તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Increases Surveillance And Presence To Keep An Eye On China, Also Conducts War Games With Japanese Navy

હિન્દ મહાસાગરમાં ચાપતી નજર:ભારતે ચીન પર નજર રાખવા સર્વેલન્સ અને ઉપસ્થિતિ વધારી, જાપાનના નૌકાદળ સાથે યુદ્ધાભ્યાસ પણ કર્યો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીન સાથે લદ્દાખની ગલવાન ઘાટીમાં અથડામણને ધ્યાનમાં રાખી નૌકાદળ છેલ્લા કેટલાક સપ્તાહથી તેની કામગીરીને ઝડપી બનાવી છે-ફાઇલ ફોટો
  • હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારતીય નૌકાદળ છેલ્લા કેટલાક સપ્તાહથી તેની કામગીરીને ઝડપી કરી છે
  • ભારતીય નૌકાદળ જાપાન તથા અમેરિકાના નૌકાદળ સાથે આ વિસ્તારમાં સહયોગ વધારી રહ્યું છે

ગલવાનમાં અથડામણ બાદ ચીન પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે હિંદ મહાસાગર વિસ્તારમાં દેખરેખ અને ઉપસ્થિતિ બન્ને વધારી દીધી છે. શનિવારે નૌકાદળે જાપાનની નેવી સાથે મળી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો. તેમા ભારતના INS રાણા, INN કુલિશ અને જાપાનના જેએસ કશીમા તેમ જ જેએસ શિમાયુકીએ ભાગ લીધો હતો.

સ્થિતિ પર નજર રાખી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે ચીન સાથે લદ્દાખની ગલવાન ઘાટીમાં જે અથડામણ સર્જાઈ તેને ધ્યાનમાં રાખી ભારતીય નૌકાદળ છેલ્લા કેટલાક સપ્તાહથી તેની ગતિવિધિને ઝડપી બનાવી દીધી છે. આ ઉપરાંત અમેરિકા અને જાપાનની નૌકાદળ તેમનો પરસ્પર સહકાર વધારી રહ્યા છે.
ચીન આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યું છે
 લશ્કરના નિષ્ણાતોના મતે આ સમુદ્રી વિસ્તાર સંશાધનોથી ભરેલો છે અને ચીન આ વિસ્તારમાં સતત તેની સૈન્ય ક્ષમતાને વધારવામાં વ્યસ્ત છે. ભારતીય નૌકાદળે તેના અધિકારીઓને સમગ્ર વિસ્તારમાં ચાપતી નજર રાખવા અને કામગીરીને ઝડપી બનાવવા આદેશ આપ્યા છે. અહી ચીન સતત ઘૂસણખોરી કરી રહ્યું છે.  અહીં ભારતીય નૌકાદળે તેની ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ (Operational Deployment) વધારી દીધી છે. ચીનની ગતિવિધિને ધ્યાનમાં રાખી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાંસ સાથે ભારત તેનો સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો