તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India Covid Vaccination Record; WHO Scientist Soumya Swaminathan Congratulates Over 1 Crore Vaccine Doses

વેક્સિનેશનનો નવો ટાર્ગેટ:એડવાઇઝરી ગ્રુપે કહ્યું- એક દિવસમાં એક કરોડ ડોઝ લગાવ્યા, ટૂંક સમયમાં સવા કરોડ લગાવીશું; WHOએ પણ ભારતને શુભકામનાઓ પાઠવી

એક મહિનો પહેલા
વેક્સિનેશન-ફાઈલ ફોટો

ભારતમાં શુક્રવારે એક કરોડથી પણ વધુ વેક્સિનના ડોઝ લગાવાયા છે. એને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના પ્રમુખ ડો. સોમ્યા સ્વામિનાથને ભારતને અભિનંદન પાઠવ્યાં હતાં. વેક્સિનેશન પર બનેલા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપના પ્રમુખ ડો. એનકે અરોડાએ કહ્યું હતું કે આ દેશની હેલ્થ સિસ્ટમ માટે ગર્વની બાબત છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે આશા છે કે ભારત ટૂંક સમયમાં જ 1.25 કરોડ લોકોને વેક્સિન આપી શકશે. સંપૂર્ણ વેક્સિનેશનના લક્ષ્યને પૂરો કરવા માટે દેશને 31 ડિસેમ્બર સુધી રોજના 1 કરોડ ડોઝ લગાવવા પડશે.

WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો. સ્વામિનાથને ટ્વીટમાં કહ્યું- ભારતે યુવા વસતિમાં 50% લોકોને વેક્સિન(ઓછામાં ઓછો એક ડોઝ) આપી દીધી છે. અત્યારસુધી કુલ 62 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે, જેમાં એક કરોડ ડોઝ કાલે જ લગાવાયા હતા. આ અભિયાનમાં સામેલ એક હજારથી પણ વધુ લોકોને અભિનંદન. વેક્સિનની સાથે પબ્લિક હેલ્થ અને કોરોનાથી બચવા માટેના ઉપાયો પણ કરવાથી આપણે સુરક્ષિત રહીશું.

મોદીએ કહ્યું- આ મોટી ઉપલબ્ધિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને દેશ માટે મોટી સિદ્ધિ ગણાવી હતી. શુક્રવારે એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે "આજે વેક્સિનેશનનો રેકોર્ડ બન્યો છે. એક કરોડનો આંકડો પાર કરવો એ એક મોટી સિદ્ધિ છે. તે દરેકની પ્રશંસા, જેમણે વેક્સિન લગાવી અને તેમની પણ જેમણે વેક્સિનેશન ડ્રાઈવને સફળ બનાવ્યું.

વેક્સિનેશન સેન્ટર પર લોકો સાથે વાતચીત કરતાં કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ.
વેક્સિનેશન સેન્ટર પર લોકો સાથે વાતચીત કરતાં કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ.

UPમાં ગઈકાલે સૌથી વધુ 28.62 લાખનો ડોઝ
શુક્રવારે કુલ 10,064,376 ડોઝ આપવામાં આવ્યા હતા. 16 જાન્યુઆરીએ વેક્સિનેશન ઝુંબેશ શરૂ થયા પછી સૌથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અગાઉ 16 ઓગસ્ટે 88.2 લાખ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે દેશમાં વેક્સિનેશનનું કવરેજ 62 કરોડને પાર કરી ગયું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુપી સૌથી વધુ 28.62 લાખ વેક્સિનના ડોઝ લગાવવાની સાથે ટોચ પર છે. ત્યાર બાદ કર્ણાટકમાં 10.79 લાખ ડોઝ અને મહારાષ્ટ્રમાં 9.84 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.

નવી મુંબઈમાં વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લગાવવા પોતાના નંબરની રાહ જોઈ રહેલા લોકો.
નવી મુંબઈમાં વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લગાવવા પોતાના નંબરની રાહ જોઈ રહેલા લોકો.

15% યુવા વસતિને બે ડોઝ લગાઈ ગયા
દેશમાં 62.1 કરોડ વેક્સિન ડોઝનો ઓછામાં ઓછો એક ડોઝ દેશની 940 કરોડ પુખ્ત વસતિના અડધા ભાગને લગાવાયો છે. પુખ્ત વયની વસતિના 15%ને બે ડોઝ આપવામાં આવ્યા છે, એટલે કે 18 વર્ષથી વધુ વયના 51 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 35.9 ટકા લોકોએ એક ડોઝ મેળવ્યો છે અને 15.1 ટકાને બંને ડોઝ લીધા છે. સરકાર ડિસેમ્બર સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને વેક્સિનેટ કરવા ઈચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...