• Gujarati News
  • National
  • India Says: Terrorism Is Rampant In PAK, Evacuate Illegal Occupation Of Some Parts Of Jammu And Kashmir

UNમાં પાકિસ્તાનને વળતો જવાબ:ભારતે કહ્યું- PAKમાં ખુલ્લેઆમ ફરે છે આતંકી, જમ્મૂ-કાશ્મીરના કેટલાક ભાગો પર કરાયેલો ગેરકાયદેસર કબજો ખાલી કરો

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • ભારત પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા આતંકવાદ સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાને લઈને પાકિસ્તાનની નીંદા કરી છે. આ સિવાય ભારતે જમ્મુ-કાશ્મીરના ગેરકાયદેસર કબજાવાળા તમામ વિસ્તારને પણ તાત્કાલિક ખાલી કરવાની માંગ કરી છે. ભારતે વધુમાં કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા પ્લેટફોર્મનો દૂરઉપયોગ કર્યો છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન હિસ્સો
UNમાં ભારતના સ્થાનિક મિશનના સલાહકાર કાજલ ભટે કહ્યું કે હું ભારતની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું કે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હમેશા ભારતનો અભિન્ન હિસ્સો હતા અને રહેશે. તેમણે વધુમાં કહ્યું કે તેમાં એ વિસ્તાર પણ સામેલ છે, જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં છે. અમે પાકિસ્તાનને તેના ગેરકાયદેસર કબજાવાળા તમામ ક્ષેત્રોને તાત્કાલિક ખાલી કરવા જણાવીએ છીએ.

પાકિસ્તાન તરફથી 15 દેશોના સમુહમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યા પછી ભારતે આ વળતો પ્રહાર કર્યો છે. ભટે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી કેટલીક તુચ્છ ટિપ્પણીઓનો જવાબ આપવા માટે ફરી એક વખત હું સ્ટેજ પર આવવા માંગું છું.

પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ
પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ

પાકિસ્તાને UNના પ્લેટફોર્મનો દુરઉપયોગ કર્યો
ભટ પોતે જમ્મુ-કાશ્મીરમાંથી આવે છે. તેણે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ટિપ્પણીને લઈને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિએ મારા દેશની વિરુદ્ધ જુઠ્ઠો પ્રચાર કરવા માટે ઘણી વખત સંયુક્ત રાષ્ટ્રના પ્લેટફોર્મનો દુરઉપયોગ કર્યો છે. તે વિશ્વનું ધ્યાન પોતાના દેશની દુઃખદ સ્થિતિથી હટાવવાની કોશિશ કરી રહ્યાં છે, જ્યાં આતંકવાદી ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.

આતંકવાદની વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે
ભટે કહ્યું કે ભારત પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા આતંકવાદ સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે. ભટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું ભારત પાકિસ્તાન સહિત તમામ દેશોની સાથે સામાન્ય પાડોશી સંબંધ ઈચ્છે છે અને શિમલા કરાર અને લાહોરની જાહેરાત અનુસાર બાકીના મુદ્દાનો દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે હલ શોધવાની ઈચ્છા રાખે છે.

અન્ય સમાચારો પણ છે...