તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ ઘટતા સ્થિતિ પૂર્વવત બનાવો:ભારતે ડાયરેક્ટ ફ્લાઈટ પર લાદવામાં આવેલા પ્રતિબંધ દૂર કરવા કેનેડા સમક્ષ રજૂઆત કરી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ભારતથી સીધી ફ્લાઈટ પર કેનેડાએ મુકેલા પ્રતિબંધની મુદત 21 જુલાઈએ પૂરી થવા જઈ રહી છે

ભારતે સત્તાવાર રીતે કેનેડા સરકારને નવી દિલ્હીથી સીધી ઉડ્ડયન સેવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવા કહ્યું છે. ભારતમાંથી કેનેડામાં સીધી ફ્લાઈટ પર 22 એપ્રિલથી પ્રતિબંધ મુકવામાં આવેલો છે અને ત્યારબાદ અત્યાર સુધીમાં આ પ્રતિબંધને બે વખત લંબાવવામાં આવ્યો છે. ગયા ઉનાળામાં ઓટ્ટાવા સ્થિત ભારતના હાઈ કમિશને કેનેડા સ્થિત ગ્લોબલ બાબતના મંત્રાલય, કેનેડાના વિદેશ મંત્રાલયને એર કોરિડોર એરેજમેન્ટની દરખાસ્ત મોકલવામાં આવી હતી, જે હેઠળ અગાઉ ફ્લાઈટ્સને પુર્વવત કરવા વિનંતી કરવામાં આવી છે.

ભારતથી આવતી સીધી ફ્લાઈટ પર કેનેડા દ્વારા મુકવામાં આવેલો પ્રતિબંધ 21 જુલાઈના રોજ પૂરો થઈ જશે, જો કેનેડા આ નિયંત્રણને ચોથી વખત લંબાવશે. ભારતમાં એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેર આવતા તેમ જ એર પેસેન્જર્સ દ્વારા ડેલ્ટા વેરિએન્ટનું કેનેડામાં ટ્રાન્સમિશન થવાનો ડર વધી જતા કેનેડાએ આ પગલું ભર્યું હતું.

ભારતના ઓટ્ટાવા ખાતેને હાઈ કમિશનર અજય બિસારીયાએ ટોરન્ટોની મુલાકાત સમયે જણાવ્યું હતું કે અમે કેનેડાના સત્તાવાળાઓને તાકીદ કરી છે કે ભારત અને કેનેડાના મુસાફરો ખાસ કરીને વિદ્યાર્થીઓ તરફથી મોટાપાયે અને અભૂતપુર્વ માંગ છે કે ભારતથી કેનેડા સીધી ફ્લાઈટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવે છે.

બિસારીયાએ આ અંગે એર ઈન્ડિયા અને એર કેનેડાના અધિકારીઓ સાથે બેઠકો પણ યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી અને કેનેડાના વિવિધ શહેરો જેવા કે ટોરન્ટો અને વાનકુવર જેવા શહેરો વચ્ચે દૈનિક ધોરણે ફ્લાઈટ કાર્યરત હતી. બન્ને એરલાઈન્સ તેમના સેવા વહેલી તકે શરૂ કરવા આતુર છે. એર ઈન્ડિયાના કેનેડા સ્થિત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજ્યા બાદ બિસારિયાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે કારોબાર અને શિક્ષણમાં સામાન્ય સ્થિતિ હાંસલ કરવા માટે, આર્થિક સુધારા માટે ઝડપભેર પૂર્વવત સ્થિતિ લાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.

ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ વચ્ચે ભારતમાં સંક્રમણના દરોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. આશરે 20 મિલિયન વસ્તી ધરાવતા દિલ્હીમાં હવે દરરોજ 50 કેસ આવી રહ્યા છે ત્યારે કેનેડાના ઓટારિયો પ્રાંતમાં દરરોજ આશરે 150 કેસ આવી રહ્યા છે.