તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Varanasi, People Gathered On The Ganges Ghats To Worship Lord Surya On Chhath, People Wished The Epidemic Corona Ended Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પર આસ્થા ભારે:ઉત્તરપ્રદેશમાં સૂર્યને અર્ધ્ય આપવા માટે ઘાટ પર ભીડ ઊમટી, શ્રદ્ધાળુઓએ મહામારી ઝડપથી સમાપ્ત થાય એવી પ્રાર્થના કરી

5 દિવસ પહેલા
ઉદીયમાન સૂર્યને અર્ધ્ય આપવા માટે વારાણસીના ગંગા ઘાટ પર ભીડ ભેગી થઈ.
  • વારાણસીમાં NDRFના જવાન તહેનાત રહ્યા હતા, પોલીસ ગંગા ઘાટ પર ડ્રોનથી નજર રાખી રહી હતી
  • કોરોનાને નજરઅંદાજ કરીને ઘાટ પર મહાપર્વની ઉજવણી કરાઈ

છઠ મહાપર્વ શનિવારે ઊગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે પૂરો થઈ ગયું છે. છઠ પૂજાના બીજા દિવસે સૂરજને અર્ધ્ય આપવા માટે ઘાટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ભેગી થઈ હતી, જ્યાં વારાણસી અને ગોરખપુરના ઘાટ પર શ્રદ્ધાળુઓએ સૂર્યને અર્ધ્ય આપ્યું. શ્રદ્ધાળુઓએ વાતચીતમાં કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે સૂર્ય તેના તેજથી કોરોના મહામારીને સમાપ્ત કરી દેશે. સવારે 6.39 વાગ્યે સૂર્યનો ઉદય થતાંની સાથે જ ઘાટ પર જયઘોષ થવા લાગ્યો હતો.

ગોરખપુર જિલ્લામાં કોરોના પર પર્વ ભારે
ગોરખપુર જિલ્લામાં છઠના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છઠ પર્વ પર એકઠી થયેલી ભીડ કોરોના પર્વ પર ભારે પડી છે. શાસનની તૈયારી પોલીસ સ્ટેશન અધ્યક્ષ પ્રમોદ ત્રિપાઠીના નેતૃત્વમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી હતી, પણ એટલી હદે ભેગી થયેલી ભીડને કારણે બધા પર પાણી ફેરવાઈ ગયું છે, હાલ પણ આ જ સ્થિતિ છે.

યુપીના ગોરખપુરમાં સવારે અર્ધ્ય આપી રહેલી મહિલાઓ.
યુપીના ગોરખપુરમાં સવારે અર્ધ્ય આપી રહેલી મહિલાઓ.

પોલીસ વારાણસીમાં બોટ અને ડ્રોનથી નજર રાખી રહી હતી
શીતલા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડને જોતાં માર્ગને થોડીક વાર માટે બંધ કરવો પડ્યો. લોક આસ્થાના મહાપર્વ પર લોકોમાં એક કામના એ હતી કે સુખ-સમુદ્ધિ સાથે વિશ્વમાંથી મહામારી સમાપ્ત થાય. નાના નાન કુંડ, તળાવમાં પણ મહિલાઓએ પૂજન કર્યું. ઘણાં સ્થળો પર લોકો ઢોલ નગાડા સાથે ઘાટ પર પહોંચ્યા. તો આ તરફ ગંગા ઘાટ પર સુરક્ષાને લઈ પોલીસ ગંગા બોટથી નજર રાખી રહી હતી, સાથે જ ડ્રોનથી પણ ભારે ભીડ પર નજર રાખવામાં આવી રહી હતી.

એસએસપી અમિત પાઠકે શાસ્ત્રી ઘાટ, રાજઘાટ, મણિકર્ણિકા, સિંધિયા ઘાટ સહિત ઘણાં સ્થળોનું નીરિક્ષણ કર્યું.
એસએસપી અમિત પાઠકે શાસ્ત્રી ઘાટ, રાજઘાટ, મણિકર્ણિકા, સિંધિયા ઘાટ સહિત ઘણાં સ્થળોનું નીરિક્ષણ કર્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો