તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • India Has Developed An Indigenous Antibody Test Kit To Help With Corona Infection Surveillance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલબ્ધિ:ભારતે સ્વદેશી એન્ટીબોડી ટેસ્ટ કિટ બનાવી, ગુજરાતની ફાર્મા કંપનીને પ્રોડક્શનની કામગીરી સોંપાશે

નવી દિલ્હી:10 મહિનો પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ફાઇલ - Divya Bhaskar
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ફાઇલ
 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટ્વિટ દ્વારા માહિતી આપી, પૂણેની લેબોરેટરીમાં તૈયાર થઇ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે માહિતી આપી હતી કે પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા સ્વદેશી IgG ELISA ટેસ્ટ કિટ બનાવવામાં આવી છે. તેના દ્વારા કોરોનાવાયરસની એન્ટીબોડીની તપાસ કરી શકાશે. ડો. હર્ષવર્ધને કહ્યું કે આ ટેસ્ટકિટની મદદથી જે લોકો કોરોના વાયરસના સંપર્કમા આવ્યા છે તેના સર્વેલન્સમા મદદ મળશે.તેમણે કહ્યું કે કિટની ગુણવત્તા મુંબઇમાં તપાસમાં આવી હતી. કિટમાં 2.5 કલાકમાં 90 સેમ્પલનું ટેસ્ટીંગ કરી શકાય છે. આ રીતે સ્વાસ્થ્યકર્મીઓ ઝડપથી દર્દીઓના સ્વાસ્થ્યસુધાર માટે આગામી કામગીરી કરી શકે છે.  

શું છે IgG ELISA ?

વાયરસ કે બેક્ટેરીયલ ઇન્ફેક્શન સમયે શરીરમાં જે એન્ટીબોડી પેદા થાય છે તેનો એક પ્રકાર IgG છે. આ સૌથી સામાન્ય એન્ટીબોડી છે . તેની માહિતી સીરમ, પ્લાઝમા કે અન્ય દ્રવ્યોના સેમ્પલ દ્વારા મેળવી શકાય છે. આ ટેસ્ટ કીટની મદદથી આ એન્ટીબોડીની ઉપસ્થિતિ નક્કી કરીને કોરોનાવાયરસ અંગે માહિતી મેળવી શકાશે. 

આ ટેસ્ટિંગ કીટનું ઉત્પાદન ઝાયડસ કેડિલા કરશે

હર્ષવર્ધને ટ્વિટ પર આપેલી માહિતી અનુસાર, નવી વિકસાવેલી આ રેપિડ કીટ એલિસા નું ઉત્પાદન ગુજરાત સ્થિત ઝાયડસ કેડિલા કરશે. તેમણે કહ્યું કે માસ પ્રોડક્શન કરવા મટે ICMR આ ટેક્નોલોજીને ઝાયડસ ને આપશે. કોમર્શિયલ પ્રોડક્શન અને માર્કેટિંગ કરવા માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ તરફથી કંપનીને તમામ પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી છે. આ ડેવલપમેન્ટ અંગે ઝાયડસ કેડિલાએ જણાવ્યું કે, અમે આ કીટને મોટા પાયે ઉપલબ્ધ કરાવવામાં ICMR સાથે ભાગીદારી કરવામાં ખુશ છીએ. આ કિટ્સનું ઉત્પાદન કરી સર્વેલન્સ હેતુ માટે ICMRને આપવામાં આવશે. અમારો હેતુ આ રોગચાળા સામે લડવા દરેક રીતે સરકારને ટેકો આપવાનો છે.

ઝાયડસ કોરોનાની રસી વિકસાવી રહી છે     
 કોરોના સામેની લડતમાં વિશ્વભરની દવાકંપનીઓ તેના માટેની રસી વિકસાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ભારતમાં ઝાયડસ કેડીલા દ્વારા રસી વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કંપનીએ આ અંગે અગાઉ જણાવ્યું હતું કે, રસીના ટ્રાયલ માટે પ્રાણીઓ પર પ્રયોગ શરૂ કરવામાં આવ્યા છે. કંપનીને આશા છે કે  આમાં પરિણામ મેળવતા 6 મહિના જેવો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો