તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Income Tax Raid On Bhaskar Group; Bhopal, Madhya Pradesh, Delhi, Rajasthan, Gujrat, Maharashtra, Dainik Bhaskar Group

સાચા પત્રકારત્વથી ડરી સરકાર:ગંગામાં મૃતદેહોથી લઈને કોરોનાથી થયેલાં મોતના સાચા આંકડા દેશની સામે રજૂ કરનારા ભાસ્કર ગ્રુપ પર સરકારના દરોડા

6 દિવસ પહેલા

કોરોનાની બીજી લહેર દરમિયાન દેશની સામે સરકારી ખામીઓની સાચી તસવીર રજૂ કરનારા ભાસ્કર ગ્રુપ પર સરકારે દરોડા પાડ્યા છે. ભાસ્કર ગ્રુપની ઘણી ઓફિસો પર ગુરુવારે સવારે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આઇટી વિભાગની ટીમે દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત ઘણી ઓફિસોમાં જઈને કાર્યવાહી કરી છે.

એ સાથે જ આઈટીની ટીમે ભાસ્કરમાં કામ કરતા ઘણા લોકોનાં ઘરે જઈને પણ દરોડા પાડ્યા છે. ઓફિસોમાં હાજર લોકોના મોબાઈલ જપ્ત કરી લીધા છે અને તેમને બહાર પણ જવા દેવાતા નથી. નાઈટ શિફ્ટના લોકોને પણ ઓફિસમાંથી બહાર જતા રોકવામાં આવ્યા છે. દરોડામાં સામેલ અધિકારીઓનું કહેવું છે કે આ તેમનો પ્રોસેસનો ભાગ છે અને પંચનામું કર્યા પછી તેમને જવા દેવામાં આવ્યા. ડિજિટલની નાઈટ ટીમ બપોરે સાડાબાર વાગે ઘરે જઈ શકી છે.

શું તમે દિવ્ય ભાસ્કરના નીડર પત્રકારત્વની સાથે છો? જવાબ આપવા માટે અહીં ક્લિક કરો...

ભોપાલ અને અમદાવાદ સહિત જ્યાં જ્યાં દરોડા પડ્યા છે ત્યાં ભાસ્કરની ડિજિટલ વિંગમાં મહિલા કર્મચારીઓ પણ હાજર છે. ચોંકાવનારી વાત એ છે કે આઈટીની ટીમમાં કોઈ મહિલા કર્મચારી નથી. સિનિયર અધિકારીઓએ અત્યારસુધીમાં આ કાર્યવાહીનું કોઈ ચોક્કસ કારણ પણ રજૂ કર્યું નથી.

અમારા પત્રકારત્વથી કેમ ડરી સરકાર, નજર કરી લો
બીજી લહેર દરમિયાન 6 મહિના સુધી ભાસ્કરે દેશ અને કોરોના પ્રભાવિત મુખ્ય રાજ્યોમાં વાસ્તવિક સ્થિતિને સમગ્ર દેશની સામે રજૂ કરી હતી. ગંગામાં મૃતદેહો તરવાની વાત હોય કે કોરોનાને કારણે થયેલાં મૃત્યુના આંકડા છુપાવવાની વાત હોય, ભાસ્કરે નીડર પત્રકારત્વ દાખવી જનતાની સામે સત્ય રજૂ કર્યું... જુઓ અમુક રિપોર્ટ્સ

અન્ય સમાચારો પણ છે...