• Gujarati News
  • National
  • In The Second Innings Of The Modi Government, 149 Bills Were Passed In 198 Days With Double Speed

ભાસ્કર રિસર્ચ:મોદી સરકારની બીજી ઈનિંગમાં બમણી ઝડપ સાથે198 દિવસમાં 149 બિલ પાસ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકસભામાં કામકાજનું વિશ્લેષણ
  • 2014-19 વચ્ચે 331 બેઠકોમાં 133 બિલ પસાર, આ ઈતિહાસમાં સૌથી ધીમું

મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં કાયદો બનાવવાનો રેકોર્ડ સર્જ્યો છે. 17મી લોકસભામાં 8 સત્રોમાં સરકારે 2019થી અત્યાર સુધી 198 દિવસમાં 149 બિલ પસાર કર્યા છે. આ ગતિ 16મી લોકસભામાં મોદી સરકારના ગત કાર્યકાળથી બમણી છે. ગત લોકસભાની 331 બેઠકોમાં 133 બિલ એટલે કે સરેરાશ 2.5 દિવસમાં એક બિલ પસાર થયું હતું જે અત્યાર સુધી કોઈ પણ લોકસભામાં બિલ પાસ કરવાની સૌથી ધીમી ગતિ હતી.

સૌથી વધુ બિલ પસાર કરવાનો શ્રેય ઈન્દિરા ગાંધી સરકારને જાય છે જેમણે 5મી લોકસભામાં 613 દિવસમાં 482 બિલ પસાર કર્યા હતાં. ત્યારે 20 બંધારણીય સુધારા પણ કરાયા હતા. તેના પછી બીજો નંબર 333 બિલ(485 બેઠકોમાં) રાજીવ ગાંધી સરકારે 8મી લોકસભામાં પસાર કર્યાં. ઈન્દિરા સરકારે પોતાની બીજી ઈનિંગમાં 7મી લોકસભામાં 464 દિવસમાં 329 બિલ પસાર કર્યાં હતાં.

પહેલી તથા બીજી લોકસભામાં નહેરુ સરકારમાં 1,244 બેઠકોમાં આઝાદ દેશના પહેલાં 638 બિલ પસાર થયાં હતાં જેમાંથી 204 ફાઈનાન્સ બિલ હતાં. લોકસભામાં પસાર થનારાં સૌથી વધુ ફાઈનાન્સ બિલ હોય છે જેમ કે વાર્ષિક બજેટનું બિલ, એપ્રોપિએશન બિલ જેના માધ્યમથી કોઇ કન્સોલિડેટેડ ફંડથી સરકારને ફંડ કાઢવાનો અધિકાર મળે છે.

સૌથી ઝડપી અટલ... 356 દિવસમાં 296 બિલ પસાર કર્યા હતાં
લોકસભાના રેકોર્ડ મુજબ ઈતિહાસમાં અટલ બિહારી સરકારમાં 13મી લોકસભામાં સૌથી ઝડપી ગતિએ બિલ પસાર થયાં હતાં. ત્યારે 356 બેઠકોમાં 296 બિલ પસાર કરાયાં હતાં એટલે કે સરેરાશ દરરોજ 1.2 દિવસમાં એક બિલ પસાર થયું. પસાર બિલોમાં 14 બંધારણીય સુધારા બિલ હતાં. 12મી લોકસભાવાળી અટલ સરકારના નામે સૌથી ઓછાં બિલ પસાર કરવાનો રેકોર્ડ છે. ત્યારે ફક્ત 88 બેઠક થઇ હતી જેમાં ફક્ત 56 બિલ પસાર થયાં હતાં અને તેમાં પણ 29 ફાઈનાન્સ બિલ હતાં.

અન્ય સમાચારો પણ છે...