તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Independence Day, 15 August 2020 Celebrations Advisory By Ministry Of Home Affairs (MHA)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ પર કોરોનાની અસર:ગૃહ મંત્રાલયની એડવાઈઝરી- સામૂહિક આયોજન ન કરો, ટેક્નોલોજીના ઉપયોગથી ઉજવણી કરો

નવી દિલ્હી4 મહિનો પહેલા
આ તસવીર ગત વર્ષના 15 ઓગસ્ટની છે. આ વખતે મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારને એડવાઈઝરી જાહેર કરી છે(ફાઈલ તસવીર)
  • 15 ઓગસ્ટના કાર્યક્રમ અંગે ગૃહ મંત્રાલયની એડવાઈઝરી સરકારી ઓફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલને મોકલવામાં આવી છે
  • રાજ્ય સરકારને સલાહ-કાર્યક્રમ માટે ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સ અને સફાઈકર્મીઓને સન્માનિત કરવા માટે સમારોહમાં બોલાવો

કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઈઝરી જાહેર કરી છે. જે તમામ સરકારી ઓફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઈઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામૂહિક આયોજનો ન કરવાની સલાહ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આઝાદીના પર્વની ઉજવણી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનીસ્ટ્રીએ આ સલાહ દેશમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આપી છે.

સંક્રમણનું જોખમ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસટન્સીંગ, માસ્ક, સેનેટાઈઝેશન જેવા ઉપાયો અપનાવવા પડશે. ભીડ ભેગી ન કરવા માટે તેનું ધ્યાન રાખવું પડશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. વેબ કાસ્ટ દ્વારા સમારોહનું સીધું પ્રસારણ કરવું જોઈએ. 

રાજ્ય સરકારને સલાહ
 રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડોક્ટર્સ, અન્ય હેલ્થ વર્કર્સ અને સફાઈ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારોહમાં આમંત્રિત કરો. એવા લોકો જેમણે કોરોનાને હરાવ્યો છે, એટલે એવા લોકો જે સાજા થયા છે, તેમને પણ સમારોહમાં બોલાવી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો