તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના દેશમાં:સિરમ ઈન્સ્ટીટ્યૂટે બીજી કોરોના વેક્સિન માટે ટ્રાયલની મંજૂરી માંગી;નોવાવેક્સે તેને તૈયાર કરી છે

નવી દિલ્હી6 મહિનો પહેલા
સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે કોરોનાની બીજી વેક્સિન‘કોવોવેક્સ’ના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માંગી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે કોરોનાની બીજી વેક્સિન‘કોવોવેક્સ’ના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માંગી છે.(ફાઈલ તસવીર)

સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે કોરોનાની બીજી વેક્સિન‘કોવોવેક્સ’ના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માંગી છે.જેને ફાર્મા કંપની નોવાવેક્સે તૈયાર કરી છે. ભારતમાં સિરમ ઈન્સ્ટીટ્યૂટ આનું મેન્યુફેક્ચરિંગ કરશે. સિરમ ઈન્સ્ટીટ્યૂટને પહેલાથી જ ઓક્સફોર્ડની વેક્સિન ‘કોવીશીલ્ડ’ના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી ચૂકી છે. ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કોવોવેક્સનું પરિણામ ઘણું સારું છે. એટલા માટે સિરમ ઈન્સ્ટીટ્યૂટ સાથે મળીને હવે નોવાવેક્સ ભારતમાં પણ તેની ટ્રાય કરવા માંગે છે.

દેશમાં કોરોનાને આવ્યે એક વર્ષ પૂરું થઈ ગયું છે. ગત વર્ષે આજના જ દિવસે કેરળમાં પહેલો દર્દી મળ્યો હતો. ત્યારથી અત્યારસુધીમાં 1 કરોડ 7 લાખ 34 હજાર 26 લોકો કોરોનાના સકંજામાં આવી ચૂક્યા છે. લોકડાઉન પછી નવા કેસ આવવાની ગતિ 725% વધી ગઈ હતી. 17 સપ્ટેમ્બરે દેશમાં કોરોના પીક પર પહોંચી ગયો. ત્યારે દેશમાં 10 લાખ 17 હજાર એક્ટિવ કેસ હતા, એટલે કે એવા દર્દી જેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે ભારત દુનિયાનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ હતો, સપ્ટેમ્બર પછી તેના ત્રણ ગણા એટલે કે 2200%ની ગતિથી લોકો સાજા થવા માંડ્યા. હવે એક વર્ષ પછી સારા સમાચાર એ છે કે ભારત દુનિયાના ટોપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર થઈ ગયો છે. આપણે અહીં હવે 1.67 લાખ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. આ મામલામાં બે દિવસની અંદર 3 દેશ(પોર્ટુગલ, ઈન્ડોનેશિયા અને આયર્લેન્ડ)ને પછાડી ભારત હવે 17મા નંબરે પહોંચી ગયો છે. 28 જાન્યુઆરી સુધી ભારત 14મા નંબરે હતું.

અમેરિકા, ફ્રાન્સ જેવા દેશ સૌથી સંક્રમિત
દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશોમાં પહેલા નંબર પર અમેરિકા છે. અહીં હાલ 98 લાખથી વધુ એક્ટિવ કેસ છે. બીજા નંબર પર ફ્રાન્સ છે, જ્યાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 28 લાખ છે. યુકે ત્રીજા, બ્રાઝિલ ચોથા, બેલ્જિયમ 5મા નંબર છે. ટોપ-15 સંક્રમિત દેશોમાં રશિયા, ઈટાલી, સર્બિયા, મેક્સિકો, જર્મની, પોલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, યુક્રેન, પોર્ટુગલ અને ઈન્ડોનેશિયા પણ સામેલ છે.

અત્યારસુધી 1.04 કરોડ લોકો સાજા થયા
શુક્રવારે દેશમાં 13 હજાર 53 નવા કેસ નોંધાયા હતા. 14 હજાર 872 લોકો સાજા થયા અને 137 લોકોનાં મોત થયાં. અત્યારસુધી 1.07 કરોડ દર્દીઓમાંથી 1.04 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 54 હજાર 184 દર્દીનાં મોત થયાં છે. 1 લાખ 67 હજાર 316 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • દેશમાં કોરોના વિરુદ્ધ વેક્સિનશન પ્રોગ્રામ હેઠળ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિન લગાવાશે, જેમાં પોલીસકર્મી, સફાઈકર્મી સહિત એવા લોકો સામેલ હશે, જે કોરોનાની લડાઈમાં સૌથી આગળ છે. હાલ હેલ્થકેરવર્કર્સને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવાઈ રહ્યો છે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ હતી.
  • ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડો. કે. સુબ્રહ્મણ્યમે કહ્યું હતું કે કોરોના સામે પહોંચી વળવા માટે ભારત સરકારની નીતિઓને કારણે દેશમાં 37 લાખ કેસ ઓછા આવ્યા, સાથે જ લગભગ એક લાખ મોતને પણ અટકાવવામાં સફળતા મળી શકી. તેમણે શુક્રવારે ઈકોનોમિક સર્વે 2020-21 પર પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન આ અંગેની માહિતી આપી.
  • સર્વેના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો કરવાનું પર્ફોર્મ્સ ધાર્યા પ્રમાણે સારું નહોતું. ઉત્તરપ્રદેશ, ગુજરાત અને બિહારમાં નીતિઓ પ્રમાણે સ્થિતિ સુધારવામાં સફળતા મળી, સાથે જ કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મોતના કેસને કંટ્રોલ કરવા માટે સારા પ્રયાસ કરવામાં આવ્યા છે.
  • મુંબઈમાં 1લી ફેબ્રુઆરીથી પબ્લિક માટે લોકલ ટ્રેન ફરીથી શરૂ થઈ જશે. હાલ બે શિફ્ટમાં ટ્રેન ચલાવાશે. પહેલી શિફ્ટ સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી સાંજે 4 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આના માટે આદેશ જાહેર કરી દેવાયા છે. અત્યારસુધીમાં માત્ર જરૂરી સેવાઓ માટે લોકલ ટ્રેન ચાલી રહી હતી. આ દરમિયાન કોવિડ-19 નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખતાં લોકડાઉન 28 ફેબ્રુઆરી સુધી વધારી દીધું છે. જોકે અત્યારસુધી મળતી છૂટ આગળ પણ ચાલુ રહેશે, એટલે કે લોકો ઓફિસ જઈ શકશે. હાલ બજાર અને ઈન્ડસ્ટ્રી ખૂલશે. રાતે 11 વાગ્યા સુધી દુકાનો ખૂલી રહેશે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

અહીં શુક્રવારે 249 લોકો કોરોના સંક્રમિત થયા. 367 દર્દી સાજા થયા અને છ લોકોનાં મોત થયાં. અત્યારસુધી 6.34 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 6.22 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,841 દર્દીનાં મોત થયાં છે. હાલ 1,551 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
અહીં શુક્રવારે 171 લોકો કોરોના સંક્રમિત થયા. 297 દર્દી સાજા થયા અને ત્રણ લોકોનાં મોત થયાં. અત્યારસુધી 2.54 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 2.48 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,805 દર્દીનાં મોત થયાં છે. હાલ 2,826 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં શુક્રવારે 335 લોકો કોરોના સંક્રમિત થયા. 463 દર્દી સાજા થયા અને એકનું મોત થયું. અત્યારસુધી 2.60 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 2.52 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,385 દર્દીનાં મોત થયાં. હાલ 3,589 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
અહીં શુક્રવારે 103 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 265 દર્દી સાજા થયા અને બે લોકોના મોત થઈ ગયા. અત્યારસુધી 3.17 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 3.12 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,765 દર્દીના મોત થયા છે. હાલ 2,395 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
અહીં શુક્રવારે 2,771 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 2,613 દર્દી સાજા થયા અને 56 લોકોના મોત થયા. અત્યારસુધી 20.21 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 19.25 લાખ સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 51,000 દર્દીનાં મોત થયાં છે. હાલ 43,147 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.