• Gujarati News
  • National
  • India Absent In Exercise With China, Pakistan In Russia Amid Tensions With China On Eastern Ladakh Border

સ્પષ્ટ સંદેશ:પૂર્વ લદાખ સરહદે ચીન સાથે તંગદિલી વચ્ચે રશિયામાં ચીન, પાકિસ્તાન સાથે કવાયતમાં ભારત ગેરહાજર

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રશિયાના અસ્ટ્રાખાનમાં 15થી 26 સપ્ટે. દરમિયાન યોજાનારી આ કવાયતને કાવકાજ-2020 નામ અપાયું છે. - Divya Bhaskar
રશિયાના અસ્ટ્રાખાનમાં 15થી 26 સપ્ટે. દરમિયાન યોજાનારી આ કવાયતને કાવકાજ-2020 નામ અપાયું છે.

પૂર્વ લદાખ સરહદે ચીન સાથે તંગદિલી વચ્ચે ભારત રશિયામાં યોજાનારી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં નહીં જોડાય. સત્તાવાર રીતે કોઇ કારણ નથી જણાવાયું પરંતુ આ કવાયતમાં ચીન અને પાક. પણ જોડાયા છે તે આ નિર્ણય પાછળનું ખાસ કારણ મનાય છે. રશિયાના અસ્ટ્રાખાનમાં 15થી 26 સપ્ટે. દરમિયાન યોજાનારી આ કવાયતને કાવકાજ-2020 નામ અપાયું છે. તેમાં ચીન, પાક. તથા શાંઘાઇ સહયોગ સંગઠનના સભ્ય દેશો સહિત 20 દેશ ભાગ લેશે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે સાઉથ બ્લોકમાં વિદેશમંત્રી એસ. જયશંકર તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની ઉપસ્થિતિમાં મળેલી બેઠક બાદ ચર્ચા કરાઇ કે જ્યાં ચીન અને પાક.ના સૈન્યકર્મી પણ હાજર રહેવાના છે તેવી બહુપક્ષીય કવાયતમાં ભાગ લેવાનું ઠીક નહીં રહે. ઉલ્લેખનીય છે કે લદાખ સરહદે તથા પાકિસ્તાન સરહદે કાશ્મીરમાં ચાલી રહેલી તંગદિલીના પગલે ભારત હાલમાં રશિયામાં યોજાયેલી કવાયતમાં ભાગ લેવા માંગતું નથી.

અન્ય સમાચારો પણ છે...