મુંબઈની ફિલ્મ સિટીમાં મંગળવારે ખતરનાક એક્સિડેન્ટ થયો. આ એક્સિડેન્ટ ફિલ્મ ‘ધ ગર્લ’ના શૂટિંગ સમયે થયો છે. બપોર પછીના સમયમાં અહીં સ્ટંટ સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ટર્નમાંથી આવતી કાર અચાનક ઉલળે છે અને ત્રણ-ચાર પલટી મારી જાય છે. સીન મુજબ આ કારે નિશ્ચિત જગ્યાએ રોકાવાનું હતું પરંતુ એવું થયું નહીં. કાર સીધી શૂટિંગ કરી રહેલી ક્રેન સાથે ટકરાઈને ટેમ્પોમાં ઘુસી ગઈ. આ એક્સિડેન્ટને કારણે કેમેરા સાથે ક્રેન ધડામ થઈ ગઈ, જેને જોઈ હાજર લોકો ભાગવા લાગ્યા. આ એક્સિડેન્ટમાં એક એટેન્ડન્ટ ઘાયલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.