ધ ઓસ્ટ્રેલિયન નામના અખબારમાં એબોટનો લેખ:ભારત વિશ્વની ઊભરતી લોકશાહી મહાશક્તિઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન PM

સિડની2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીન લડાક બનતું જાય છે, ભારત અન્ય રાષ્ટ્રો વચ્ચે પોતાની જગ્યા બનાવે

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે લખ્યું છે કે ભારત વિશ્વની ઊભરતી લોકશાહી મહાશક્તિ છે. તેને વૈશ્વિક મામલે પોતાનું યોગ્ય સ્થાન પસંદ કરી ત્યાં પહોંચાવાની જરૂ છે. તો બીજી બાજુ વિશ્વની બીજી ઊભરતી મહાશક્તિ-ચીન વધુને વધુ લડાક બની રહી છે. આથી તમામ માટે જરૂરી છે કે ભારત જેટલી ઝડપે શક્ય હોય રાષ્ટ્રો વચ્ચે પોતાનું યોગ્ય સ્થાન લઈ લે.

ચીને હંમેશા પશ્ચિમી સદભાવનાને નુકસાન પહોંચાડ્યું
એબોટે “ધ ઓસ્ટ્રેલિયન’ નામના અખબારમાં લખેલા લેખમાં જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ 2014માં જી-21 અર્થતંત્ર સાથે ચીનની પહેલી વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. ત્યારે અમારું માનવું હતું કે વધતી સમૃદ્ધિ અને આર્થિક સ્વતંત્રતાથી ચીનમાં રાજકીય ઉદારીકરણ આવશે. પરંતુ ઓસ્ટ્રેિલયાના સૌથી મોટા વેપારી ભાગીદાર ચીને પશ્ચિમની સદભાવનાને હંમેશા નુકસાન પહોંચાડ્યું છે. તેણે અમારી ટેકનીકની ચોરી કરી તથા અમારા ઉદ્યોગો ઓછા કરવા માટે પશ્ચિમની સદભાવનાનો ફાયદો ઉઠાવ્યો. તેણે ઓસ્ટ્રેલિયન કોલસો, શરાબ અને સીફૂડ ભોજનના વેપારનો બહિષ્કાર કરીને તેનો એક રીતે વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. તે તાઈવાન અંગે પણ લડાઈ વધારી રહ્યું હોય તેમ લાગે છે. આ રીતે તે જૂના સોવિયેત સંઘની તુલનાએ અનેક રીતે શક્તિશાળી હરીફ બની ચૂક્યું છે. તેને તેનું સ્થાન બતાવવું જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...