તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India Overtakes United States In Total Number । Vaccines Administered । Health Ministry

10 પોઇન્ટમાં વેક્સિનેશન ડ્રાઇવ:ભારત વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ નીકળ્યું, અત્યારસુધી 32.36 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ લગાવ્યો

નવી દિલ્હી઼3 મહિનો પહેલા
અમેરિકાએ ભારતથી એક મહિના પહેલા જ વેક્સિનશન શરૂ કર્યું હતું, પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભારતમાં વેક્સિનેશનની ગતિ વધી છે.
  • દેશમાં અત્યારસુધી 5.6% પુખ્ત વયના લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે

વેક્સિનેશન અંગે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. અત્યારસુધી દેશમાં 33.36 કરોડ ડોઝ લગાવાયા છે. અમેરિકામાં 32.33 કરોડ લોકોને અત્યારસુધી કોરોના વેક્સિનનો ડોઝ અપાયો છે. જ્યારે અમેરિકામાં ભારતથી એક મહિના પહેલા જ વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત થઈ હતી. દેશમાં 32,36,63,297 ડોઝ લગાવાઈ ગયા છે. ભારતે આ પડાવ ત્યારે પાર કર્યો છે, જ્યારે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ સમાચાર સાથે જોડાયેલા 10 મુખ્ય મુદ્દાઓ વિશે જાણો.....

1. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કુલ 46 હજાર 148 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 979 લોકોના મોત નીપજ્યાં હતા. ભારતમાં કેસોની કુલ સંખ્યા હવે 3.02 કરોડથી વધુ થઈ ગઈ છે. અત્યારસુધી કોરોના મહામારીએ 3.96 લાખ લોકોનો ભોગ લીધો છે.

2. દેશમાં અત્યારસુધી 5.6% પુખ્ત વયના લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. USની 40%થી વધુ વસ્તીને વેક્સિન આપવામાં આવી છે.

3. ભારતે ગત સપ્તાહે 3 કરોડ 91 લાખ લોકોને વેક્સિનના ડોઝ અપાયા છે. હેલ્થ મિનિસ્ટ્રીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે આ એક સારો પડાવ આપણે પાર કર્યો છે. કેનેડા, મલેશિયા જેવા દેશોની વસ્તી કરતા વધારે લોકોને એક સપ્તાહમાં વેક્સિન અપાઈ ચૂકી છે. ઓફિશિયલ નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશની વેક્સિનેશન ડ્રાઇવથી સંતુષ્ટ છે.

4. સરકારે જણાવ્યું હતું કે રોજ જેટલા નવા કેસ સામે આવે છે, તેનાથી વધારે તો રિકવરી થઈ રહી છે. આ ટ્રેન્ડ સતત 46 દિવસ સુધી ચાલતો આવ્યો છે. શુક્રવારે દૈનિક પોઝિટિવિટી રેટ એટલે કે સંક્રમણ દર 2.94% છે. ગત 21 દિવસથી આ 5%થી ઓછો છે.

5. સરકારે પણ કહ્યું કે 12 દેશોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ચિંતાનો વિષય બની ગયો છે. દેશના 12 રાજ્યોમાં આના 52 કેસ મળી આવ્યા છે. જેથી સરકારે 8 રાજ્યોને (આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, કર્નાટક, રાજસ્થાન અને તમિલનાડુ)ને પત્ર લખીને ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશનની ગતિ વધારવા જાણ કરી હતી.

6. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રત્યેક મહિને પોતાના રેડિયો પ્રોગ્રામ મની કી બાતમાં વેક્સિનેશન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકો વેક્સિન લેતા ગભરાશો નહીં. મારી માતા લગભગ 100 વર્ષની છે અને તેમણે પણ બંને ડોઝ લઈ લીધા છે. તમે પણ વેક્સિન સાથે સંકળાયેલી વાતો પર ભરોસો ના કરો.

7. વેક્સિનેશન અંગે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રને ઘણા સવાલો કર્યા હતા. આ દરમિયાન સરકારે કોર્ટને કહ્યું કે આ વર્ષના અંતિમ મહિનાઓ સુધીમાં તો 188 કરોડ ડોઝ અપાઈ જશે. જેથી તમામ પુખ્તવયના લોકોનું વેક્સિનેશન થઈ જશે.

8. વેક્સિનેશનમાં પણ જેન્ડર ગેપ જોવા મળી રહ્યો છે. દેશમાં કુલ વેક્સિનેશનમાંથી, અત્યાર સુધીમાં 54% પુરુષો અને 46% સ્ત્રીઓને વેક્સિન આપાઈ ચૂકી છે. એટલે કે 8% ઓછી મહિલાઓને રસી આપવામાં આવી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલ કહે છે કે આ અંતર ઓછું કરવું જરૂરી છે.

9. દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ઓગસ્ટ સુધી આવશે. ઝાયડસ કેડિલાની વેક્સિનના ટેસ્ટ જુલાઈના અંતિમ દિવસો સુધી પૂરા થશે. ત્યારપછી આ વેક્સિન બાળકોને અપાશે. ઝાયડસ કેડિલાએ ભારત પાસેથી પોતાની વેક્સિન ઝાયકોવ-ડીના તાત્કાલિક વપરાશ માટે મંજૂરી માગી છે.

10. AIIMSના ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે વેક્સિનેશન દેશમાં શાળા ખોલવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ICMR અનુસાર ત્રીજી લહેર આવે તે પહેલા અમે 6થી 8 મહિનાનો સમય મળશે. તેવામાં રોજ એક કરોડ વેક્સિનનો ડોઝ લગાવીને વસ્તીને સુરક્ષિત કરી શકીએ છીએ. આજ અમારો ટાર્ગેટ છે.

અન્ય સમાચારો પણ છે...