• Gujarati News
 • National
 • Inaugurating The Museum, Modi Said, "The Whole World Is Watching Us During The War."

PM મ્યુઝિયમનું ઉદ્ઘાટન:મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરતાં મોદીએ કહ્યું- યુદ્ધના સમયે આખી દુનિયા આપણી તરફ જોઈ રહી છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • PM મ્યુઝિયમ સ્વતંત્ર ભારતના તમામ વડાપ્રધાનોની સંપૂર્ણ કહાની જણાવશે

દેશના 15 વડાપ્રધાનોની માહિતી સાથે તૈયાર કરાયેલા વડાપ્રધાન મ્યુઝિયમનું ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મોદીએ કહ્યું કે આ મ્યુઝિયમમાંથી લોકો આઝાદીથી લઈને અત્યાર સુધીના દેશ વિશે જાણી શકશે. આ સાથે યુવાનો અહીં ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય વિશે પણ વિચારી શકશે.

મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે એક-બે અપવાદોને બાદ કરતાં આપણે ત્યાં લોકશાહીને મજબૂત કરવાની પરંપરા રહી છે. તેમણે કહ્યું કે આજે જ્યારે યુદ્ધ સંકટથી વિશ્વ ઘેરાયેલું છે. ત્યારે તેઓ વિશ્વાસની નજરોથી આપણી તરફ જોઈ રહ્યા છે.

પીએમએ પોતે પણ મ્યુઝિયમમાં પ્રવેશ કરતી વખતે ટિકિટ ખરીદી હતી. જ્યારે, મ્યુઝિયમમાં પીએમ મોદીની તસવીર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સામે લગાવેલી છે.

મોદીના ભાષણની ખાસ વાતો

 • ભારતના ઈતિહાસની મહાનતા, ભારતની સમૃદ્ધિના સમયગાળાથી આપણે સૌ પરિચિત છીએ. અમને હંમેશા તેના પર ખૂબ ગર્વ રહ્યો છે. ભારતનો વારસો અને ભારતના વર્તમાનથી, વિશ્વ સાચા રુપમાં પરિચિત થાય, તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
 • કેટલાક અપવાદોને બાદ કરતાં, આપણે ત્યાં લોકશાહીને મજબૂત કરવાની ગૌરવપૂર્ણ પરંપરા રહી છે. તેથી, અમારી પણ જવાબદારી છે કે આપણા પ્રયાસોથી લોકશાહીને મજબૂત કરતા રહીએ.
 • જ્યારે દેશની ભાવિ પેઢી ઈતિહાસ વિશે જાણશે ત્યારે તેને ભવિષ્ય સુધારવાની તક મળશે.
 • રાષ્ટ્રકવિ દિનકરની કવિતાનો ઉલ્લેખ કરતાં પીએમએ કહ્યું- પ્રિયદર્શન ઇતિહાસ કંઠમેં, આજે ધ્વનિત હો કાવ્ય બને. વર્તમાન કી ચિત્રપટી પર, ભૂતકાળ સમ્ભાવ્ય બને.

2018માં શરૂઆત થઈ હતી
આશરે રૂ. 271 કરોડના ખર્ચે બનેલા આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનોના જીવન દર્શનને વિગતવાર સંગ્રહ કરવામાં આવ્યો છે. તેને કેન્દ્ર સરકારે 2018માં મંજૂરી આપી હતી. ચાર વર્ષમાં તે તૈયાર થઈ ગયું.

આ મ્યુઝિયમ નેહરુ મ્યુઝિયમમાં લગભગ 10 હજાર ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવ્યું છે. ભારતના બંધારણને પણ વડાપ્રધાનના મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સ્વતંત્રતા બાદ ભારતની કહાનીને દેશનાં વડાપ્રધાનોના જીવન અને યોગદાન દ્વારા કહેશે. તેમાં ભવિષ્યના તમામ વડાપ્રધાનો માટે પણ પૂરતી જગ્યા છે.

તમામ વડાપ્રધાનો વિશે લોકો જાણી શકશે
સરકારના જણાવ્યા અનુસાર આ મ્યુઝિયમ દેશના તમામ વડાપ્રધાનો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે. લોકો તેમના વિઝન વિશે જાણી શકશે. વડાપ્રધાનના મ્યુઝિયમની મુલાકાત લઈને યુવાનો કંઈક નવું શીખશે. તેઓ જોશે કે કેવી રીતે આ વડાપ્રધાનોએ રાષ્ટ્ર નિર્માણમાં કણ-કણને જોડ્યા છે.

અત્યાર સુધીમાં અહીં નહેરુની સાથે જોડાયેલી યાદો જ હતી
ત્રણમૂર્તિ ભવનના 45 એકરના કમ્પાઉન્ડમાં બનેલું ભવ્ય વડાપ્રધાનનું મ્યુઝિયમ સ્વતંત્ર ભારતના તમામ વડાપ્રધાનોની સંપૂર્ણ કહાની સાથે તૈયાર છે. ​​​​​​​ત્રણમૂર્તિ બિલ્ડીંગ જેમાં અત્યાર સુધી પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ સાથે જોડાયેલી યાદોનું મ્યુઝિયમ હતું, હવે ત્યાં દેશના તમામ વડાપ્રધાનોની સાથે-સાથે મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને જય પ્રકાશ નારાયણ (જેપી)ના વ્યક્તિત્વ અને કાર્યનો પરિચય આપવામાં આવ્યો છે.

મ્યુઝિયમ વિશે ખાસ વાતો

 • દિલ્હીના ત્રણ મૂર્તિ એસ્ટેટમાં સ્થિત આ મ્યુઝિયમમાં અત્યાર સુધીના તમામ 15 ભારતીય વડાપ્રધાનોના જીવન અને સમય અને યોગદાનને દર્શાવવામાં આવ્યું છે.
 • જેમાં ઘણા પૂર્વ વડાપ્રધાનો સંબંધિત કલેક્શન હશે. દુર્લભ ફોટોગ્રાફ્સ, ભાષણો, વિડિયો ક્લિપ્સ, અખબારો, ઇન્ટરવ્યુ અને ભૂતપૂર્વ વડાપ્રધાનોના મૂળ લખાણો અહીં પ્રદર્શિત કરવામાં આવશે.
 • તેનો ઉદ્દેશ્ય તમામ વડાપ્રધાનોના નેતૃત્વ, વિઝન અને સિદ્ધિઓ વિશે યુવા પેઢીને સંવેદનશીલ બનાવવાનો અને પ્રેરણા આપવાનો છે.
 • તેનું નિર્માણ નવા ભારતને આકાર આપવાની કહાનીથી પ્રેરણાદાયી છે.
 • તેની ડિઝાઇનમાં ટકાઉ અને ઉર્જા સંરક્ષણ પ્રથાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ દરમિયાન એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી.
 • તેના ઉદ્ઘાટનની તારીખ, 14 એપ્રિલ એટલા માટે પસંદ કરવામાં આવી છે કારણ કે વડાપ્રધાનોએ બંધારણનું પાલન કરતા કામ કર્યું છે.
 • આ 271 કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. 2018માં કેન્દ્ર સરકારે તેની મંજુરી આપી હતી.
 • સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ વડાપ્રધાનોની ગેલેરીને તેમના કાર્યકાળ મુજબ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...