ભાવવધારો:શિયાળામાં 20-30 રૂપિયે કિલો મળતા ટામેટાંનો ભાવ 100ને પાર

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંધ્ર, કર્ણાટકમાં પૂરને કારણે પાક ધોવાતાં ભાવ આસમાને

શાકભાજીના અને ખાસ કરીને ટામેટાંના ભાવ આસમાને છે. સામાન્ય રીતે શિયાળામાં 2030 રૂપિયે કિલોના ભાવે મળતા ટામેટાંનો ભાવ દેશના ઘણા શહેરોમાં કિલોના 100 રૂપિયાથી પણ વધારે થઇ ચૂક્યો છે. આંધ્ર અને કર્ણાટકમાં પૂરને કારણે પાક ધોવાતાં ટામેટાંના ભાવ આસમાને છે.

આ બંને રાજ્યમાં અગાઉ ખેતરમાંથી 27 કિલો ટામેટાંની ખરીદી 500 રૂપિયાના ભાવે થતી હતી, જે હવે 3,000 રૂ.ના ભાવે થાય છે. ટામેટાંના ભાવ આટલા ઊંચા કદાચ ક્યારેય નથી ગયા. ઓછા પાક અને વધુ માગ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પણ ટામેટાં ‘લાલ’ થઇ રહ્યા છે.

બેંગલુરુમાં ટામેટાંનો ભાવ 110 રૂપિયે કિલો અને ડુંગળી 60 રૂપિયે કિલો છે. મુંબઇમાં ડુંગળી 60 રૂપિયે અને ટામેટાં 80 રૂપિયે કિલોના ભાવે મળે છે. દિલ્હીમાં પણ ટામેટાંનો ભાવ 70થી 100 રૂપિયે કિલો થઇ ચૂક્યો છે. શાકભાજીના હોલસેલર્સનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં શાકભાજી મોંઘા થયા છે.

ચેન્નઇમાં 160 રૂપિયે કિલો
ચેન્નઇમાં ટામેટાંનો ભાવ કિલોના 160 રૂ. થઇ ચૂક્યો છે. શહેરના કોયમબેડુ હોલસેલ માર્કેટમાં સોમવારે ટામેટાંની દોઢ ગણી ઓછી આવક થઇ, જે છેલ્લા 15 દિવસમાં સૌથી ઓછી આવક છે. રિટેલ માર્કેટમાં ટામેટાં 140થી 160 રૂપિયે કિલો મળી રહ્યા છે. ઍપ બેઝ્ડ ગ્રોસરી સ્ટાર્ટઅપ્સ 120 રૂપિયાના ભાવે વેચે છે.

અન્ય સમાચારો પણ છે...