તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી:તાલિબાન મુદ્દે ભારત ‘વેઈટ એન્ડ વૉચ મોડ’માં: જયશંકર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન મુદ્દે ગુરુવારે ભારત સરકારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરની આગેવાનીમાં આયોજિત આ બેઠકમાં વિદેશ મંત્રાલયની ટીમે તમામ રાજકીય પક્ષના ફ્લોર લીડર્સને અફઘાનિસ્તાનની સ્થિતિની માહિતી આપી.

સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ ભારત અફઘાનિસ્તાન અને તાલિબાનને લઈને ‘વેઈટ એન્ડ વૉચ’મોડમાં છે. એટલું જ નહીં, હાલ સરકારનું મુખ્ય ધ્યાન લોકોને ત્યાંથી સલામત રીતે ભારત લાવવાનું છે. અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. આ મુદ્દે વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ કહ્યું કે, ભારત સરકારે અફઘાનિસ્તાનમાં હેલ્પ ડેસ્કની શરૂઆત કરી છે, જ્યાં અત્યાર સુધી આશરે 15 હજાર લોકોએ સંપર્ક કર્યો છે.

દુનિયાના અનેક દેશ તાલિબાન મુદ્દે છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે અને ભારત પણ એવી જ રીતે આગળ વધી રહ્યું છે. અમે ત્યાંથી ભારતીયો તેમજ અન્ય વિદેશીઓને પણ ત્યાંથી સતત પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે, આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર, સંસદીય મંત્રી પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ સહિત અનેક અધિકારીઓ સામેલ થયા હતા. જ્યારે વિપક્ષ તરફથી શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી સહિતના કેટલાક નેતાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...