• Gujarati News
  • National
  • India Has Given Permission To Omisure, The First Kit To Test Omicron, Tata Has Prepared The Kit

હવે ઓમિક્રોનનો ટેસ્ટ તરત થશે:ઓમિક્રોનનું ટેસ્ટિંગ કરનાર પ્રથમ કિટ Omisureને ભારતે આપી પરવાનગી, મુંબઈની ટાટા મેડિકલે તૈયાર કરી છે કિટ

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર (SGTF) સ્ટ્રેટેજીથી ઓમિક્રોન છે કે નહીં એ અંગેની તપાસ કરે છે

કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ICMRએ મોટો નિર્ણય લીધો છે. ICMRએ ઓમિક્રોનની તપાસ કરનારી પ્રથમ કિટને મંજૂરી આપી છે. એને ટાટા મેડિકલે તૈયાર કરી છે. એનું નામ Omisure છે.

ટાટા એમડી ચેક RT-PCR ઓમિશ્યોર
ટાટા મેડિકલ, મુંબઈની કિટને મંજૂરી 30 ડિસેમ્બરે મળી ગઈ હતી. જોકે આ અંગેની માહિતી હવે જાહેર કરવામાં આવી છે. અત્યારસુધી ઓમિક્રોનની તપાસ કરવા માટે બીજી કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મલ્ટિપ્લેક્સ કિટનું અમેરિકાની થર્મો ફિશર દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર (SGTF) સ્ટ્રેટેજીથી ઓમિક્રોન છે કે નહીં એ અંગેની તપાસ કરે છે. હવે ટાટાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે એનું નામ ટાટા એમડી ચેક RT-PCR ઓમિશ્યોર છે.

દેશમાં ઝડપથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ
ઓમિક્રોન કોરોનાનો નવો વેરિયન્ટ છે. એને ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક માનવમાં આવી રહ્યો નથી, જોકે એની સરખામણીએ એ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 1892 થઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 568 અને 382 કેસ છે. ઓમિક્રોનના 1892 દર્દીમાંથી 766 દર્દી સાજા થઈ ગયા છે.

કેન્દ્રએ રાજ્યોને કહ્યું- ધ્યાન રાખજો, બાળકોની વેક્સિન મિક્સ ન થઈ જાય
કેન્દ્ર સરકારે રાજ્યોને 15થી 18 વર્ષ સુધીના યંગસ્ટર્સને વેક્સિન આપવા સમયે સૌથી વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને વેક્સિનેશન દરમિયાન એ વાત ધ્યાનમાં રાખવાની કહી કે બાળકોની વેક્સિન મોટાઓની વેક્સિનની સાથે મિક્સ ન થઈ જાય. આ માટે તેમણે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે બાળકોના વેક્સિન સેન્ટર મોટાઓથી અલગ તૈયાર કરવામાં આવે.

વધતા કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યુટિપાર્લર, પ્રાણી સંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક સામેલ છે. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ જણાવ્યું હતું કે સોમવારે રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી ઓફિસ 50% ક્ષમતાની સાથે ખુલ્લી રહેશે. તમામ તંત્રની બેઠક પણ આ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં આયોજિત થશે.

કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

કર્ણાટકમાં 3 મહિના પછી 1000થી વધુ કોવિડ કેસ
કર્ણાટકમાં શનિવારે કોરોનાના 1,033 કેસ નોંધાયા છે. આ મામલો છેલ્લા 107 દિવસમાં સૌથી વધુ છે. છેલ્લી વખત રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ 16 સપ્ટેમ્બરે જોવા મળી હતી, જ્યારે અહીં કોરોનાના 1000થી વધુ કેસ મળી આવ્યા હતા. તો બેંગલુરુમાં 810 નવા કેસ મળ્યા છે, જે રાજ્યના કુલ નવા કેસના 78% છે. બેંગલુરુમાં 6 મહિના પછી આટલા કેસ મળ્યા છે. ગત વખતે 30 જૂને શહેરમાં 213 કોરોનાના કેસ મળ્યા હતા.

દિલ્હીમાં કોરોનાના કેસોમાં 50%નો મોટો વધારો નોંધાયો
ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હીમાં કોરોનાના કેસોમાં 50%નો વધારો નોંધાયો છે. શનિવારે રાજધાનીમાં 2716 લોકો સંક્રમિત મળ્યા હતા અને એકનું મોત થયું હતું. જ્યારે કોવિડ પોઝિટિવિટી દર 3.64% નોંધાયો હતો. શનિવારનો વધારો 21 મે પછીનો સૌથી વધુ છે. આ દિવસે 4.76%ના પોઝિટિવિટી દર સાથે 3,009 કેસ નોંધાયા હતા અને 252 મૃત્યુ થયાં હતાં. હરિયાણામાં 5 જિલ્લામાં શાળા-કોલેજો, થિયેટરો બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 1596 થઈ છે. દેશમાં હવે કોરોનાના 1 લાખ 4 હજાર 781 એક્ટિવ દર્દી થયા છે. 7 જૂન 2021 પછી પહેલીવાર એક લાખ એક્ટિવ કેસ સામે આવ્યા છે.

દિલ્હીમાં કોરોનાના વધતા કેસને પગલે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.
દિલ્હીમાં કોરોનાના વધતા કેસને પગલે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...