાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. તેમ છતાં પણ જૂનની શરૂઆત સુધીમાં 66 ટકા લોકો મોદીને પસંદ કરે છે.

ભારતના 2,126 લોકો સર્વેમાં સામેલ
સર્વેમાં ભારતના 2126 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 28 ટકા લોકોએ મોદીની લોકપ્રિયતાનો અસ્વીકાર પણ કર્યો. સર્વેમાં માત્ર 3 દેશોના નેતાઓનું રેટિંગ 60ની ઉપર છે. સર્વેમાં મોદી પછી ઈટાલીના વડાપ્રધાન મારિયા ડ્રૈગીનો નંબર છે. તેમનું રેટિંગ 65 ટકા છે. તે પછી ત્રીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રેડોર છે. તેમનું રેટિંગ 63 ટકા છે.

મોર્નિગ કન્સલ્ટન્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ અમેરિકા, ભારત, ફ્રાન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, જર્મની, ઈટાલી, જાપાન મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન અને બ્રિટનના નેતાઓનું એપ્રૂવલ રેટિંગ ટ્રેક કરે છે અને દર સપ્તાહે નવા ડેટા સાથે પોતાનું પેજ અપડેટ કરે છે.

નેતાઓનું રેન્કિંગ
1. નરેન્દ્ર મોદીઃ 66%
2. મારિયા ડ્રાધી(ઈટાલી)ઃ 65%
3. લોપેજ ઓબ્રાડોર(મેક્સિકો)ઃ 63%
4. સ્કોટ મોરિસન(ઓસ્ટ્રેલિયા)ઃ 54%
5. એન્જેલા મર્કેલ(જર્મની)ઃ 53%
6. જો બાઈડન(અમેરિકા)ઃ 53%
7. જસ્ટિન ટ્રૂુડો(કેનેડા): 48%
8. બોરિસ જોનસન(બ્રિટન)ઃ 44%
9. મૂન જે-ઈન(દક્ષિણ કોરિયા): 37%
10. પેડ્રો સાંચેજ(સ્પેન)ઃ 36%
11. જાયર બોલ્સોનારો(બ્રાઝીલ)ઃ 35%
12. ઈમૈનુઅલ મૈક્રોં(ફ્રાન્સ): 35%
13. યોશીહિદે સુગા(જાપાન): 29%

દેશને સંબોધવાથી સુધર્યું રેન્કિંગ
અમેરિકાની એજન્સીએ 7 જૂને મોદીના રાષ્ટ્રને કરેલા સંબોધનથી તેમનું રેન્કિંગ સુધર્યું હોવાની પણ એક વાત કહી છે. તેમાં તેમણે ઘણી જાહેરાતો કરી હતી. દેશને સંબોધિત કરતા મોદીએ 18 વર્ષથી વધુના તમામ લોકોને ફ્રી વેક્સિન લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે રાજ્ય સરકારોને 75 ટકા વેક્સિન આપવાની પણ વાત કહી હતી. મોદીએ દેશને કરેલા સંબોધનમાં 80 કરોડ ગરીબોને નવેમ્બર સુધી ફ્રીમાં રેશન આપવાનો પણ વાયદો કર્યો હતો.

કેવા સર્વે કરે છે મોર્નિંગ કન્સલ્ટન્ટ કંપની
1. કંપનીનો દાવો છે કે તેમની પહોંચ 100 મિલિયન(10 કરોડ) લોકોના ડેટા સુધી છે. તેના કારણે તેમને રિસર્ચ કરવામાં સરળતા રહે છે.
2. 100થી વધુ દેશોમાં અત્યાર સુધી કંપની 15 મિલિયન(1.5 કરોડ) લોકોનું ઈન્ટરવ્યુ કરી ચૂકી છે.
3. રિસર્ચ માટે કંપની મશીન લર્નિંગ અલ્ગોધિરમ(ML) અને નેચરલ લેગ્વેજ પ્રોસેસિંગ(NLP) ટૂલનો ઉપયોગ પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...