તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200 કિલોના સાંઢને બાલકનીમાંથી ઉતાર્યો:વરસાદથી બચવા માર્કેટની બાલકનીમાં ચઢી ગયો હતો; પહેલાં બેભાન કરાયો પછી ઉતારવામાં આવ્યો, રેસ્ક્યૂમાં લાગ્યા 4 કલાક

પાલી23 દિવસ પહેલા
  • બેભાન કર્યા પછી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
  • બળદને બેભાન કર્યા પછી ક્રેનના પટ્ટામાં બાંધવામાં આવ્યો હતો

રાજસ્થાનના નાડોલમાં એક 200 કિલો વજન ધરાવતો બળદ વરસાદથી બચવા માટે દાદરા ચઢીને માર્કેટની બાલ્કની સુધી પહોંચી ગયો હતો. જગ્યા સાંકળી હોવાને કારણે બળદ ફસાઈ ગયો, એને પગલે વેપારીઓનો જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો. બળદને કાઢવા માટે ક્રેન બોલાવવી પડી. વેટરિનરી ડોક્ટરની મદદથી બળદને બેભાન કરીને ક્રેન દ્વારા નીચે ઉતારવમાં આવ્યો હતો. આ રેસ્ક્યૂને પૂરું કરવામાં 4 કલાક લાગ્યા હતા. આ દરમિયાન ઘટનાસ્થળે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.

રેસ્ક્યૂ દરમિયાન ઘટનાસ્થળે ઊમટી ભીડ.
રેસ્ક્યૂ દરમિયાન ઘટનાસ્થળે ઊમટી ભીડ.

મામલો ગુરુવાર બપોરનો છે. બળદને બેભાન કર્યા પછી એને ક્રેનના પટ્ટામાં બાંધવામાં આવ્યો અને બાલ્કનીમાંથી નીચે ઉતારવામાં આવ્યો. રેસ્ક્યૂ પત્યા પછી વેપારીઓ અને ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો છે.

નાડોલમાં રેસ્ક્યૂ કરીને બળદને નીચે ઉતારવામાં આવ્યો.
નાડોલમાં રેસ્ક્યૂ કરીને બળદને નીચે ઉતારવામાં આવ્યો.

ગ્રામીણનો આરોપ- ગોચર પર કબજો, જવાબદાર મૌન
ઘટનાને લઈને ગ્રામીણોનું કહેવું છે કે ગામમાં ઘણા વીઘા ગોચર જમીન છે. જોકે જવાબદારો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં ન આવતાં આ જમીન પર અતિક્રમણ થયું છે. એવામાં મૂંગાં પશુઓ રખડતાં રહે છે. આ પશુઓ માટે ચારા અને પાણીની વ્યવસ્થા પણ ગૌભક્તોએ કરવી પડે છે, નહિતર પછી એને જે મળે છે એમાં પેટ ભરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...