તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India Can Get First Lady CJI, Centre's Approval In The Name Of Nine Justices Of Supreme Court Collegium

સુપ્રીમમાં 9 જજની નિયુક્તિને મંજૂરી:ભારતને મળી શકે છે પ્રથમ મહિલા CJI, સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નવ જસ્ટિસનાં નામ પર કેન્દ્રની મહોર

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના 2 જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક
  • ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા 9 જસ્ટિસની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવ જજમાં ત્રણ મહિલા જજનો પણ સમાવેશ થાય છે. આ નામોમાંથી કોઈ એક આવનારા સમયમાં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ બની શકે છે. કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલાં નામોમાં કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટિસ બીવી નાગારત્ના, તેલંગાણા હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ છે.

હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જસ્ટિસ
આ સિવાય કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ, સિક્કિમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર મહેશ્વરી, સીટી રવિકુમાર (કેરળ હાઇકોર્ટમાં જજ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઇકોર્ટમાં જજ) સામેલ છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. નવ જજની નિમણૂક બાદ પણ સર્વોચ્ચ અદાલતમાં એક પદ ખાલી રહેશે.

જસ્ટિસ નાગારત્ન ભારતનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે
કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલાં નામોમાં જસ્ટિસ નાગારત્ન ભારતનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. જોકે તેઓ 25 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર 2027 સુધી જ આ પદ સંભાળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા અને ન્યાયમૂર્તિ ઉદય યુ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચુડ અને એલ. નાગેશ્વર રાવ સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...