• Gujarati News
  • National
  • India Closed In Protest Of Agriculture Bill, Hearing In Kangana's Office Demolition Case To Proceed, 10 Lakh Crore Of Investors Washed Out In 5 Days

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કૃષિ વિધેયકના વિરોધમાં ભારત બંધ, કંગનાની ઓફિસ તોડવાના કેસમાં સુનાવણી આગળ વધશે, શેરબજારમાં 5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ ધોવાઈ ગયા

એક વર્ષ પહેલા

IPLના રોમાંચ પર બોલિવૂડનો વિવાદ ભારે પડતો દેખાય છે. બીજી બાજુ બિહારમાં પણ રાજકીય ઊથલપાથલ તેજ બની રહી છે. ચાલો શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ....

આજે આ ઘટનાક્રમ પર નજર રહેશે
1. કંગના રનૌતની ઓફિસ તોડવાને લગતા કેસમાં બોમ્બે હાઈકોર્ટ આજે પણ સુનાવણી આગળ વધારશે.
2. IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામસામે હશે. ટોસ સાંજે 7 વાગે ઊછળશે. મેચ 7:30 વાગે શરૂ થશે.
3. ભારતીય કિસાન યુનિયને કૃષિ વિધેયકના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે.

હવે ગઈકાલના મહત્ત્વના 6 સમાચાર જોઈએ
1. કોહલીની ફિટનેસ, મોદીની રેસિપી
ફિટ ઈન્ડિયા મુવમેન્ટને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેટલીક જાણીતી હસ્તીઓ સાથે વાત કરી. ક્રિકેટર વિરાટ કોહલી સાથે ચર્ચામાં PM મોદીએ કહ્યું કે શું કેપ્ટનને પણ યોયો ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું? આ અંગે તેણે કહ્યું કે આ ટેસ્ટમાં જો હું નિષ્ફળ જાવું તો સિલેક્શન ન થઈ શકે. બીજી બાજુ, ન્યૂટ્રિશન એક્સપર્ટ ઋજુતા દિવેકર સાથેની વાતચીતમાં મોદીએ પોતાની એક રેસિપી બતાવી હતી. તેમણે કહ્યું કે મોરિંગ (સરગવાની સીંગનાં પાન)ના પરાઠા બનાવીને ખાય છે. (વાંચો વિગતવાર સમાચાર)

2. BMC તો ખૂબ જ તેજ છે
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે કંગના રનૌતની ઓફિસ તોડવાને લગતા કેસની સુનાવણી કરી. હાઈકોર્ટે કહ્યું હતું કે તોડવામાં આવેલી પ્રોપર્ટી એમ જ છોડી શકાય નહીં. સુનાવણી સમયે બેન્ચે BMCની ઝાટકણી કાઢતાં કહ્યું હતું, આમ તો તમે બહુ તેજ છો, તો પછી તમારે વધારે સમયની શું જરૂર છે? આ અંગે કંગનાએ ટ્વીટ કર્યું, માનનીય હાઈકોર્ટ, મારી આંખોમાં આંસુ આવી ગયાં. (વાંચો વિગતવાર સમાચાર)

3. BSEનું માર્કેટ કેપ 5 દિવસમાં 10 લાખ કરોડ ઘટ્યું
શેરબજારમાં આ સપ્તાહે મંદી ઘેરી બની છે. ભારે વેચવાલી વચ્ચે ગુરુવારે BSE સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 1172.44 પોઇન્ટ તૂટ્યો હતો. જોકે બાદમાં તે 1114.82 પોઇન્ટ એટલે કે 2.96 ટકા ગગડીને બંધ આવ્યો. છેલ્લા 5 દિવસમાં BSE ખાતે લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 10 લાખ કરોડ રૂપિયા ઘટી રૂપિયા 148 લાખ કરોડ પર આવી ગયું છે. (વાંચો વિગતવાર સમાચાર)

4. ડ્રગ્સ કેસમાં હવે શુ?
ડ્રગ્સ કેસમાં વ્હોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણ અને અન્ય અભિનેત્રીઓ પણ તપાસના ઘેરાવામાં આવી ગઈ છે. આ કેસમાં વ્હોટ્સએપ ચેટને પુરાવા તરીકે મંજૂર કરી શકાય છે. જો તપાસમાં સાબિત થાય કે એક્ટ્રેસ ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ છે તો સજા ચોક્કસ મળશે. અલબત્ત, માફી પણ મળી શકે છે. વર્ષ 2012માં ફરદીન ખાન પણ આ આધાર પર કોર્ટની માફી મેળવી ચૂક્યો છે કે તેઓ હવે પછી ક્યારે ડ્રગ્સ નહીં લે.

5. રાજકારણમાં જનારા 10 DGPની કહાણી
બિહારના ભૂતપૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેય અત્યારે ચર્ચામાં છે. તેમણે નિવૃત્તિના પાંચ મહિના અગાઉ VRS લીધું છે. તેમનો દાવો છે કે તેમને 14 જેટલી અલગ-અલગ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઓફર મળી છે. તેઓ એકમાત્ર DGP નથી કે જે રાજકારણમાં આવ્યા છે. વર્ષ 1980ના દાયકામાં બિહારના ભાગલપુરમાં આંખ ફોડવાના કાંડ વ્યાપક ચર્ચામાં હતો. ત્યાના SP રહેલા વિષ્ણુ દયાલ રામ બાદમાં ઝારખંડના DPG બન્યા અને હવે પલામુથી સાંસદ છે. (વાંચો વિગતવાર સમાચાર)
6. IPLમાં રોહિતનો નવો રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા IPLમાં કોઈપણ ટીમ સામે સૌથી વધારે રન બનાવનારની યાદીમાં સૌથી ઉપર છે. રોહિતે બુધવારે અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 54 દડામાં 80 રન બનાવ્યા. રોહિત કેકેઆર સામે 26 મેચમાં 904 રન બનાવી ચૂક્યા છે. આ કોઈપણ બેટ્સમેનનો કોઈ એક ટીમ સામે સૌથી વધારે રન બનાવવાનો વિક્રમ છે. (વાંચો વિગતવાર સમાચાર)

હવે 25 સપ્ટેમ્બરનો ઈતિહાસ જોઈએ
1524 - વાસ્કો દ ગામા અંતિમ વખત વાઈસરોય બનીને ભારત આવ્યા.
1911 - ફ્રાંસના જંગી જહાજ લિબ્રિટેમાં ટૂલોન હાર્બર પર બ્લાસ્ટમાં 285 લોકોનાં મૃત્યુ.
1916 - ભારતીય જનસંઘના સંસ્થાપક સભ્ય પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ થયો.
2010 - હિન્દીના સાહિત્યકાર કનૈયાલાલ નંદનનું અવસાન.

અન્ય સમાચારો પણ છે...