તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In West Bengal, When The Elections Started With The Notification Before March 2, 171 New Cases Were Reported, And On April 18, 8419 New Corona Patients Were Registered.

પ્રાણ જાયે પર વૉટ ના જાયે:પશ્ચિમ બંગાળમાં 2 માર્ચ પહેલાં નોટિફિકેશનથી ચૂંટણી શરૂ થઈ હતી, ત્યારે 171 નવા કેસ આવ્યા હતા, 18 એપ્રિલે 8419 નવા કોરોના દર્દી નોંધાયા

નવી દિલ્હી, કોલકાતા4 મહિનો પહેલા
મમતા બેનર્જી - ફાઇલ તસવીર
  • રાહુલ કોરોનાને જોતા હવે બંગાળમાં રેલી નહીં કરે, પરંતુ કોંગ્રેસના બાકી નેતાઓ કરશે
  • રાહુલે રેલીઓ રદ કરી ત્યારે કોંગ્રેસના અધીર રંજન માલદામાં તો અમિત શાહ બર્ધમાનમાં અને મમતા બરાકપુરમાં રેલી સંબોધતા હતા

પશ્ચિમ બંગાળના ચૂંટણી માહોલમાં રવિવારે એક નવો રંગ જોવા મળ્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બંગાળની પોતાની તમામ રેલીઓ રદ કરતા કહ્યું કે, ‘આ રેલીઓમાં ભીડ ભેગી થવાથી સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. બાકીના નેતાઓએ પણ આ અંગે વિચાર કરવો જોઈએ.’ આ દરમિયાન કોંગ્રેસે એક વીડિયો જારી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકાકરી છે. તેમાં કહેવાયું છે કે, ‘વડાપ્રધાન રેલીઓમાં ભીડ થાય તેના વખાણ કરી રહ્યા છે.’ જોકે, બંગાળમાં રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસના તમામ નેતાઓની રેલીઓ જારી રહેશે.

  • હું બંગાળમાં મારી તમામ રેલી રદ કરું છું. કોરોનાના કારણે એ જરૂરી છે. બાકીના નેતાઓ પણ આ અંગે વિચારે. -રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા
  • રાહુલ રેલી કરે કે ના કરે ફરક નથી પડતો. તેમની રેલીમાં લોકો આવતા જ નથી, હવે તેઓ પોતાને બચાવવા આવું કરી રહ્યા છે. - કૈલાશ વિજયવર્ગીય, બંગાળ ભાજપ પ્રભારી
  • અમે ચૂંટણીના બાકીના તબક્કા મર્જ કરવાનું કહ્યું હતું, ના માન્યા. ભાજપ રાજ્યમાં રેલીઓ કરી રહ્યું છે. જ્યાં સુધી તેઓ કરશે, ત્યાં સુધી અમે પણ કરીશું. - સૌગત રાય, તૃણમૂલ સાંસદ

રવિવારે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં બંગાળમાં પોતાની રેલીઓ રદ કરવાની જાહેરાત કરી, ત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ જ નહીં, કોંગ્રેસના નેતા પણ રેલી સંબોધી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી માલદામાં રેલી કરતા હતા, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બર્ધમાનમાં અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી બેરકપુરની રેલીમાં હતા. આ દરમિયાન મમતાએ રેલીમાં ફરિયાદ કરતા કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા પ્રચારનો સમય ઓછો કરી દેવાયો છે, જેથી દરેક ચૂંટણી સભામાં અમારે ભાષણનો સમય ઘટાડવો પડ્યો છે.

02 રેલી જ અત્યાર સુધી રાહુલ ગાંધીએ પં. બંગાળમાં કરી છે. વિપક્ષનું કહેવું છે કે, તેમની રેલીઓમાં ભીડ ઓછી હતી.
30થી વધુ રેલી મમતા બેનરજી અત્યાર સુધી કરી ચૂક્યા છે. તેઓ એક દિવસમાં સરેરાશ આઠથી દસ રેલી કે રોડ શૉ કરે છે.
04 રેલી વડાપ્રધાન મોદી 23 એપ્રિલે કરશે, જે તેમનો છેલ્લો ચૂંટણી પ્રવાસ હશે. અમિત શાહ હજુ 8 રેલી કરશે.

કારગીલથી વધુ લોકો કોરોનાથી મરે છે, રેલીઓ રોકોઃ પૂર્વ સેનાધ્યક્ષ
પૂર્વ સેનાધ્યક્ષ વી.પી. મલિકે કોરોનાકાળમાં ચૂંટણી રેલીઓ અને ખેડૂત આંદોલનમાં ભેગી થતી ભીડની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, બે મહિના સુધી ચાલેલા કારગીલ યુદ્ધમાં કુલ જેટલા સૈનિક શહીદ થયા હતા, તેનાથી વધુ મોત કોરોનાથી રોજ એક દિવસમાં થાય છે. આ પણ યુદ્ધ જ છે. તેથી રેલીઓ, આંદોલનો, ધાર્મિક કાર્યક્રમો બંધ કરો. હવે જાગી જાઓ.

વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય ‘હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરેઃ કપિલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે રવિવારે વડાપ્રધાન મોદીને અપીલ કરી હીત કે, દેશમાં તાત્કાલિક રાષ્ટ્રીય સ્તરે હેલ્થ ઈમર્જન્સીની જાહેરાત કરો. આ સાથે ચૂંટણી પંચને પણ અપીલ છે કે, તાત્કાલિક પ્રભાવથી ચૂંટણી રેલીઓ રોકો. હાલ દેશમાં સંક્રમણનો દર રિકવરી રેટથી ઝડપથી વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...