• Gujarati News
  • National
  • India China Ladakh Border Tension Update | China And India Ready To Withdraw Troops On Line Of Actual Control (LAC)

લદ્દાખમાં ચીન બેક ફૂટ પર:ગલવાન ઝપાઝપીના 21 દિવસ પછી ચીનની સેના 2 કિમી પાછી ખસી, તણાવ ઘટાડવા સૈન્ય ઓફિસરોની મીટિંગ થઈ

લદ્દાખ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારત-ચીન વચ્ચે 15 જૂને ગલવાનમાં થયેલી ઝપાઝપીમાં 20 જવાન શહીદ થયા હતા
  • તણાવ ઓછો કરવા બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક અને આર્મી લેવલની વાતચીત થઈ રહી છે

ગલવાન ઝપાઝપીના 21 દિવસ પછી ચીન LAC પર 2 કિમી પાછળ ખસી ગઈ છે. 15 જૂનની ઝપાઝપી પછી બંને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની મીટિંગસની સાથે છેલ્લા 48 કલાકોથી ચાલતા સતત પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારની અચાનક લદ્દાખ મુલાકાત પછી બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન વધી ગયો હતો. મોદીએ લદ્દાખ સીમાથી નામ લીધા વગર ચીનને પડકાર આપ્યો હતો કે તેણે વિસ્તારવાદી નીતિ છોડી દેવી જોઈએ.

30 જૂને બંને દેશોના આર્મી ઓફિસર્સ વચ્ચેની મીટિંગમાં વિવાદવાળા વિસ્તારોમાંથી સૈનિકોએ પીછે હટ કરવા માટે સહમતી દર્શાવી હતી. જોકે ગલવાનના ઉંડાઈ વાળા વિસ્તારમાં ચીનની બખ્તરબંધ ગાડિયો અત્યારે પણ હાજર છે. ભારતીય સેનાની સ્થિતિ ઉપર સતત નજર છે. ભારત-ચીન વચ્ચે 15 જૂને ગલવાનમાં થયેલી ઝપાઝપીમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ચીનના 40 સૈનિકો ઠાર કરવામાં આવ્યા હતા. જોકે તેમણે આ વાત સ્વીકારી નથી.

લદ્દાખમાં જવાનો માટે સ્પેશિયલ ટેન્ટનો ઓર્ડર આપવામાં આવશે
લદ્દાખમાં ભારતે 30 હજાર વધુ જવાન તહેનાત કર્યા છે. તેમને ઠંડીથી બચાવવા માટે ઈમરજન્સી ઓર્ડર આપવામાં આવશે. સેનાના સીનિયર ઓફિસર્સનું માનવું છે કે, ચીન સાથેનો તણાવ લાંબો ચાલી શકે છે, તેથી સ્પેશિયલ ટેન્ટ્સની જરૂર પડી શકે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ચીને પણ તેમના સૈનિકોને ખાસ પ્રકારના ટેન્ટ્સમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

હોવિત્ઝર માટે ગોળા ખરીદવામાં આવશે
ભારતીય સેના તેમની અલ્ટ્રા લાઈટ હોવ્તિઝર તોપ (M-777) માટે વધારે ગોળા ખરીદશે. આ તોપ વજનમાં એટલી હલકી છે કે, તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...