• Gujarati News
  • National
  • Modi Unites Two Independent States In Two Days, Already Looking At Bengal And Another At Kashmir

આઝાદ મુદ્દે રાજકારણ:મોદીએ બે દિવસમાં બે આઝાદથી બે રાજ્યોને જોડ્યા, પહેલાથી બંગાળ અને બીજાથી કાશ્મીર પર નજર

નવી દિલ્હી9 મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
  • કૉપી લિંક
  • ગુલામ નબી આઝાદે ગત વર્ષે કોંગ્રેસ હાઈકમાન પર સવાલ ઉઠાવ્યા હતા
  • રાહુલ ગાંધી ગુલામ નબી પર ભાજપ સાથે સાંઠગાઠ હોવાનો આરોપ પણ લગાવી ચૂક્યા છે

સતત બે દિવસથી મોદીની જીભમાં આઝાદ શબ્દ ચિપકી ગયો છે. સોમવારે આઝાદ હિન્દ ફોજ અને તે પહેલા વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝનો ઉલ્લેખ કર્યો. મંગળવારે ગુલામ નબી આઝાદનો હવાલો આપ્યો. જગ્યા એક જ- સંસદમાં રાજ્યસભા અને સમય પણ એક જેવો જ... લગભગ સાડા દસ.

મંગળવારે સવારે વડાપ્રધાન રાજ્યસભામાં ઉભા થયા. પ્રસંગ જમ્મુ-કાશ્મીરના ચાર સાંસદોને વિદાઈ આપવાનો હતો. તેઓ રાજ્યસભામાંથી રિટાયર્ડ થઈ રહ્યાં છે. મોદીએ એક-એક કરીને ગુલામ નબી આઝાદ, શમશેર સિંહ, મીર મોહમ્મદ ફયાઝ અને નઝીર અહમદનું નામ લીધુ અને શુભકામનાઓ પાઠવી.

મોદી 16 મિનિટ બોલ્યા, તેમાંથી 12 મિનિટ આઝાદ પર વાત રજૂ કરી. એટલા ભાવુક થયા કે તેઓ રડી પડ્યા, આંસુ લુછ્યા, પાણી પીધું. લગભગ 6 મિનિટ સુધી સિસકારીયો ભરતા-ભરતા આઝાદ સાથેના પોતના સંબંધોને યાદ કરતા રહ્યાં.

આ બે દિવસના ભાષણમાં 3 મોટી વાત છપાઈ છે. શબ્દ એક છે- આઝાદ. જોકે તેમાં બંગાળથી કાશમીર સુધીનું રાજકારણ સામેલ છે. એક-એક કરીને જોઈએ છે...
1. આઝાદનો બગીચો કાશ્મીર ઘાટીની યાદ અપાવે છે

મોદીએ કહ્યું- ગુલામ નબી આઝાદ દેશની ચિંતા પરિવારની જેમ કરે છે. તેમનો બગીચો, કાશ્મીર ઘાટીની યાદ અપાવે છે. આઝાદ પક્ષની ચિંતા કરતા હતા. તેઓ દેશ અને સંસદની પણ એટલી જ ચિંતા કરતા હતા.

2. મારા દ્વાર તમારા માટે હમેશાં ખુલ્લા રહેશે
મોદી બોલ્યા વ્યક્તિગત રીતે મારો તેમને આગ્રહ રહેશે કે મનથી એવું ન માનો કે તમે સંસદમાં નથી. તમારા માટે મારા દ્વાર હમેશા ખુલ્લા રહેશે. તમારા વિચાર અને સુચન ખુબ જ જરૂરી છે. અનુભવ ખુબ કામ આવે છે. હું તમને નિવૃત નહિ થવા દઉં.

3. આઝાદ હિન્દ ફોજના પ્રથમ વડાપ્રધાન
મોદીએ સોમવારે કહ્યું હતું- આ કોટેશન આઝાજ હિન્દ ફોજની પ્રથમ સરકારના પ્રથમ વડાપ્રધાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું છે. ભારતનો રાષ્ટ્રવાદ ન તો સંકીર્ણ છે, ન સ્વાર્થી છે અને ન આક્રમક છે. તે સત્યમ, શિવમ, સુંદરમથી પ્રેરિત છે.

આઝાદ અને કોંગ્રેસની વચ્ચે બધુ યોગ્ય નથી-

  • રાહુલે આઝાદ પર ભાજપ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો

ગુલામ નબી આઝાદ કોંગ્રેસ હાઈકમાનથી નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. ગત ઓગસ્ટમાં તો એક સમય એવો આવ્યો હતો કે જ્યારે રાહુલ ગાંધીએ તેમની પર ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. કહ્યું હતું પાર્ટીના કેટલાક લોકો ભાજપની મદદ કરી રહ્યાં છે. આ બાબતે આઝાદે રાજીનામુ આપી દેવાની તૈયારી દર્શાવી હતી. આઝાદે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અને સંગઠન ચૂટણીને લઈને સોનિયા ગાંધીને લેટર લખ્યો હતો.

આઝાદ ક્યારે શું બોલ્યા...

  • પ્રથમ વખતઃ જો પાર્ટીમાં ચૂંટણી ન થઈ તો 50 વર્ષ સુધી અમે વિપક્ષમાં બેસીશું

આઝાદે ગત વર્ષે 29 ઓગસ્ટે કહ્યું હતું જે લોકો પાર્ટીમાં ચૂંટણીનો વિરોધ કરી રહ્યાં છે, તેઓ પોતાનો હોદ્દો જવાથી ડરી રહ્યાં છે. ઘણા દશકાથી પાર્ટીમાં ચૂંટાયેલા યુનિટો નથી. આપણે 10-15 વર્ષ પહેલા જ આમ કરવાનુ હતું. જો પાર્ટી આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં બેસવા માંગે છે તો પાર્ટીની અંદર ચૂંટણીઓની જરૂરિયાત નથી.

  • બીજી વખતઃ ચૂંટણી ફાઈવ સ્ટાર કલ્ચરથી જીતી શકાતી નથી

આઝાદે ગત વર્ષે 22 નવેમ્બરે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને પાર્ટી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું ચૂંટણી ફાઈવ સ્ટાર કલ્ચરથી જીતી શકાતી નથી. અમે બિહાર અને પેટા ચૂંટણીના પરિણામોથી ચિંતિત છે.

મોદીના ભાષણનો રાજકીય અર્થ

  • કોંગ્રેસની અંદર આઝાદને લઈને શકા પેદા થઈ શકે છે

વરિષ્ઠ પત્રકાર અરવિંદ મોહન કહે છે કે મોદીનો આઝાદને ખુશ કરવાનો પ્રયાસ હોઈ શકે છે. જોકે આઝાદ હવે આ ઉંમરે પાર્ટી બદલશે નહિ. હા મોદીનો હેતુ હોઈ શકે છે કે તે કોંગ્રેસની અંદર શકા પેદા કરે કારણ કે આઝાદ થોડા સમયથી પાર્ટીમાં સાઈડ લાઈન છે. કોંગ્રેસની અંદર ખટપટ પણ ચાલુ છે. રાહુલ સફળ થાત તો આ લોકો પહેલા જ સાઈડલાઈન થઈ ગયા હોત.

  • મોદીના બોલ એ આઝાદના વ્યવહારની જીત છે

રાજ્યસભા ટીવીમાં વરિષ્ઠ પત્રકાર અરવિંદ સિંહ કહે છે કે આઝાદ કોંગ્રેસને છોડીને ક્યારેય જશે નહિ. જ્યારે આઝાદને દિલ્હીમાંથી કાપવા જમ્મુ-કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ બનાવીને મોકલવામાં આવ્યા હતા, ત્યારે સંયોગના કારણે જ તેઓ ત્યાં મુખ્યમંત્રી બની ગયા હતા. મોદીએ આઝાદના વખાણ કર્યા છે તે રાજ્યસભામાં કોંગ્રેસનો સાથ લેવા માટે છે. સાથે જ મલ્લિકાર્જુન ખડગેને પણ નરમ કરવા માંગતા હશે કારણે રાજ્યસભામાં ખડગેએ બોલવાનું બાકી છે. મોદીએ સોમવારે પણ સંસદમાં આઝાદની પ્રશંસા કરી હતી. મોદીએ જે તેમના વિશે કહ્યું છે તે આઝાદના વ્યવહારની જીત છે.

અન્ય સમાચારો પણ છે...