• Gujarati News
  • National
  • In Unnao, A Farmer Reached MLA Pankaj Gupta With A Stick And Was Forcibly Taken Down By The Police.

ધારાસભ્યને સ્ટેજ ઉપર ખેડૂતે થપ્પડ મારી:ઉન્નાવમાં લાઠી લઈને MLA પંકજ ગુપ્તા પાસે પહોંચ્યો એક ખેડૂત, પોલીસે બળજબરીપૂર્વક નીચે ઉતાર્યા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશમાં સદર બેઠકથી ભાજપના ધારાસભ્ય પંકજ ગુપ્તાને એક ખેડૂતને જાહેર સભામાં સ્ટેજ પર સૌની સામે જ થપ્પડ મારી દીધી હતી. કોઈપણને સમજમાં આવે એ અગાઉ આ ઘટના બની હતી, જોકે ત્યાર બાદ પોલીસ સક્રિય થઈ ગઈ અને ખેડૂતને પકડી બળજબરીપૂર્વક મંચ પરથી નીચે ઉતાર્યા.

ખેડૂતની ઉંમર 60 વર્ષ હતી અને તેમણે ભારતીય કિસાન યુનિયનની ટોપી પહેરી રાખી હતી. તેમના એક હાથમાં લાકડી હતી. થપ્પડ શા માટે મારવામાં આવી એ અંગે જાણકારી મળી નથી. એક ચેનલ સાથે વાતચીતમાં ધારાસભ્યે થપ્પડ મારવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે જનસભામાં એવું કંઈ જ થયું ન હતું. જોકે આ ઘટનાનો એક વીડિયો વાઇરલ થયો છે.

થપ્પડ મારનાર ખેડૂત છત્તરપાલ સાથે ધારાસભ્ય પંકજ ગુપ્તા.
થપ્પડ મારનાર ખેડૂત છત્તરપાલ સાથે ધારાસભ્ય પંકજ ગુપ્તા.

આ ઘટના બે દિવસ અગાઉની છે. મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય પંકજ ગુપ્તા બુધવારે માખી પોલીસ સ્ટેશન વિસ્તારના એરા ભદિયારમાં હતો. અહીં અમસર શહીદ ગુલાબ સિંહ લોધીની જયંતી કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. જ્યારે જનસભાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સાંસદ સાક્ષી મહારાજ પણ હતા.

ખેડૂતને પોલીસે સ્ટેજ પરથી નીચે ઉતાર્યા.
ખેડૂતને પોલીસે સ્ટેજ પરથી નીચે ઉતાર્યા.

થપ્પડ પર ધારાસભ્યની સ્પષ્ટતા
જ્યારે આ મુદ્દે વિવાદ થયા બાદમાં પંકજ ગુપ્તાને થપ્પડ મારનારા વૃદ્ધ સાથે શુક્રવારે સાંજે તેમના કેમ્પ કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે છતરપાલ તેમના વડીલ સમાન છે, પિતા તુલ્ય છે. વીડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. વિપક્ષોને કોઈ મુદ્દો મળી રહ્યો નથી, માટે તેઓ આ પ્રકારના વિવાદ કરે છે.

ઉત્તરપ્રદેશના માહિતી અને જનસંપર્ક વિભાગે ઉન્નાવની ઘટનાને ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી ગણાવી. #ફેક્ટ ચેક નામથી એક પોસ્ટર જાહેર કરી કહ્યું હતું કે વાઇરલ વીડિયો ગેરમાર્ગે દોરે છે.

માહિતી વિભાગ તરફથી પોસ્ટર પ્રકાશિત કરાયું.
માહિતી વિભાગ તરફથી પોસ્ટર પ્રકાશિત કરાયું.