• Gujarati News
  • National
  • In UP, A Young Man Made A Video And Jumped Into The Ganges, Told His Girlfriend 'Meaning With People'

મોતની છલાંગનો LIVE VIDEO:UPમાં યુવકે વીડિયો બનાવી ગંગામાં ઝંપલાવ્યું, પ્રેમિકાને કહ્યું-'મતલબી લોકો સાથે ભેટો થયો'

3 મહિનો પહેલા

ગાઝીપુરમાં વીડિયો બનાવતા એક યુવકે ગંગા નદીમાં છલાંગ લગાવી છે. તેણે પુલની રેલિંગ પર મોબાઈલમાં વીડિયો મોડ ઓન કર્યો. પછી રેલિંગમાં લટકી ગયો. લગભગ 10 મિનિટ સુધી વીડિયો રેકોર્ડિંગ કરી. પોતાની વાત કહી. જેમાં પ્રેમિકા પર દગો કરવાનો આરોપ લગાવ્યો. સંબંધીઓ-મિત્રોનું નામ લીધું. ત્યાર પછી 40 ફૂટ નીચે નદીમાં છલાંગ લગાવી.

યુવકનું નામ દીપક સોનકર (18) છે. તે ચંદૌલીના સકલદિહાનો રહેવાસી છે. ગંગામાં કૂદતા પહેલાં યુવકે પ્રેમિકાના ભાઈનું નામ લેતાં કહ્યું હતું, 'તારી બહેને મારી સાથે દગો કર્યો.' ઘટના શનિવાર સાંજની છે. સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી, તેમના હાથે કંઈ લાગ્યું નહીં. હવે NDRFની ટીમ શોધખોળ કરી રહી છે.

રડતાં-રડતાં 10 મિનિટનો વીડિયો બનાવ્યો
દીપકના મોબાઈલમાંથી જે વીડિયો મળ્યો છે. તે લગભગ 10 મિનિટનો છે. તેમાં તે રડતો દેખાઈ રહ્યો છે. ગીત પણ ગાઈ રહ્યો છે. તેની પ્રેમિકાને કોસી રહ્યો છે. મિત્રોને પોતાની અંતિમ સલામ કરી રહ્યો છે. વીડિયોમાં કહ્યું તે સમગ્ર વાત વાંચો...

'ઘણા દિવસ સુધી પ્રેમમાં દગો આપ્યો તે...ઘણા દિવસ સુધી આજકાલ કરતા હતા ને, લો આજે આપણો લાસ્ટ કોલ થઈ ગયો. કરણ ભાઈ હું જઈ રહ્યો છું. શાંતિથી રહેજો, દારૂ ક્યારેય ના પીતા. ઘણા સમયથી તું મને સમજાવતો હતો, પણ હું જ આ ઝંઝટમાં ફસાઈ ગયો. આજે હું જઈ રહ્યો છું, મજા આવશે.

ક્યારેય કોઈ છોકરી સાથે વાત ન કરતો. વિકાસ ભાઈ આજે એક છોકરીએ મારી નાખ્યો મને. કાજલ દીદી તમારો માનેલો ભાઈ આજે જઈ રહ્યો છે. શું કરીએ મતલબી લોકો સાથે ભેટો થયો. કાકા ક્યારેય ઝઘડો ન કરતા. એ મુનિયા કાકી શાંતિથી રહેજો. રાજેશ ભાઈ (બદલેલું નામ) તમારી બહેને મને મરવા મજબૂર કર્યો, આ વાસ્તવિકતા છે. '

એક સપ્તાહથી હેરાન હતો, મિત્રો સાથે જીવ આપી દેવાની વાત કરતો હતો
ગંગાઘાટ પર દીપકનાં પરિવારજનો ઉદાસ બેઠાં છે. હજુ પણ તેના જીવતા હોવાની તેમને આશા છે. વાત વાતમાં કહ્યું કે, દીપક ભણવામાં સારો નહતો એવરેજ હતો. છ મહિનાથી સ્કૂલની કોઈ છોકરી સાથે અફેર હતું. છ મહિનાથી ફોનમાં વધારે વાતચીત કરવા લાગ્યો હતો. સ્કૂલ જવાની જીદ કરતો હતો. મહિનો-પંદર દિવસથી તે પરેશાન રહેતો હતો. અમને યોગ્ય ન લાગ્યું તો તેના મિત્રોને પૂછ્યું, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં.

રવિવારે પણ NDRFની ટીમ ગંગા નદીમાં દીપકને શોધી રહી છે.
રવિવારે પણ NDRFની ટીમ ગંગા નદીમાં દીપકને શોધી રહી છે.

આ પછી, અમે તેની શાળામાં ગયા અને તેના શિક્ષકો સાથે પણ વાત કરી કે તે કોઈ છોકરી સાથે વાત કરે છે. તેને સમજાવો કે તેણે અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. જોકે, આની બહુ અસર થઈ નથી. છેલ્લા એક અઠવાડિયાથી તે ખોવાયેલી વ્યક્તિની જેમ જીવવા લાગ્યો હતો. અમે પરિવારના સભ્યોએ પણ ફોન પર સાંભળ્યું કે તે તેના મિત્રો સાથે વાતચીતમાં પોતાનો જીવ આપી દેવાની વાત કરતો હતો.

અમે પણ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ ફાયદો થયો નહિ. તે તેની મોટી બહેનો અને કાકીને ખૂબ પ્રેમ કરે છે. તેઓએ તેને એમ પણ કહ્યું કે જો તેણે છોકરી વિશે કહ્યું તો આપણે તેના ઘરે વાત કરીએ પરંતુ તેણે તેમને છોકરી વિશે પણ કહ્યું નહીં.

શનિવારે સાંજે દીપકે ફોન કરીને કહ્યું કે હું ગંગા પુલ પર આવ્યો છું. હું અહીંથી કૂદીને મારો જીવ આપીશ. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. પછી એક પછી એક બંને બહેનો અને કાકીને બોલાવીને વાત કહી. અમે પહોંચ્યાં ત્યાં સુધીમાં તે કૂદી ગયો હતો.

પિતાને ફળની લારી છે
દીપકના પિતા સુરેશ સોનકર રડતાં રડતાં કહે છે કે મને એમ હતું કે દીકરો ભણીને અમારી મદદ કરશે. ફળોની લારી ચલાવી જીવન પસાર થયું. બે દીકરીઓનાં લગ્ન કરાવ્યાં. હવે મેં વિચાર્યું કે દીકરો કમાશે તો આરામ કરીશ. પણ હવે દીકરાને ખભો આપવો પડી રહ્યો છે. મારી સાથે જ કેમ આવું થયું. જો તેણે અમને તેની વાત કહી હોત તો અમે તેને બચાવી લીધો હોત.

પિતાની હાલત ખરાબ છે.
પિતાની હાલત ખરાબ છે.

ત્યાંથી પસાર થતા લોકોએ તેને કૂદતો જોયો, પોલીસને જાણ કરી
યુવકને રેલિંગ પરથી નદીમાં કૂદતો જોતાં જ મુસાફરો સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં પહોંચતા જોયું તો મોબાઈલમાં રેકોર્ડિંગ મોડ ચાલુ હતો. વીડિયોમાં દીપક નદીમાં કૂદતો જોવા મળી રહ્યો છે. પુલ પરથી પસાર થતા લોકોએ નદીકિનારે ઊભેલા હોડીવાળાઓને બોલાવ્યા હતા. પોલીસને જાણ કરી. પોલીસે લાંબા સમય સુધી યુવકની શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં.

પોલીસે મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રાખી હતી. અંધારું થતાં શોધ બંધ કરી દેવામાં આવી હતી. NDRFની ટીમ રવિવારે સવારે ગાઝીપુર પહોંચી ગઈ છે.
પોલીસે મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રાખી હતી. અંધારું થતાં શોધ બંધ કરી દેવામાં આવી હતી. NDRFની ટીમ રવિવારે સવારે ગાઝીપુર પહોંચી ગઈ છે.

દીપક બે ભાઈમાં સૌથી મોટો છે
દીપક તેના બે ભાઈઓમાં સૌથી મોટો છે. તે ઈન્ટરમીડિયેટનો અભ્યાસ કરતો હતો. તેનો નાનો ભાઈ સૂરજ છે. ઘટના બાદથી યુવકની માતા મંજુદેવી અને પરિવારના અન્ય સભ્યોની હાલત ખરાબ છે. ટાઉન પોલીસ ચોકીના ઈન્ચાર્જ પવન કુમારે જણાવ્યું કે ગંગા નદીમાં યુવકની શોધ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...