તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India Has To Get In The Habit Of Living With Corona, The Threat Of Corona Virus Will Remain For A Long Time

WHOના વૈજ્ઞાનિકનું નિવેદન:ભારતને કોરોના સાથે જીવવાની ટેવ પાડવી પડશે, લાંબા સમય સુધી રહેશે કોરોના વાઇરસનું જોખમ

એક મહિનો પહેલા
કોરોના વાઇરસ ટેસ્ટિંગ- ફાઈલ ફોટો
  • ભારતમાં એક જ દિવસમાં સંક્રમણમાં 12 હજારથી વધુ કેસો નોંધાયા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ સૌમ્યા સ્વામિનાથને કોરોના વાઈરસ પર આપેલા નિવેદને ભારતની ચિંતામાં વધારો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતમાં કોરોના વાઇરસ હવે ક્યારેય જશે નહિ. ભારતના લોકોએ આ મહામારી સાથે જ જીવવાની ટેવ પાડવી પડશે. ભારતમાં કોરોના એક મહામારીના સ્થાનિક તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં નીચલા તથા મધ્યમ સ્તરનું સંક્રમણ ચાલુ છે. સ્થાનિક અવસ્થા ત્યારે આવે છે જ્યારે વસતિ વાઈરસ સાથે રહેતા શીખે છે. આ મહામારીના તબક્કાથી બિલકુલ અલગ છે, જ્યારે વાઈરસ વસતિ પર હાવી થઈ જાય છે.

દેશમાં બુધવારે કોરોનાના કેસોમાં મંગળવારે 12 હજારથી વધુ કેસો આવતાં સરકારની ચિંતામાં ફરીથી વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, પાછલા 24 કલાકમાં 37,593 નવા સંક્રમિત નોંધાયા અને 648 લોકોનાં મોત થયાં છે, ત્યારે 34,169 દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 3,22,327 છે. દેશમાં કુલ મૃતકોની સંખ્યા 4,35,758 થઈ ગઈ છે અને અત્યારસુધીના કુલ દર્દીઓની સંખ્યા 3,17,54,281 થઈ ગઈ છે.

મંગળવારે 25,467 નવા સંક્રમિત નોંધાયા, 354નાં મોત
મંગળવારે છેલ્લા 24 કલાકમાં 25,467 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 354 લોકો મૃત્યુ પામ્યા હતા. 39,000થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગઈકાલે સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 3.19 લાખ હતી. મંગળવાર સુધી દેશભરમાં 58.89 કરોડથી વધુ કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 63.85 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.

કેરળમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો
કેરળમાં 24 કલાકમાં કોરોનાના 24,296 નવા સંક્રમિતો નોધાયા, જેમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38,51,984 થઈ ગઈ છે, જ્યારે 173નાં મોત થવાથી કુલ મૃત્યુઆંક 19,757 થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જરૂરી જાણકારી
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જરુરી જાણકારી આપતાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસ કુલ કેસોના 0.99% છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.10% છે, દૈનિક પોઝિટિવિટી રેટ છેલ્લા 30 દિવસોથી 3%થી પણ ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...