તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Varanasi, The Husband Murdered His Wife And Buried The Corpse In The Courtyard, Secret When The Son Was Suspected

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારી ઘટના:વારાણસીમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ આંગણામાં દફનાવી, દીકરાને શંકા થતાં રહસ્ય ખુલ્યું

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘટના સ્થળે પોલીસ - Divya Bhaskar
ઘટના સ્થળે પોલીસ
 • પતિ તંત્ર-મંત્ર સાથે જોડાયેલો રહેતો હતો, તેના કારણે આંતરે દિવસે મારઝૂડ થતી હતી
 • લાશને દફનાવતી વખતે મીઠું નાખી દીધું હતું, કોઈએ કહ્યું હતું કે, તેનાથી ગળી જશે

લોહતા વિસ્તારના ભિટારી ગામમાં સોમવારે મોડી સાંજે પતિએ પત્નીની હત્યા કરીને લાશને આંગણામાં દફનાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. રાજેન્દ્ર પ્રસાદ પોતાના ઘરે જ રમકડાં બનાવવાનું કામ કરતો હતો. સોમવારે રાજેન્દ્રનો દીકરો અમર ઘરે પહોંચ્યો તો આંગણમાં માટીનો ઢગલો જોયો. પિતાને પૂછ્યું કે, મા ક્યાં છે. તે વિશે રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, તે સામાન લેવા બહાર ગઈ છે. થોડી વાર પછી રાજેન્દ્ર પ્રસાદ ઘરેથી ગાયબ થઈ ગયો હતો.

દીકરાએ પાવડાથી ખોદીને જોયું તો ગભરાઈ ગયો
મૃતકાની ઓળખ 45 વર્ષના આશા દેવી તરીકે થઈ છે. બીજી બાજુ રાજેન્દ્ર પ્રસાદ ફરાર થઈ ગયા પછી અમરને શંકા થઈ હતી. તેણે પાવડો લઈને માટીનો ઢગલો ખોદ્યો તો તેમાંથી તેની માતાનો મૃતદેહ મળ્યો હતો. પછી તેણે બુમો પાડવાની શરૂઆત કરી દીધી હતી. પડોશીઓએ ઘટનાની માહિતી પોલીસને આપી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ખાડામાંથી મૃતદેહ કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતદેહ ઉપર મોટી માત્રામાં મીઠું નાખવામાં આવ્યું હતું.
સીઓ ડોક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, રાજેન્દ્ર પ્રસાદે તેમની પત્ની આશા દેવીની હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તે પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો. મહિલાના શરીર પર ઈજાના નિશાન પણ છે. બીજી બાજુ મૃતકાના બંને દીકરાઓએ તેના પિતા પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો