તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In This Village People Take Planes And Go For Office And Shopping !: Corona Misses Graves In Cemetery

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:આ ગામમાં લોકો પ્લેન લઈને ઓફિસ અને શોપિંગ માટે જાય છે!: કોરોનાથી કબ્રસ્તાનમાં કબરો ખૂટી પડી; આ કોઈ ટાપુ નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અહીં કારની જેમ લોકો પાસે વિમાન જોવા મળે છે. - Divya Bhaskar
અહીં કારની જેમ લોકો પાસે વિમાન જોવા મળે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં અનેક સ્થળે એરપોર્ટ્સ બન્યા હતા. જેના કારણે ત્યાંના એક રાજ્યમાં લગભગ દરેક ઘરે કાર ઉપરાંત વિમાન પણ પાર્કિંગમાં જોવા મળે છે. વાસ્તવમાં, કેલિફોર્નિયાના કેમેરોન એરપાર્કની આ વાત છે. અહીં ઉડ્ડયન સેવા સાથે સંકળાયેલા લોકોની વસાહત છે. જ્યાં રસ્તા ખૂબ જ પહોળા છે. વિમાનને ટેકઓફ કે લેન્ડ કરવા માટે પૂરતી જગ્યા છે. આથી, અહીં કારની જેમ લોકો પાસે વિમાન જોવા મળે છે.

કોરોનાને હળવાશથી ન લેશો

બ્રાઝિલમાં કોરોના મહામારીએ કહેર વરસાવ્યો છે. દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો કોવિડ-19ના લીધે મૃ્ત્યુ પામે છે. અહીં સાઓ પાઉલો નજીકના વિસ્તારમાં સંખ્યાબંધ ખોદેલી કબર નજરે પડે છે. કોરોના મહામારીમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. જેના કારણે કબ્રસ્તાનમાં સતત કબર તૈયાર કરવામાં આવે છે.

આ કોઈ ટાપુ નથી

આ કોઈ ટાપુ નથી. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 60 વર્ષ પછી રેકોર્ડબ્રેક વરસાદ ખાબકતા અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વિન્ડસરમાં પૂરની સ્થિતિનું વિહંગાવલોકન કરવામાં આવ્યું ત્યારની આ તસવીર. પૂરના પાણીથી ઘેરાયેલી અને ડૂબી જતા બચેલી થોડી જમીન છે.

જૂઓ વિશ્વની એક અજાયબીને નજીકથી

વિશ્વની સાત અજાયબીઓમાંની એક બ્રાઝિલમાં સ્થાપિત ક્રિસ્ટ ધ રિડીમર પ્રતિમાને ખૂબ નજીકથી જોવાનો લ્હાવો. આ પ્રતિમાનું નિર્માણ 1931માં થયું હતું, આ પ્રતિમાના હાથની લંબાઈ 28 મીટર છે અને ઊંચાઈ 30 મીટર છે. આ પ્રતિમાના રિસ્ટોરેશન વર્ક દરમિયાન લેવાયેલી ક્લોઝ અપ તસવીરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો