તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Udaipur, A Couple Was Robbed By A Paddle On A Smooth Road, A Brave Girl Recorded A Video Of The Robbery.

ધોળે દિવસે લૂંટ:ઉદયપુરમાં સૂમસામ રસ્તે કપલને ચપ્પૂની અણીએ લૂંટ્યું, બહાદુર યુવતીએ લૂંટની ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો

3 મહિનો પહેલા

લેકસિટી તરીકે ઓળખ ધરાવનાર રાજસ્થાનનું ઉદયપુર છેલ્લા ઘણા સમયથી લૂંટની ઘટનાઓના કારણે ચર્ચામાં રહે છે. પર્યટકોથી ધમધમતા આ શહેરમાં હવે બદમાશો પણ બેરોકટોક ગુનાઓને અંજામ આપતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીંના અંબામાતા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોટા તળાવ પાસે શુક્રવારે એક કપલ સાથે લૂંટની ઘટના સામે આવી છે. કાર લઈને ફરવા આવેલા યુવક-યુવતીને રોકીને બાઈક સવાર ચાર બદમાશોએ લૂંટ આચરી હતી. જો કે, બહાદુર યુવતીએ ચારેય બદમાશોની આ કરતૂત કુનેહપૂર્વક મોબાઈલમાં રેકોર્ડ પણ કરી લીધી હતી. જે વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો હતો.

આ આખા મામલે મોડી રાત સુધી કોઈ ફરિયાદ નહોતી લેવાઈ. બાદમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, ઓસવાલ પ્લાઝાના રહેવાસી રિતિક રૂણવાલે આ મામલે ફરિયાદ આપી છે. જે મુજબ તે તેમની મહિલા મિત્ર સાથે અહીં ફરવા માટે ગયા હતા ત્યારે લૂંટની ઘટના બની હતી. યુવતીએ સાવચેત રહીને રેકોર્ડ કરેલા આ લૂંટના વીડિયોમાં પણ જોઈ શકાય છે કે બંને સતત બૂકાનીધારીઓને આજીજી કરી કહે છે કે હવે તેમની પાસે કંઈ જ વધ્યું નથી. બદમાશોએ યુવકને ચપ્પૂ બતાવીને તેની સાથે મારપીટ પણ કરી હતી બાદમાં ચપ્પૂની અણીએ ઘડિયાળ અને કારની ચાવી પણ ઝૂંટી લીધી હતી. યુવક કારની ચાવી આપવા માટે સતત આજીજી કરતો રહ્યો હતો. જો કે, બદમાશો લૂંટને અંજામ આપીને નંબર પ્લેટ વગરની બે બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ અગાઉ પણ એપ્રિલ મહિનામાં પણ અહીં લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. પર્યટકો સાથે થઈ રહેલી સતત લૂંટની ઘટનાઓને કારણે એસપી રાજીવ પ્રચારે અહીં હંગામી પોલીસ ચોકી પણ બનાવી હતી. તેમ છતાં લૂંટની ઘટના અટકવાને બદલે વધતી હોવાથી હવે પોલીસની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે.