તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ પર બાળક ભારે:બીજી લહેરમાં 6 વર્ષ સુધીનાં બાળકોને ચેપ તો લાગ્યો પણ બીમાર ના થયાં; મોટો સંકેત કે બાળકોને રસીની જરૂર જ નહીં પડે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
  • દિલ્હી-પટણામાં વેક્સિન ટ્રાયલ માટે પહોંચેલા 55-60% બાળકોમાં પહેલાથી જ એન્ટીबબૉડી હતા

કોરોનાની બીજી લહેર 6 વર્ષથી નાના બાળકોને નુકસાન નથી પહોંચાડી શકી. આ માત્ર બે વાતથી સમજી શકાય છે. પહેલી- એઇમ્સ દ્વારા એકત્ર કરાતા આંકડા અને તાજેતરના સીરો સરવેના આધારે વિજ્ઞાનીઓ એવા તારણ પર પહોંચ્યા છે કે બીજી લહેર દરમિયાન શહેરોમાં અડધાથી વધુ બાળકો સંક્રમિત થયા. બીજી વાત- આટલી મોટી સંખ્યામાં સંક્રમિત થવા છતાં નાના બાળકો બીમાર ન પડ્યા. તેથી શક્ય છે કે તેમને રસી આપવાની જરૂર જ ન પડે.

દિલ્હી એઇમ્સ અને પટણા એઇમ્સમાં 2થી 6 વર્ષ સુધીના બાળકો પર કોવેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. ટ્રાયલ પૂર્વે એન્ટીબૉડી ચકાસાય છે, જેથી બાળક સંક્રમિત થયું હતું કે કેમ તે જાણી શકાય. જેઓ ક્યારેય સંક્રમિત ન થયા હોય તેમને જ ટ્રાયલમાં સામેલ કરાય છે. ટ્રાયલ અગાઉ બાળકોનું સ્ક્રીનિંગ કરાયું, જેના પરિણામોથી વિજ્ઞાનીઓ પણ ચોંકી ગયા છે. દિલ્હીમાં ટ્રાયલ માટે અત્યાર સુધીમાં જેટલા પણ બાળકો પહોંચ્યા તેમાંથી 55%માં એન્ટીબૉડી જણાયા. નોંધનીય છે કે સંક્રમિત થયા પછી જ એન્ટીબૉડી બને છે. પટણા એઇમ્સમાં પણ 60%થી વધુ બાળકોમાં એન્ટીબૉડી જણાયા. ખાસ વાત એ છે કે આ બાળકોમાં ક્યારેય કોરોનાના લક્ષણો નહોતા જોવા મળ્યા. તેમના માતા-પિતા પાસેથી ડૉક્ટર્સે પાછલી મેડિકલ કન્ડિશનની વિગતો મેળવી તો સામે આવ્યું કે આ બાળકો 6 મહિનામાં ક્યારેય બીમાર નહોતા પડ્યા. આ જ વાત વિજ્ઞાનીઓને નવી આશા આપી રહી છે.

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. જુગલ કિશોર જણાવે છે કે ઘરમાં કોઇ સંક્રમિત થાય તો પરિવારના અન્ય સભ્યો સંક્રમણથી માંડ બચી શકે છે. 55%થી વધુ બાળકો સંક્રમિત થયા અને સાજા પણ થઇ ગયા પરંતુ પરિવારને ખબર ન પડી. તેથી બાળકોને વેક્સિન આપવી જોઇએ કે નહીં તે અંગે વધુ રિસર્ચ કરવું જોઇએ.

એક્સપર્ટ વ્યૂ:આ પણ સમજી લો કે ત્રીજી લહેર આવી તો પણ બાળકો સુરક્ષિત
‘સંક્રમણની ત્રીજી લહેર આવશે તો પણ બાળકો બીમાર પડશે તેવું કહી ન શકાય. તેઓ સુરક્ષિત જ રહેશે, કેમ કે બાળકોમાં લક્ષણો જ નથી દેખાતા જ્યારે વેક્સિન ગંભીર બીમાર થતા બચાવે છે. આમ, હાલની સ્થિતિ જોતાં લાગે છે કે બાળકોને વેક્સિનની જરૂર નહીં પડે. જોકે, ભવિષ્ય માટે વેક્સિનની ટ્રાયલ જરૂરી છે.’
- પ્રો. સંજય રાય, એઇમ્સ-દિલ્હી

અન્ય સમાચારો પણ છે...