• Gujarati News
  • National
  • In The Third Wave, For The First Time, 2.5 Lakh New Cases Were Reported, With 379 Deaths; 26 Out Of Every 100 Tests In Delhi Are Positive

કોરોના દેશમાં:દેશમાં સતત 8માં દિવસે 1 લાખ નવા કેસ; દિલ્હીમાં હવે દરેક 3 ટેસ્ટ પર 1 નવો દર્દી મળી રહ્યો છે, આજે નોંધાયા રેકોર્ડ નવા કેસ

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે, પરંતુ 22,121 દર્દી ઠીક થયા છે
  • મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં 6 લોકોના મોત નિપજ્યા છે
  • પ.બંગાળમાં છેલ્લાં 24 કલાકમાં 23,467 નવા કેસ, જ્યારે 26 લોકોનાં મોત નિપજ્યા છે

દેશમાં ગુરુવારે સતત 8માં દિવસે 1 લાખથી વધુ નવા કોરોનાના કેસ મળ્યા છે. ગુરુવારે સાંજે 8:30 વાગ્યા સુધીના રિપોર્ટ મુજબ, 1 લાખ 85 હજાર 870 કેસ મળ્યા છે. આ દરમિયાન 59,154 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 248 લોકોના મોત નિપજ્યા છે. કુલ એક્ટિવ કેસ 11.09 લાખથી વધીને 12.64 લાખ થઈ ગયા છે.

આ પહેલાં બુધવારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 7 મહિના પછી પહેલી વખત 11 લાખને પાર પહોંચ્યા હતા. બીજી લહેરના કેસ ઘટ્યા તે સમયે 9 જૂનનાં રોજ દેશમાં કુલ 11 લાખ 67 હજાર 952 એક્ટિવ કેસ નોંધાયા હતા.

દેશમાં બુધવારે રાત સુધીમાં 4 દિવસમાં જ કેસ 5 લાખથી વધીને 11 લાખ પહોંચી ગયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3.64 કરોડ લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે, જેમાં 3.47 કરોડ લોકો રિકવર થયા છે. અત્યાર સુધીમાં 4,85,218 લોકોના મોત નિપજ્યા છે.

તો દિલ્હીમાં ગુરુવારે 28,867 ના કોરોનાના કેસ મળ્યા છે. આ 8 મહિના પછી રાજ્યમાં એક દિવસમાં નવા સંક્રમિતની સંખ્યામાં સૌથી વધારે છે. આ પહેલાં બીજી લહેર દરમિયાન 3 મેનાં રોજ આટલી મોટી સંખ્યામાં દર્દી મળ્યા હતા. નેશનલ કેપિટલમાં પોઝિટિવિટી રેટ 26%થી વધીને 29% પર પહોંચી ગયા છે. જેનો અર્થ એ છે કે હવે દર ત્રણ ટેસ્ટ પર એક દર્દી સંક્રમિત મળી રહ્યો છે.

રાજધાનીમાં છેલ્લાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે, પરંતુ 22,121 દર્દી ઠીક થયા છે. રાજધાનીમાં કુલ એક્ટિવ કેસ 94,160 છે, જ્યારે આ પહેલાં બુધવારે દિલ્હીમાં 27,561 નવા કેસ મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 46,406 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 34,658 લોકો ડિસ્ચાર્જ થયા અને 36 લોકોનાં મોત નિપજ્યા છે. ખાસ વાત એ છે કે રાજ્યમાં આજે ઓમિક્રોનનો એક કેસ નોંધાયો નથી.

મુંબઈમાં ગુરુવારે ફરી નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે 13,702 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે બુધવારે 16,420 નવા કેસ મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં મેટ્રો સિટીમાં 20,849 લોકો ડિસ્ચાર્ઝ થયા છે અને 6 લોકોના મોત નિપજ્યા છે. કુલ એક્ટિવ કેસ ફરી 1 લાખથી નીચે આવી ગયા છે. હવે મુંબઈમાં 95,123 એક્ટિવ કેસ છે.

કોરોના અપડેટ્સ...

  • પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 24 કલાકમાં 23,467 નવા કેસ મળ્યા, જ્યારે 26 લોકોનાં મોત નિપજ્યા છે.
  • ભારત બાયોટેકે પોતાની કોવિડ-19 વેક્સિન કોવેક્સિન માટે DCGIથી રેગ્યુલર માર્કેટિંગ અપ્રુવાલની માગ કરી છે. હાલ તેને દેશમાં કોરોના દર્દીઓ માટે ઈમરજન્સી યૂઝ માટે અપ્રૂવલ મળ્યું છે.
  • જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1,966 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 889 કેસ જમ્મુ અને 1,077 કેસ કાશ્મીરમાં નોંધાયા છે. હવે યુનિયન ટેરિટરીમાં કુલ 7,932 એક્ટિવ કેસ થઈ ગયા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોવિડ-19 વેક્સિનેશનનો આંકડો 155.28 કરોડે પહોંચી ગયો છે.
  • મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લાં 48 કલાકમાં 329 પોલીસ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં કુલ 126 પોલીસ કર્મચારીઓના કોરોનાને કારણે મોત થયા છે.
  • આંધ્રપ્રદેશમાં છેલ્લાં 24 કલાકમાં 4348 નવા સંક્રમિત મળી આવ્યા છે. હવે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને 14,204 થઈ ગયા છે.
  • ગોવામાં છેલ્લાં 24 કલાકમાં 3728 નવા કોરોનાના દર્દી નોંધાયા છે. ત્રીજી લહેરમાં આ રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કેસ પોઝિટિવિટી રેટ 32%થી વધીને સીધા 39% પર પહોંચી ગયા છે.
  • છત્તીસગઢમાં યુનિવર્સિટી-કોલેજમાં ઓફલાઈન ક્લાસ બંધ કરવાના સરકારે આદેશ આપ્યા છે. રાજ્યમાં અભ્યાસ હવે ઓનલાઈન જ થશે. સેમેસ્ટર પરીક્ષાઓ ગત વર્ષની જેમ બ્લેન્ડેડ થશે એટલે કે ઘરથી ઉત્તર લખીને કોલેજમાં જમા કરાવવાના રહેશે.
  • દિલ્હીની લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલના ડૉ. એસ કુમારે જણાવ્યું કે હોસ્પિટલાઈઝેશનની દર રોજ 10-15 દર્દીથી વધીને 35-40 થઈ ગઈ છે. છેલ્લાં 5 સપ્તાહમાં દિલ્હીના એરપોર્ટથી ઓમિક્રોનના 188 કેસ આવ્યા છે. મોટી સંખ્યામાં દર્દીમાં ઓમિક્રોનના વેરિયન્ટ મળ્યા છે, માત્ર 15-20% દર્દીમાં જ ડેલ્ટા જોવા મળે છે.
  • કર્ણાટક કોંગ્રેસે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મેકેદાતુ પદયાત્રાને ટાળી દીધી છે. કોંગ્રેસે રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને 100 કિમી 'વોક ફોર વોટર' પદયાત્રાની જાહેરાત કરી હતી.
  • આસામ અને નાગાલેન્ડના રાજ્યપાલ પ્રો. જગદીશ મુખીને કોરોના થયો છે.
  • કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
  • એક્ટિવ કેસ 216 દિવસ પછી સૌથી વધારે થયા છે. હાલ એક્ટિવ કેસ 11 લાખ 17 હજાર 531 થયા છે.
  • ઓમિક્રોનના 620 નવા કેસ નોંધાયા છે, સાથે કુલ કેસ 5488 થયા છે. જેમાંથી 2162 લોકો સાજા થઈ ગયા છે.
  • મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1,367 ઓમિક્રોનના કેસ છે, રાજસ્થાનમાં 792 કેસ, દિલ્હી 549 કેસ, કેરળ 486 કેસ અને કર્ણાટક 479 કુલ કેસ છે.
  • કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઈલી કોરોના પોઝિટિવ થયા છે, તેઓ કોંગ્રેસની પદયાત્રામાં સામેલ થયા હતા.
  • મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે અત્યારસુધીમાં 265 પોલીસકર્મચારીનાં મોત થયાં છે, રાજ્યમાં 2 હજારથી વધુ પોલીસ જવાનો કોરોનાના એક્ટિવ દર્દી છે

ભારતમાં 3 કરોડ કિશોરોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે 15-18 વર્ષના 3 કરોડ કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે.

અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 655 લોકોનાં મોત થયાં
જોકે બુધવારે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. કુલ 84,479 લોકો સાજા થયા, પરંતુ 379 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કુલ 3.63 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.47 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 655 લોકોનાં મોત થયાં છે.

આ રાજ્યોએ ચિંતા વધારી
મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તામિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ અને ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ પોઝિટિવિટી દર 22.39% નોંધાયો છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં આ દર 32.18%, દિલ્હીમાં 23.1% અને યુપીમાં 4.47% દર છે.

અન્ય સમાચારો પણ છે...