5 વર્ષની બાળકી પર કૂતરાના હુમલાનો VIDEO:વિદિશામાં બાળકી આઈસ્ક્રીમ લેવા માટે દોડતી જઈ રહી હતી, પાછળથી આવેલો કૂતરો બાળકી પર તુટી પડ્યો

વિદિશાએક મહિનો પહેલા
  • રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોએ કૂતરાના હુમલામાંથી બાળકીને બચાવી હતી

મધ્યપ્રદેશનાં વિદિશામાં 5 વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. તે બાળકો સાથે ઘરની બહાર નીકળી હતી. બાળકી શેરીમાં દોડતી જઈ રહી હતી ત્યારે પાછળ દોડીને આવેલો રખડતો કૂતરો તેના પર તૂટી પડ્યો હતો. કૂતરાએ હુમલો કરતા બાળકીના પગમાં ગંભીર ઈજા થઈ હતી. કૂતરાના હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઘટના શુક્રવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. નંદવાના નિવાસી મિલન અગ્રવાલની પાંચ વર્ષની પુત્રી આર્યા અગ્રવાલ આઈસ્ક્રીમ લેવા ઘરની બહાર નીકળી હતી. આર્યા બીજા બે બાળકો સાથે આઈસ્ક્રીમ લેવા દોડતી જઈ રહી હતી. બાળકોમાં સૌથી પાછળ આર્યા હતી, આ દરમિયાન અચાનક એક રખડતો કૂતરો તેની તરફ ધસી આવ્યો. કૂતરાએ આર્યાને જમીન પર પછાડી દીધી હતી. કૂતરાએ બાળકીના પગને મોઢામાં દબાવી રાખ્યો હતો. બાળકીના પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

બાળકીની ચીસો સાંભળીને રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકો તેને બચાવવા દોડી આવ્યા હતા. એક વ્યક્તિએ કૂતરાને બેગ અને પથ્થર મારીને બાળકીને કૂતરાના ચુંગાલમાંથી છોડાવી હતી. કૂતરાએ બાળકીના પગ પર ખરાબ રીતે બચકા ભર્યા હતા. બાળકીના પરિવારજનો અને પડોશીઓ તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને દાખલ કરવામાં આવી હતી.

દોડી રહેલી આર્ય પર કૂતરાએ પાછળથી હુમલો કર્યો હતો.
દોડી રહેલી આર્ય પર કૂતરાએ પાછળથી હુમલો કર્યો હતો.

રખડતા કૂતરાઓ સતત લોકો પર હુમલો કરી રહ્યા છે
નંદવાના રહેવાસી નવીન કોઠારીએ જણાવ્યું હતું કે અગાઉ પણ રખડતા કૂતરાઓ અંગે પાલિકાને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતા. તેમણે જણાવ્યું કે શહેરના રસ્તાઓ પર રખડતા કૂતરા અને આખલા લોકો પર હુમલો કરી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આર્યા જમીન પર પડતા જ કૂતરો તેના પર તૂટી પડ્યો હતો.
આર્યા જમીન પર પડતા જ કૂતરો તેના પર તૂટી પડ્યો હતો.

2 દિવસમાં 54 લોકોને કૂતરા કરડવાના કેસ
વિદિશા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં માત્ર 2 દિવસમાં 54થી વધુ લોકો કૂતરા કરડવાથી પહોંચ્યા છે. ડોક્ટર સમીર કિરારે જણાવ્યું કે 1 દિવસ પહેલા જ્યાં 30 વ્યક્તિ કૂતરા કરડ્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં હડકવાનું ઈન્જેક્શન લેલા માટે આવ્યા હતા. શનિવારે 24 ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમા નંદવાના વિસ્તારમાં રહેતા 5 વર્ષીય આર્યા અગ્રવાલ અને તિલક ચોક જામા મસ્જિદમાં રહેતા 6 વર્ષીય પુલકિત માલીનો પણ સમાવેશ થાય છે.

ઘણી જહેમત બાદ બે લોકોએ બાળકીને કૂતરાના ચુંગાલમાંથી છોડાવી હતી.
ઘણી જહેમત બાદ બે લોકોએ બાળકીને કૂતરાના ચુંગાલમાંથી છોડાવી હતી.
5 વર્ષની આર્યાના પગમાં ઊંડા ઘા છે. આર્યા હવે હોસ્પિટલમાં દાખલ છે.
5 વર્ષની આર્યાના પગમાં ઊંડા ઘા છે. આર્યા હવે હોસ્પિટલમાં દાખલ છે.

કૂતરા કરડવા મામલે ટોપ-5 જીલ્લા

જીલ્લો

કૂતરા કરડવાના કેસ (ઓગસ્ટ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી)

ઈન્દોર

29,094

જબલપુર

10,299

સીહોર

9,926

સતના

9,339

રતલામ

8,258

કૂતરુ કરડે તો શું કરવું
કોઈપણ જાનવર કરડે તો તરત જ હડકવા વિરોધી રસી લેવી:
ડોકટરો કહે છે કે કૂતરો હોય કે બિલાડી કે અન્ય કોઈ જાનવર માણસને કરડે તો વિલંબ કર્યા વગર હડકવા વિરોધી રસી નજીકની હોસ્પિટલમાં જઈને લેવી જોઈએ. જો કરડવાની જગ્યાએ લોહી નીકળી રહ્યું હોય, તો ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ લેવી જોઈએ. ડૉક્ટર દ્વારા જણાવાયેલ શેડ્યૂલ રસીનો ડોઝ લેવો જોઈએ. આના કારણે હડકવાનું જોખમ રહેતું નથી.

એપ પર કૂતરા કરડવાના દરેક કેસ નોંધાઈ રહ્યા છેઃ આરોગ્ય વિભાગે હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મોબાઈલ એપ તૈયાર કરી છે. NRCP નામની આ એપ ધરાવતા સામાન્ય લોકો, દર્દીઓને હડકવાની સારવાર માટે નજીકની હોસ્પિટલની માહિતી મળશે. જ્યારે, હોસ્પિટલોના સ્ટાફને કૂતરા અને પ્રાણીના કરડવાના દર્દીની વિગતો દાખલ કરવી અને રસીકરણ રિપોર્ટ કાઢવો સરળ બનશે. એપ પરથી તે જાણી શકાશે કે કયા દર્દીને હડકવા વિરોધી રસી મળી છે અથવા બાકી છે. આ રસી દર્દીને હડકવાથી બચાવશે.

અન્ય સમાચારો પણ છે...