ઉત્તરપ્રદેશના શાહજહાંપુરથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક યુવકોએ છત પરથી જોરદાર ફાયરિંગ કર્યું. સામેસામે ગોળીબાર થયો, જેમાં 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. પોલીસે બંને જૂથ સામે FIR નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દિયાખેડા ગામની છે. દિયાખેડાના રહેવાસી ઋષિપાલ અને વીરપાલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. હોળીના દિવસે બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. થોડીવારમાં વિવાદ વકર્યો અને છત પરથી ફાયરિંગ શરૂ કર્યું. વીડિયોમાં એક ગ્રુપના 3 છોકરાઓ સતત ફાયરિંગ કરતા જોવા મળ્યા. ત્રણેયના હાથમાં પિસ્તોલ અને રાઈફલ હતી તેવું માનવામાં આવે છે. ત્રણેય છતની પારાપેટ પાછળ છુપાયેલા લોકો ગુસ્સામાં આવી ફાયરિંગ કરતા હતા. આ ઘટના દરમિયાન એક છોકરી પણ ગોળીબારથી માંડ માંડ જીવ બચાવી શકી.
વીડિયોમાં બંને તરફથી ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે. તો બીજી તરફ બંને જૂથ ઉગ્ર બોલાચાલી પણ કરતા હતા. જોકે આસપાસના લોકોએ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો. જે પોલીસને હાથ લાગતા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઋષિપાલ, સુખવીર, ભગવાન દાસ, સમરપાલ અને રૂમપાલનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.