તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:ભારતમાં ચીન જેટલા કોરોનાનાં દર્દી થયા, વિશ્વમાં કોરોનાથી કુલ મોત 3 લાખને પાર

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ચીનમાં માત્ર એક પ્રાંત કેન્દ્રમાં રહ્યો, ભારતના તમામ મોટા રાજ્ય પ્રભાવિત
 • ભારતના 27 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ફેલાયો, 13.9 દિવસમાં દર્દી બમણાં થયા

ચીનમાં 60 દિવસમાં નવા દર્દી 100થી વધુ થયા નથી. જ્યારે બીજી તરફ ભારતમાં 28 માર્ચે પહેલીવાર 100નો આંકડો પાર થયો હતો અને હવે રોજ 3 હજાર દર્દી મળે છે. શુક્રવારે ભારત ચીનને પાછળ છોડી 1100થી પ્રભાવિત દેશોમાં સામેલ થશે.
ચીનમાં 78 હજાર દર્દી થતા 176 દિવસ લાગ્યા હતા, ભારતમાં માત્ર 106 દિવસ

 • ચીનમાં 17 નવેમ્બર 2019ના રોજ પ્રથમ દર્દી મળ્યો હતો. મહિના સુધી ખ્યાલ આવ્યો ન હતો.
 • ભારતમાં 30 જાન્યુ.એ પ્રથમ દર્દી મળ્યો હતો. 14 મેના રોજ આંકડો 78 હજારને પાર થઈ ગયો.

મહત્ત્વની વાત એ છે કે ચીને ચેપનો ફેલાવો અટકાવ્યો હતો. 72 હજાર દર્દી માત્ર હુવેઈ પ્રાંતમાં હતા. વુહાન શહેર તેનું કેન્દ્ર હતું. આ બાજુ ભારતના 5 રાજ્યોમાં 5 હજારથી વધુ દર્દી છે. મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ છે.

ચીનમાં માત્ર એક પ્રાંત કેન્દ્રમાં રહ્યો, ભારતના તમામ મોટા રાજ્ય પ્રભાવિત

 • ચીનમાં કોરોનાનું કેન્દ્ર રહેલા હુવેઈ પ્રાંતની બહાર માત્ર બે પ્રાંતમાં 100થી વધુ લોકોને ચેપ લાગ્યો હતો
 • ભારતના 27 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ફેલાયો. 13.9 દિવસમાં દર્દી બમણાં થયા.

ચીનમાં સક્રિય દર્દીની સંખ્યા 14 એપ્રિલે 1 હજારથી નીચે આવી ગઈ છે. આ બાજુ ભારતમાં 14 એપ્રિલે સક્રિય દર્દી 10 હજાર થયા હતા. એટલે કે 1 મહિનામાં ચીનમાં 9894 દર્દી ઓછા થયા જ્યારે ભારતમાં 39 હજાર વધ્યા.

ચીનમાં હવે માત્ર 104 એક્ટિવ કેસ છે, અહીં ભારતમાં 49918

 • ચીનમાં 16 ફેબ્રુઆરીએ સૌથી વધુ 57907 એક્ટિવ દર્દી હતા. ત્યારપછી ઘટવા લાગ્યા.
 • ભારતમાં હવે એક્ટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે. રિકવરી રેટ 32 ટકા પહોંચ્યો છે.

ચીનમાં 21 દિવસ પછી દર્દી ઘટ્યા, ભારતમાં 51 દિવસ પછી વધે છે

 • ચીનમાં 23 જાન્યુઆરીએ લૉકડાઉન અમલમાં આવ્યું. ત્યારપછી 12 ફેબ્રુઆરીએ 1 દિવસમાં સૌથી વધુ 14 હજાર દર્દી મળ્યા. પરંતુ ત્યારપછી નવા દર્દીની સંખ્યા સતત ઘટવા માંડી. આથી 8 એપ્રિલે 77 દિવસ પછી ચીનમાં લૉકડાઉન હટાવી દેવાયું.
 • અહીં ભારતમાં 25 માર્ચે લૉકડાઉન લાગુ થયું. 51 દિવસ પછી પણ દર્દી ઘટવાના શરૂ થયા નથી. તજજ્ઞો કહે છે કે જૂનના અંતે દર્દી ચરમસીમાએ હોઈ શકે છે. જોકે લૉકડાઉનમાં ધીરે-ધીરે છૂટ વધી રહી છે.
 • તજજ્ઞ કહે છે કે ચીને કડક લૉકડાઉન દ્વારા વાઈરસને વુહાનની બહાર નીકળવા દીધો નહીં. ચીનનો 70 ટકા વિસ્તાર સુરક્ષિત રહ્યો. પરંતુ ભારતમાં માત્ર પૂર્વોત્તર રાજ્યોના 3 રાજ્યો સિવાય કોઈપણ વિસ્તાર વાઈરસથી બચી શક્યો નહીં.

ભારતમાં ચીનથી ઓછા લોકોના મોત થયા, પરંતુ જોખમ યથાવત્ છે

 • ચીનમાં 5.59 ટકા દર્દીના મોત થયા. ભારતમાં આ દર 3.16 ટકા છે. એટલે કે ભારતમાં મૃત્યુદર ચીનથી સારો છે. કારણકે ભારતમાં હજી એક્ટિવ દર્દી 49918 છે. આથી આ દર વધી શકે છે.
 • ચિંતાજનક બાબત એ છે કે, વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુઆંક 3 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં દર્દીનો મૃત્યુદર વિશ્વમાં રશિયા અને પેરુ પછી સૌથી ઓછો છે. અમેરિકામાં અત્યારે મૃત્યુદર 5.96 ટકા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો