તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Glacier Torn In Uttarakhand 'flooded Dhauli River; Crisis From Chamoli To Haridwar Escalates, High Alert Issued; News And Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ આપદા:તપોવનમાં રેસ્ક્યૂ ટીમે 26 મૃતદેહ બહાર કાઢ્યાં; 197 લોકો ગુમ, આ પૈકી 35 NTPCની ટનલમાં ફસાયા

દેહરાદૂન23 દિવસ પહેલાલેખક: હિમાંશુ ઘિલ્ડિયાલ
  • ચમોલી જીલ્લાના તપોવનમાં રવિવારે ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા અને ધૌલીગંગામાં પાણીની સપાટી વધી હતી
  • ખૂબ જ ઝડપથી આવેલા પાણી અને પથ્થરોને લીધે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ અને NTPC પ્રોજેક્ટને ભારે નુકસાન થયું

ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે સર્જાયેલી દુર્ઘટના પછીના બીજા દિવસે એટલે કે સોમવારે ફોકસ રેસ્ક્યૂ મિશન પર છે. રવિવારે ગ્લેશિયર તૂટીને સરોવરમાં પડ્યાં બાદ ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં પૂર સર્જાયું હતું. પાણી સાથે મોટા કદના પથ્થર પણ ખૂબ ગતિથી આવ્યા હતા. તેને લીધે તપોવન વિસ્તારમાં આવેલી ખાનગી ક્ષેત્રની કંપનીના ઋષિગંગા પાવર પ્રોજેક્ટ તથા NTPC પ્રોજેક્ટ સાઈટને સૌથી વધારે નુકસાન પહોંચ્યું હતું. NTPC પર બે ટનલમાં લોકો ફસાયા હતા. એક ટનલમાંથી 16 લોકોને ગઈકાલે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બીજા દિવસે એટલે કે સોમવારે આશરે અઢી કિલોમીર લાંબી બીજી સુરંગમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ અહીં આશરે 35 શ્રમીકો ફસાયેલા હોવાની વાત કહી છે. સોમવારે રાત્રે 8 વાગે આપવામાં આવેલી બ્રીફિંગ પ્રમાણે રેસ્ક્યૂ ટીમે તપોવન વિસ્તારમાંથી 26 મૃતદેહો અને 5 માનવ અંગ કાઢ્યાં છે.અહીં 2 પોલીસ કર્મચારીઓ સહિત 171 લોકો ગુમ હોવાની માહિતી મળી છે, તેમા બીજી ટનલમાં ફસાયેલા 35 લોકોનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું કે સમગ્ર ચમોલીની વાત કરીએ આ ઘટના બાદ 197 લોકો ગુમ છે.

સ્થળગુમ લોકો
રૈણી ગામ5
તપોવન ઋત્વિક કંપની121
કરછૌ2
રિંગી ગામ2
ઋષિગંગા કંપની46
ઓમ મૈટલ21
HCC3
તપોવન ગામ2

ટનલના 130 મીટર ભાગમાંથી કાદવ દૂર કરાયો
NTPC ની અઢી કિલોમીટર લાંબી બીજી ટનલમાં રવિવારે રાત્રે પાણી વધી ગયા બાદ બચાવ કામગીરી અટકાવવી પડી હતી. NDRFની ટીમે સોમવારે સવારે જળસ્તર ઘટ્યાં બાદ કામગીરી પુનઃ શરૂ કરી હતી. મોડી સાંજ સુધીમાં 130 મીટર હિસ્સામાંથી કાદવને દૂર કરવામાં આવ્યો છે. બીજી બાજુ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહે ફરી અસરકારક વિસ્તારમાં પહોંચ્યા છે. તેઓ સોમવારે રાત્રે પણ અહીં રોકાશે.

અઢી કિમી લાંબી સુરંગ બની પડકાર, CMએ કહ્યું-કાટમાળ હટાવવો મુશ્કેલ
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું હતું કે જે અઢી કિમી લાંબી ટનલ છે એમાંથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. ત્યાં કીચડ પણ છે. દોરડાના સહારે ITBPના જવાન આ ટનલના દરવાજા સુધી પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે આ ટનલમાંથી કાટમાળ હટાવવો મુશ્કેલ પડકાર છે. ધૌલીગંગા અને ઋષિગંગા મળે છે. આ જ કારણે ધૌલીગંગા પર 3 પોઈન્ટ પર કાટમાળ જામી ગયો છે.

દુર્ઘટના અંગે જાણકારી આપતી વખતે રાવતે ચોંકાવનારું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે રવિવાર સુધી મને તપોવન પ્રોજેક્ટ વિશે જાણ ન હતી.

ચમોલી દુર્ઘટનાઃ બીજા દિવસનું અપડેટ્સ..

  • DRDOના ડિફેન્સ જિયો-ઈન્ફોર્મેટિક્સ રિસર્ચ ઈસ્ટેબ્લિશમેન્ટ ડાયરેક્ટર ડો. એલકે સિન્હાએ જણાવ્યું કે અમારી ટીમે ચમોલીમાં દુર્ઘટના વાળા વિસ્તારના ગ્લેશિરનો એરિયલ સર્વે કર્યો. પહેલી વખત એવી ખબર પડી કે ગ્લેશિયરનો એક ટૂકડો સાકડી ઘાટીમાં પડ્યો હશે
  • તેમણે જણાવ્યું કે, ઘાટીમાં આનાથી એક સરોવર બન્યું, જે પછી ફુટી ગયું. જેના કારણે આવડી મોટી દુર્ઘટના સર્જાઈ. વૈજ્ઞાનિક ડેટાની સમીક્ષા કરી રહ્યાં છે. જરૂર પડશે તો ટીમ ફરી ઘટનાસ્થળની મુલાકાત લેશે.
  • NDRFએ કહ્યું હતું કે ટનલમાં કાટમાળ અને કાંપ જામી ગયો છે અને એને હટાવવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે.
  • આર્મીએ આખી રાત ઓપરેશન ચલાવીને એક ટનલનો દરવાજો ખોલ્યો છે. સર્ચ લાઈટ અને જનરેટર લગાવીને ઓપરેશન ચલાવ્યું છે.
  • ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ટનલમાંથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. મોટી ટનલને ઝડપથી ખોલવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
  • તપોવનની જે ટનલમાં 30 લોકો ફસાયા હોવાની આશંકા છે ત્યાં ITBPના 300 જવાન રેસ્ક્યૂમાં લાગી ગયા છે.
  • એરફોર્સના Mi-17 અને ALH હેલિકોપ્ટર્સે સોમવારે સવારે દેહરાદૂનથી જોશીમઠ માટે ઉડાન ભરી. એરિયલ રેસ્ક્યૂ અને રિલીફ મિશન શરૂ કર્યું
  • NDRF અને ITBPની ટીમ તપોવન વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ITBPના પ્રવક્તા વિવેક પાંડેય કહ્યું હતું કે જરૂર પડ્યે વધુ ટીમ મોકલવામાં આવશે.
NTPC પ્રોજેક્ટ સાઈટ પર એક ટનલમાંથી રેક્સ્યૂ ટીમે રવિવારે જ્યારે આ વર્કરને બહાર કાઢ્યો તો ખુશીથી નાચી ઊઠ્યા.
NTPC પ્રોજેક્ટ સાઈટ પર એક ટનલમાંથી રેક્સ્યૂ ટીમે રવિવારે જ્યારે આ વર્કરને બહાર કાઢ્યો તો ખુશીથી નાચી ઊઠ્યા.

રવિવારે મોડી રાતે નદીઓનો જળસ્તર ફરી વધ્યો હતો
રવિવારે સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડ્યો હતો. એને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધીન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. આ આપદામાં અહીં નુકસાન થયું છે.

dit Video Thumb

ITBPના જણાવ્યા પ્રમાણે, ઋષિગંગા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 15થી 20 શ્રમિકો લાપતા છે. આ સાથે જ NTPC પ્રોજેક્ટ પર આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયા હોવાની શક્યતા છે. પ્રોજેક્ટ સાઈટથી રાત્રે આઠ વાગ્યા સુધી આઠ જેટલા મૃતદેહ મળ્યા હતા. એની પુષ્ટિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કરી છે. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 25 લોકોને બચાવવામાં આવ્યા છે, જે પૈકી 12 તપોવન અને 13 રૈણીના છે.

આ તસવીર તપોવન ડેમની છે, જ્યાં ધૌલીગંગાનો જળસ્તર વધ્યા પછી ઘણું નુકસાન થયું છે.
આ તસવીર તપોવન ડેમની છે, જ્યાં ધૌલીગંગાનો જળસ્તર વધ્યા પછી ઘણું નુકસાન થયું છે.

ઉત્તરાખંડની આપદા ક્યારે આવી, કેવી રીતે આવી અને કેટલું નુકસાન થયું, 5 પોઇન્ટમાં સમજો....

1. ઋષિગંગા અને ધૌલીગંગામાં પાણીનો સ્તર વધ્યો
ચમોલીના તપોવન વિસ્તારમાં સવારે આશરે 10:30 વાગે ગ્લેશિયર તૂટીને ઋષિગંગામાં તૂટીને પડી ગયો. એને લીધે નદીનો જળસ્તર વધી ગયો. અહીં નદી રૈણી ગામમાં જઈને ધૌલીગંગાને મળે છે માટે એનો જળસ્તર પણ વધી ગયો. નદીઓના કિનારે વસેલાં ઘર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. ત્યાર બાદ આજુબાજુનાં ગામોને ખાલી કરવામાં આવ્યાં.

2. ઋષિગંગા અને NTPC પ્રોજેક્ટને નુકસાન
ઋષિગંગા નદીના કિનારે આવેલા રૈણી ગામમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે. અહીંથી આશરે 15-20 શ્રમિકો ગુમ છે. અહીં જોશીમઠ મલારિયા હાઈવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલો બ્રિજ પણ તૂટી ગયો છે. અહીં બચાવ ટીમ પહોંચી છે. ઋષિગંગાનું પાણી જ્યાં ધૌલીગંગામાં મળે છે, ત્યાં પણ જળસ્તર વધી ગયો. પાણી NTPC પ્રોજેક્ટમાં ઘૂસી ગયું. એને લીધે ગામને જોડતા બે ઝૂલા બ્રિજ પણ વહી ગયો. NTPC પ્રોજેક્ટ પર કામ કરનારા આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયાના સમાચાર છે.

3. અત્યારસુધી 10 મૃતદેહ મળી આવ્યા
અત્યારસુધી 10 મૃતદેહ મળી આવ્યા છે. NTPCની સુરંગથી 16 શ્રમિકોને બચાવવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમે સતત ઓપરેશન ચલાવી રહ્યા છે.

4. રેસ્ક્યૂમાં આર્મી અને એરફોર્સ જોડાયા
SDRF, NDRF, ITBP ઉપરાંત આર્મીએ પણ તેના 600 જવાન ચમોલી મોકલ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ Mi-17 અને ધ્રુવ સહિત ત્રણ હેલિકોપ્ટર રેસ્ક્યૂ મિશન પર મોકલ્યાં છે. વાયુસેનાએ કહ્યું હતું કે જરૂર પડશે તો વધુ એરક્રાફ્ટ મોકલવામાં આવશે.

5. શું હજુ પણ જોખમ છે?
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીના સ્તર ખતરાના નિશાનથી ઉપર જઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં ગંગાકિનારે વસેલાં શહેરોમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિજનોર, કન્નોજ,ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર,ગાજીપુર અને વારાણસી જેવા અનેક જિલ્લામાં અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

ગ્લેશિયર ફાટ્યું પછી ધૌલીગંગાનો જળસ્તર આ રીતે વધ્યો. કાંઠાનાં ઘણાં ઘર પાણીમાં વહી ગયાં.
ગ્લેશિયર ફાટ્યું પછી ધૌલીગંગાનો જળસ્તર આ રીતે વધ્યો. કાંઠાનાં ઘણાં ઘર પાણીમાં વહી ગયાં.

અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલઃ ત્રિવેન્દ્ર રાવત
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પ્રજાને અપીલ કરી છે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 જાહેર કર્યા છે. સરકારે અપીલ કરી છે કે આ ઘટના અંગે જૂના વીડિયો સર્ક્યુલેટ કરી અફવા ન ફેલાવવા અપીલ કરી છે. હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે અને માટે ત્યાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ આ આપત્તિમાં ઘણું નુકસાન પહોંચ્યું છે.
ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ આ આપત્તિમાં ઘણું નુકસાન પહોંચ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો