• Gujarati News
  • National
  • In The Supreme Court, Tata Sons Challenged The Order Of The National Company Law Appellate Tribunal, The CJI Said,

સુનાવણી:સુપ્રીમકોર્ટમાં તાતા સન્સે નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલના આદેશને પડકાર્યો, CJIએ કહ્યું- પરિવારના વડીલ માહિતી માંગે તો તેમાં ખોટું શું, કંપનીને પરિવારનો વડો જ કંટ્રોલ કરે છે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં ડાબેથી સાયરસ મિસ્ત્રી અને રતન તાતા. - Divya Bhaskar
તસવીરમાં ડાબેથી સાયરસ મિસ્ત્રી અને રતન તાતા.
  • એસપી ગ્રૂપની દલીલ- કંપની શેરહોલ્ડરોની, આથી નિર્ણય લેવામાં સ્વતંત્રતા મળવી જોઈએ

સુપ્રીમકોર્ટમાં તાતા સન્સ વિરુદ્ધ સાયરસ મિસ્ત્રી વિવાદની અંતિમ સુનાવણી ચાલી રહી છે. સોમવારે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ શાપૂરજી પાલોનજી (એસપી) ગ્રૂપની દલીલો સાંભળ્યા પછી કહ્યું- ‘જો પરિવારનો વડો કોઈ માહિતી માંગતો હોય કે કોઈ નિર્ણયને નિયંત્રિત કરવા માંગતો હોય તો તેમાં ખોટું શું છે? આ ખાનગી કંપની છે. કંપનીઓને સામાન્ય રીતે પરિવારનો વડો જ કંટ્રોલ કરે છે અને માર્ગદર્શન આપે છે. ઉદાહરણ તરીકે બિરલા અને તાતા પાસે આવું માળખું છે. તમારી (એસપી) ગ્રૂપ પાસે પણ હોઈ શકે છે.

આ અગાઉ એસપી ગ્રૂપ તરફથી વરિષ્ઠ વકીલ સી.એ. સુંદરમે કહ્યું કે આ કંપની શેરહોલ્ડરોની સાથે 65 લાખ કરોડ રૂપિયાની ગણી કંપનીઓની માલિક છે. આથી નિર્ણય લેવામાં સ્વતંત્રતા તો હોવી જોઈએ. જો આ પારિવારિક મામલો માનીએ તો તેને જાહેર કરવાને બદલે એમ જ રાખવો જોઈએ. એક જાહેર ઘરમાં જ ટ્રસ્ટ કાનૂની રીતે આવી કંપનીઓ ચલાવી શકે નહીં. આથી તેને બોર્ડ દ્વારા સંચાલનની જરૂર છે. તેઓ આ દાવો કરવા માટે આર્ટિકલ્સનો ઉપયોગ કરી શકે નહીં કે તેમની પાસે કંપની બાબતે પૂર્ણ અધિકાર છે. સુંદરમે બોર્ડના વર્ચસ્વને દર્શાવવા તાતા સન્સના આર્ટિકલ્સનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું બંધારણનું આર્ટિકલ 121-એ, સુનિશ્ચિત કરે છે કે કેટલાક મામલે જરૂરિયાત મુજબ બોર્ડની મંજૂરી મળવી જોઈએ. એસપી ગ્રૂપે સારા સંબંધને કારણે આર્ટિકલ્સ 121એની તરફેણમાં વોટ આપ્યો હતો. એસપી ગ્રૂપને એવી કલ્પના નહોતી કે આર્ટિકલ્સનો ઉપયોગ તેમની વિરુદ્ધમાં થશે.

સીજેઆઈને પક્ષકારોના વકીલોના પુત્રોની વકિલાત અંગે એનઓસી લીધું
ચીફ જસ્ટિસ બોબડેએ સુનાવણી શરૂ થતાં જ પક્ષકારોના વકીલોને કહ્યું કે તેમના પુત્ર મુંબઈમાં વકીલાત કરે છે. તેઓ એસપી ગ્રૂપની સહાયક કંપની માટે એક મામલામાં હાજર રહેશે. એવામાં કોઈને વાંધો છે? તમામ પક્ષોએ કહ્યું કે કોઈ વાંધો નથી ત્યારપછી સુનાવણી શરૂ થઈ હતી.

તાતા સન્સમાં મિસ્ત્રી પરિવારની 18.5% હિસ્સેદારી, વેલ્યુ 1.3 લાખ કરોડ રૂપિયા
પાલોનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના ચેરમેન પદેથી હટાવાયા હતા. કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલે મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેને તાતા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મિસ્ત્રી પરિવારની તાતા સન્સમાં 18.5 ટકા હિસ્સેદારી છે જેનું મૂલ્ય 1.3 લાખ કરોડ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...