તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Government Is Working On A Technique To Thwart Drone Strikes, A Counter drone Policy Will Be Introduced Soon.

જમ્મુ જેવા હુમલાઓથી ઊગરવાની તૈયારી:ડ્રોન હુમલાઓને નિષ્ફળ કરવાની ટેક્નિક પર કામ કરી રહી છે સરકાર, ઝડપથી લાવવામાં આવશે કાઉન્ટર ડ્રોન પોલિસી

શ્રીનગર3 મહિનો પહેલા
  • શનિવારે રાતે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા આતંકી હુમલો થયો હતો

ભારત સરકારે કાઉન્ટર ડ્રોન પોલિસી બનાવવા પર કામ શરૂ કર્યું છે. જમ્મુ એરબેઝ પર ડ્રોન અટેક પછી સતત બે દિવસ ડ્રોન એક્ટિવિટી પછી મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલ મીટિંગમાં આ બેઠક કરવામાં આવી છે. બેઠકમાં સમગ્ર જમ્મુ અને પંજાબના વિસ્તારમાં કાઉન્ટર ડ્રોન સિસ્ટમની સ્થાનિક તહેનાતીની જરૂરિયાત પર વાત થઈ.

એક ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ, આ બેઠકમાં એ સ્ટ્રેટેજી પર વાત થઈ કે ડ્રોન દ્વારા થનારા આતંકી હુમલાઓને કઈ રીતે રોકી શકાય. બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સામેલ થયા.

સતત 3 દિવસ ડ્રોન એક્ટિવિટી પછી સરકાર સતર્ક
જમ્મુક્ષેત્રમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વખત ડ્રોન એક્ટિવિટી જોવા મળી છે. સૌથી પહેલા શનિવારે રાતે જમ્મુ એરબેઝ પર ડ્રોન અટેક થયો હતો. એમાં એરફોર્સના 2 જવાનોને સામાન્ય ઈજા અને એક બિલ્ડિંગની છતને નુકસાન થયું. એ પછી રવિવારે રાતે જમ્મુના કાલુચક મિલિટરી બેઝ પર ડ્રોન જોવા મળ્યું. પછીથી સોમવારે મોડી રાતે સુંજવાન મિલિટરી સ્ટેશનની પાસે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું. ત્રણ દિવસની અંદર ત્રણ વખત ડ્રોન એક્ટિવિટીથી સરકાર સતર્ક થઈ ગઈ છે.

મંગળવારે પીએમની હાઈ લેવલ મીટિંગમાં જે કાઉન્ટર ડ્રોન પોલિસી પર વાત થઈ એમાં અપનાવવામાં આવેલા મોડલને પણ બતાવવામાં આવ્યું. એમાં મોડલમાં રેડિયો ફ્રિક્વન્સી(RF) ડિટેક્ટર, ઈલેક્ટો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ કેમેરો, રડાર, ડ્રોન કેચિંગ નેટ, GPS સ્પૂફર્સ, લેઝર અને RF જામરનો ઉપયોગ કરવામાં આવશે.

નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની મદદથી તૈયાર થશે ટેક્નિક
આ ટેક્નોલોજીને ડીલ કરવા માટે ભારતીય વાયુસેના નોડલ એજન્સીની જેમ કામ કરશે. સરકાર ઈચ્છે છે કે ભવિષ્યમાં ડ્રોન હુમલાઓમાંથી ઊગરવાની કોશિશને એરફોર્સ કો-ઓર્ડિનેટ કરે. કાઉન્ટર ડ્રોનથી ઊગરવાની ટેક્નિકમાં દેશની ટેક ઈન્ટેલિજન્સ એજન્સી નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની પણ મદદ લેવામાં આવશે.

બીજી તરફ સીમા સુરક્ષા દળ(BSF)ને પણ એક એવું પ્લેટફોર્મ મળવાનું છે, જે ઉડાનવાળી શંકાસ્પદ વસ્તુઓ કે માનવરહિત વિમાનો(UAV)ને ઓળખવા અને ઝડપથી રિએક્ટ કરવામાં સક્ષમ હશે. આર્મીને પહેલેથી જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લેન્સ ડ્રોન ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, જેને જમ્મુ જેવા હુમલાઓ દરમિયાન તહેનાત કરી શકાય છે.