36 ઇંચના વરરાજા-34 ઇંચની દુલ્હન ​​​​​​​:આ અનોખા લગ્ન ચર્ચામાં, વર-વધૂ સાથે સેલ્ફી લેવા પડાપડી થઈ

25 દિવસ પહેલા

બિહારના ભાગલપુરના એક લગ્ન ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ છે વરરાજા અને દુલ્હનની હાઈટ. વરરાજાની હાઈટ 36 ઈંચ છે જ્યારે દુલ્હનની હાઈટ તેના કરતા બે ઈંચ ઓછી છે. એટલે કે 34 ઈંચ. આ અનોખા લગ્નમાં સામેલ લોકો વર-વધુની સાથે સેલ્ફી લેતા અને વીડિયો બનાવતા જોવા મળ્યા છે. આ લગ્ન સમારોહમાં ઘણાં લોકો નવા જોડાને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા.

જિલ્લાના નવગછિયામાં રવિવારે આ લગ્ન થયા હતા. આ દરમિયાન વરરાજા અને દુલ્હનની હાઈટને લઈને ઘણી ચર્ચા થઈ છે. લગ્નમાં આવેલા લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. હવે દરેક જગ્યાએ આ નવા જોડાની ચર્ચા થઈ રહી છે.

અનોખા લગ્નમાં લોકો સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.
અનોખા લગ્નમાં લોકો સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.

મુન્નાને મળી મમતા
તેમની હાઈટના કારણે ચર્ચામાં આવેલા આ કપલના લગ્ન ગોપાલપુર પ્રખંડમાં થયા હતા. દુલ્હન મમતાની ઉંમર 24 વર્ષ છે અને તેની હાઈટ 2.86 ફૂટ એટલે કે 34 ઈંચ છે. જ્યારે મુન્નાની ઉંમર 26 વર્ષ છે અને તેની હાઈટ 36 ઈંચ એટલે કે 3 ફૂટ છે.

લોકોએ આ અનોખા લગ્નને કેમેરામાં કેદ કર્યા
લોકોએ મુન્ના-મમતાના અનોખા લગ્ન કેમેરામાં કેદ કરી લીધા છે. આ દરમિયાન ઘણાં લોકોએ વીડિયો બનાવ્યા હતા અને ઘણાં લોકોએ સેલ્ફી લીધી હતી. લગ્ન સમારોહ જોઈને એવું લાગતું હતું કે જાણે કોઈ સેલિબ્રિટીના લગ્ન થઈ રહ્યા છે. ઘણાં લોકોએ વર-વધુને આશિર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...