ગોવામાં કૉંગ્રેસ ઉપર સંકટ:કૉંગ્રેસના 4 ધારાસભ્ય CM હાઉસ પહોંચ્યા, પાર્ટીનો દાવો-રૂપિયા 40 કરોડની ઓફર મળી, વિપક્ષના નેતા હટાવાયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂતપુર્વ CM દિગંબર કામત સહિત 9 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શકયતા

મહારાષ્ટ્ર બાદ હવે પડોશી રાજ્ય ગોવાની રાજનીતિમાં હલચલ હોવાના અહેવાલો છે. સૂત્રો અનુસાર ગોવામાં કોંગ્રેસ ફરી એકવાર તૂટવાના આરે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં ગોવાના 11માંથી 10 ધારાસભ્ય સત્તાધારી પાર્ટી બીજેપીમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસ નેતા દિનેશ ગુંડુ રાવ પક્ષપલટો રોકવાના પ્રયાસમાં લાગી ગયા છે. સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.

બીજેપીએ 40માંથી 20 સીટો પર જીત નોંધાવી અને ત્રણ અપક્ષ ઉમેદવારોની મદદથી સરકાર રચી. ચૂંટણી પહેલા પક્ષપલટાના ડરથી કોંગ્રેસે પાર્ટીના ઉમેદવારોને ઈશ્વરની સામે શપથ લેવડાવ્યા હતા કે તેઓ જીત્યા બાદ પક્ષ નહીં બદલે. જોકે કોંગ્રેસે આ અહેવાલોનું ખંડન કર્યું છે કે તેમના કોઈ ધારાસભ્ય બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે. ગોવામાં કોંગ્રેસના હાલમાં 11 ધારાસભ્ય છે. અહેવાલો મુજબ તેમાંથી 10 હવે બીજેપીમાં સામેલ થઈ શકે છે. જો આવું થાય છે તો પાર્ટીનું તૂટવું લગચગ નક્કી છે. કારણ કે આટલી સંખ્યામાં પક્ષપલટો કરનારા ધારાસભ્યો પર કોઈ કાર્યવાહી પણ ન થઈ શકે.

માઈકલ લોબો આ વર્ષના જાન્યુઆરીમાં ભાજપ છોડી કૉંગ્રેસમાં સામેલ થયા હતા
માઈકલ લોબો આ વર્ષના જાન્યુઆરીમાં ભાજપ છોડી કૉંગ્રેસમાં સામેલ થયા હતા

બીજી બાજુ, ગોવા કૉંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ ગિરીશ ચોડનકરે આરોપ લગાવ્યો છે કે પાર્ટીના ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે રૂપિયા 40 કરોડની ઓફર થઈ છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે ચોડનકરે કહ્યું કે બિઝનેસમેન તથા કોલસા માફિયાઓ દ્વારા કૉંગ્રેસને ફોન કરવામાં આવી રહ્યો છે.

ગોવામાં કૉંગ્રેસના 11 ધારાસભ્ય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 9 ધારાસભ્ય ગમે ત્યારે ભાજપમાં સામેલ થવા અંગે જાહેરાત કરી શકે છે. આ પૈકી 1 અથવા 2ને પ્રમોદ સાવંત સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવી શકે છે. શનિવારે આ ધારાસભ્યોની ગોવાની એક હોટલમાં બેઠક પણ યોજાઈ ચુકી છે. અલબત આ જગ્યાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.

કૉંગ્રેસે કહ્યું-તમામ ધારાસભ્ય એકજૂટ છે
કૉંગ્રેસે આ સમચારાને નકારી દીધા છે. ગોવા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરીશ ચોડનકરે ભાસ્કર સમક્ષ માહિતીની પુષ્ટી કરી છે કે અમારો એક પણ ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે નહીં. આ ફક્ત અફવા છે. શનિવારે જે ધારાસભ્ય હોટલમાં મળ્યા હતા તેઓ સોમવારે શરૂ થવા જઈ રહેલા સત્ર અંગે ચર્ચા કરવા મળ્યા હતા.

નારાજ ધારાસભ્યોને મનાવવા કૉંગ્રેસ કામે લાગી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીથી નારાજ ધારાસભ્યોને મનાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે.AICC ગોવા પ્રભારી દિેનેશ ગુંડુ રાવ ધારાસભ્યોને મનાવવા માટે કામે લાગ્યા છે. જોકે ગુંડુ રાવે કહ્યું કે આવતીકાલે અમે ગોવામાં CLPની બેઠક યોજી હતી. પાર્ટીના તમામ ધારાસભ્યો એક સાથે છે. ભાજપ અમારા ધારાસભ્યોને ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે એ વાતને નકારી દીધી કે કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો દિલ્હીમાં છે.

અન્ય સમાચારો પણ છે...