• Gujarati News
  • National
  • Photo Released By India In Response To China's Video; 30 Armed Indian Soldiers With Tricolor On LAC

ચીનના દુષ્પ્રચાર પર ભારત:ચીનના વીડિયોના જવાબમાં ભારતે બહાર પાડ્યો ફોટો; તિરંગાની સાથે 30 સશસ્ત્ર ભારતીય સૈનિક LAC પર તહેનાત

18 દિવસ પહેલા

નવા વર્ષના પ્રસંગે ગલવાનમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેનો એક ફોટો બહાર આવ્યો છે. જોકે હજી સુધી આ ફોટાની પુષ્ટિ આર્મીએ કરી નથી. ન્યુઝ એજન્સી એએનઆઈએ સિક્યોરિટી સૂત્રોના આધારે આ બે ફોટા બહાર પાડ્યા છે. તસ્વીરમાં આર્મીના 30 જવાન તિરંગાની સાથે જોવા મળી રહ્યાં છે. જવાનના હાથમાં હથિયાર છે. એક તિરંગો ભારતીય ચોકી પર લહેરાઈ રહ્યો છે અને બીજો તિરંગો જવાનના હાથમાં છે.

આ તસ્વીર એ વીડિયો પ્રકાશમાં આવ્યા પછી બહાર આવી છે, જેમાં PLAના સૈનિક ગલવાનમાં પોતાના વિસ્તારમાં ચીનનો ધ્વજ ફરકાવી રહ્યાં છે અને રાષ્ટ્રગાન ગઈ રહ્યાં છે. હવે ભારતીય જવાનોની તસ્વીરોને ગલવાનમાં ચીનના દુષ્ટપ્રચારના જવાબ તરીકે જોવામાં આવી રહી છે, જેમાં LAC પર ભારતીય સશસ્ત્ર જવાન તહેનાત દેખાઈ રહ્યાં છે.

રિપોર્ટના જણાવ્યા મુજબ, ભારતીય આર્મી અને ચીનના જવાનોએ પશ્ચિમ લદ્દાખમાં એક-બીજાને મીઠાઈઓ વહેંચી હતી. હોટ સ્પ્રિંગ્સ, ડેમચોક, નાથૂલા અને કોંગરા લો વિસ્તારમાં બંને તરફથી મીઠાઈઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

ચીનના સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવ્યો વીડિયોઃ ચીનના એક વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ગલવાનમાં ચીન ઝંડો ફરકાવી રહ્યું છે, તેવો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખવામાં આવ્યું હતું- 2022ના પ્રથમ દિવસે ગલવાન ઘાટી પર ચીન ઝંડો ફરકાવી રહ્યું છે. આ ઝંડો ખાસ છે, કારણ કે તેને એક વખત બીજિંગના તિયાનમેન સ્ક્વાયર પર પણ ફરકાવવામાં આવ્યો હતો.

રાહુલે મોદી પાસે જવાબ માંગ્યોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો પ્રકાશમાં આવ્યા પછી સોશિયલ મીડિયા પર લખ્યું હતું- ગલવાન પર આપણો તિરંગો જ સારો લાગે છે. ચીને જવાબ આપવો પડશે. મોદી જી, મૌન તોડો.

ભારતીય આર્મીએ જવાબ આપ્યોઃ ચીનના વીડિયો પર વિવાદ વધ્યા પછી ભારતે કહ્યું કે ચીને ગલવાન ઘાટીના જે વિસ્તારમાં ઝંડો ફરકાવ્યો, તે વિસ્તાર હમેશાથી તેના કબજામાં જ રહ્યો છે અને આ ક્ષેત્રને લઈને કોઈ નવો વિવાદ નથી. ભારતીય આર્મી સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.

અન્ય સમાચારો પણ છે...