પોર્ટ, એરપોર્ટ બાદ હાઇવે પર અદાણી:UPમાં અદાણી 464 કિમી લાંબો ‘ગંગા એક્સપ્રેસ વે’ બનાવશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌતમ અદાણી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગૌતમ અદાણી - ફાઇલ તસવીર
  • દેશના સૌથી લાંબા એક્સપ્રેસવેનો 80% હિસ્સો અદાણી બનાવશે

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઇએલ)એ સોમવારે જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવેના ત્રણ મહત્ત્વના પટ્ટાના નિર્માણની કામગીરી તેમને ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા સોંપવામાં આવી છે. આ અંગેનો લેટર ઑફ એવોર્ડ એઇએલને સોંપાયો છે. ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજને જોડશે. જે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે. કુલ 594 કિમીના એક્સપ્રેસ વેમાં એઇએલ 464 કિમીનું નિર્માણ કરશે. કંપની દ્વારા બદાયુંથી પ્રયાગરાજ વચ્ચેના હિસ્સાનું નિર્માણ કરશે.

નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટની કુલ કિંમત 17 હજાર કરોડ રૂપિયા છે તથા પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) હેઠળ ખાનગી કંપનીને સોંપાયેલો આ દેશનો સૌથી વિશાળ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ છે. એઇએલ દ્વારા 6 લેનના એક્સપ્રેસ વેનો 3 મહત્ત્વનો ભાવ બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ વે 8 લેન સુધી વિકસાવી શકાશે તથા તે 30 વર્ષનો કન્સેશન પીરિયડ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...