• Gujarati News
  • National
  • In The Year 2020 21, In The Form Of Immediate Charges, The Railways Earned Crores During The Corona Period

ભારતીય રેલવે:વર્ષ 2020-21માં તત્કાલ ચાર્જીસના સ્વરૂપમાં રેલવેએ કોરોના કાળમાં કરી કરોડોની કમાણી

24 દિવસ પહેલા
(ફાઈલ ફોટો)
  • તત્કાલ ટિકિટ ચાર્જીસથી 403 કરોડ, પ્રીમિયમ તત્કાલ ટિકિટથી 19 કરોડ અને ડાયનામિક ફેરથી 511 કરોડની કમાણી કરી

ભારતીય રેલવેએ વર્ષ 2020-21 દરમિયાન તત્કાલ ટિકિટ ચાર્જીસથી રૂપિયા 403 કરોડ, પ્રીમિયમ તત્કાલ ટિકિટથી વધારાના રૂપિયા 119 કરોડની તથા ડાયનામિક ફેર મારફતે રૂપિયા 511 કરોડની કમાણી કરી લીધી છે. રેલવેએ આ વધારાની કમાણી એવા સમયની છે કે જ્યારે વર્ષ દરમિયાન કોરોના મહામારીને લીધે મોટાભાગના સમયમાં ટ્રેનોનું સંચાલન બંધ રહ્યું હતું.

આ માહિતી RTI મારફતે મળી છે. મધ્ય પ્રદેશના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી RTIના જવાબમાં રેલવેએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2021-22ના સપ્ટેમ્બર સુધીમાં ડાયનામિક ફેરથી રૂપિયા 240 કરોડ, તત્કાલ ટિકિટથી રૂપિયા 353 કરોડ અને પ્રીમિયમ તત્કાલ ટીકિટ ચાર્જીસથી રૂપિયા 89 કરોડની આવક થઈ ચુકી છે.

વર્ષ 2019-20માં ડાયનામિક ફેર સ્વરૂપમાં રૂપિયા 1313 કરોડની કમાણી
નાણાકીય વર્ષ 2019-20માં જ્યારે ટ્રેનોના સંચાલન પર કોઈ નિયંત્રણ ન હતા ત્યારે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે ડાયનામિક ફેર સ્વરૂપમાં 1313 કરોડની કમાણી કરી હતી, જ્યારે તત્કાલ ટિકિટોથી રૂપિયા 1669 કરોડ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટોથી રૂપિયા 603 કરોડ મેળવ્યા હતા.

સંસદીય સમિતિએ તત્કાલ ચાર્જીસને અયોગ્ય ગણાવ્યા
આ આંકડા એવા સમયમાં આવ્યા છે કે જ્યારે સંસદની રેલવે સંબંધિત સ્થાઈ સમિતિએ તત્કાલ ચાર્જીસને કંઈક હસ્તક અયોગ્ય ગણાવી હતી. સમિતિએ કહ્યું હતું કે આર્થિક રીતે એવા નબળા વર્ગો પર બોજરૂપ છે, તેણે પોતાના નજીકના લોકોને મળવા માટે આપદા યાત્રા કરવી પડે છે, પછી ભલે આ યાત્રા ખૂબ જ ઓછા અંતરની હોય. પ્રીમિયમ ટિકિટની વ્યવસ્થા 2014માં પસંદગીની ટ્રેનોમાં શરૂ કરવામાં આવી હતી. તેમાં 50 ટકા ટિકિટ ડાયનામિક ફેર હેઠળ તત્કાલ કોટા ટિકિટ સ્વરૂપમાં વેચવામાં આવે છે.