તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અત્યારે મુંબઇ-આગ્રા નેશનલ હાઇવે પર દેખાતું દ્રષ્ય અચંબિત કરનારું છે. મોટી સંખ્યામાં મજૂરો રસ્તા પર દેખાઇ રહ્યા છે. તેમના પગમાં ચપ્પલ નથી અને શરીર ઢાંકવા પૂરા કપડા પણ નથી. ધગધગતા તાપમાં પગપાળા જઇ રહેલા મજૂરોના પગમાં ફોલ્લાં દેખાઇ રહ્યા છે. આખું શરીર પરસેવાથી લબઝબ છે. હાથોમાં સામાન અને માથે ભારો ઉપાડીને જઇ રહ્યા છે. આ મજૂરો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્વિમ બંગાળના છે જેઓ લોકડાઉનના કારણે મુંબઇમાં ફસાયેલા હતા. તેમની પાસે હવે ખાવાનું કંઇ નથી. રોજગાર જતો રહ્યો અને ભીખ માંગવાનો વારો આવ્યો ત્યારે કોઇ પણ ચીજની પરવાહ કર્યા વિના તેઓ ચાલી નિકળ્યા. છેલ્લા બે દિવસોથી હાઇવે મુંબઇમાં ચાલતી કાળી-પીળી ટેક્સી, ઓટો, ટ્રક અને સાઇકલથી ભરેલો દેખાય છે. ઓટોમાં પણ 6થી 7 લોકો મુસાફરી કરી રહ્યા છે.
ઓટોમાં સામાન ભરેલો છે. સામાન પર લોકો બેઠા છે
એક દિવસમાં ઓટો 40થી 50કિમી જ ચાલી શકે ચે. આ હિસાબે આ લોકોને તેમના ઘરે પહોંચતા 6થી 7 દિવસ લાગી શકે છે. મોટાભાગના ઓટો CNGથી ચાલે છે પરંતુ હાઇવે પર CNG મળતું નથી. પેટ્રોલ મળે છે. તેથી ઓટોને પેટ્રોલમાં કન્વર્ટ કરીને આ લોકો મુંબઇથી નિકળ્યા છે. અમુક ટ્રક પણ દેખાય છે જે અહીંતહીં રોકાયેલી હતી. આ લોકો મજૂરો પાસેથી પૈસા વસૂલીને તેમને ટ્રકમાં બેસાડી રહ્યા છે. મજૂરો પાસે ખાવાનું કંઇ નથી.
શહેરની સીમા પર પસાર થતી વખતે તેમને અલગ અલગ સરકારો, એનજીઓ અને સંસ્થાઓ દ્વારા જે આપવામાં આવે છે તે જ ખાઇ રહ્યા છે. નાસિક અને મુંબઇ વચ્ચેનું અંતર લગભગ 180 કિમી છે. તેમાં વચ્ચે બે ઘાટ આવે છે. આ એરિયા સંપૂર્ણ રીતે વીરાન છે.
આ ઘાટોમાં કોઇએ સાઇકલથી તો કોઇએ પગપાળા રસ્તો પસાર કર્યો. કોઇ ઓટોમાં આવ્યું. આ લોકોને ભોજન નાસિક પાસે આવ્યું ત્યારે જ મળી શક્યું. અહીં અમુક એનજીઓ સરકાર સાથે મળીને ચાય - બિસ્કિટ વહેચી રહી છે. દ્રાક્ષ પણ આપવામાં આવી રહી છે કારણ કે માર્કેટમાં વેચાતી નથી.
કાદવા નદી પર કુંભ જેવો નજારો
પ્રવાસી મજૂરો રસ્તામાં આવતી નદીઓ પર જઇને નહાય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી નાસિકની કાદવા નદી પર કુંભ જેવો નજારો દેખાય છે. હજારોની સંખ્યામાં અહીં મજૂરો નહાઇ રહ્યા છે. જેમની પાસે પાણી નથી તેઓ તરસ છિપાવે છે. કુંભ દરમિયાન જેટલી ભીડ હોય તેટલી ભીડ દેખાય છે.
દિવસે તાપ, રાતે ભોજન નહીં
મજૂરો દિવસમાં ઓછું ચાલવા માંગે છે. પરંતુ રાતે ચાલવા પર તેમને ભોજન મળતું નથી. દિવસમાં ઘણી જગ્યાએ સંસ્થાઓ, એનજીઓ ભોજનની સામગ્રી આપી દે છે. તેથી તેઓ દિવસે પણ ચાલી રહ્યા છે.
નાસિકથી માલેગાંવના પ્રવાસ દરમિયાન મને સાઇકલથી જઇ રહેલા મજૂરોનો કાફલો મળ્યોમેં પૂછ્યું કે તમે લોકો ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઇ રહ્યા છો જવાબ મળ્યો કે ગુજરાતના વિક્રમગઢથી ચાલ્યા હતા અને નાગપુર પહોંચવાનુ છે. જોકે છેલ્લા બે દિવસોથી મહારાષ્ટ્ર સરકારે બસો પણ ચલાવી છે. આ બસો મુંબઇથી સેંધવા સુધી જઇ રહી છે. સેંધવાથી મજૂરો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર તરફ જવા માટે નિકળી રહ્યા છે. મજૂરોનું કહેવું છે કે મુંબઇમાં રોકાઇ જાત તો મરી જાત તેથી પગપાળા જ નિકળી ગયા. ઘણાને ડર છે કે લોકડાઉન 17 તારીખ બાદ પણ લંબાવવામાં આવશે તેથી ઘરે જવા નિકળી પડ્યા છે.
મુંબઇથી નિકળેલા મજૂરોએ કહ્યું- અહીં મરવાથી સારું છે કે ગામમાં મરીએ
અત્યારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘણા ગ્રુપ ઉત્તરપ્રદેશ બિહાર માટે પગપાળા જઇ રહ્યા છે. ચેકપોસ્ટ અને ટોલનાકા પર તેમની ભીડ રહે છે. તેઓ કોઇ પણ ભોગે મુંબઇથી નિકળવા માગે છે. ધારાવીમાં કારપેન્ટરનું કામ કરી રહેલા દામોદરે કહ્યું- અમને ઉત્તરપ્રદશ જવાનો રસ્તો ખબર નથી. તેથી આ લોકો ટ્રેકના રસ્તે જઇ રહ્યા છે. મારો પરિવાર મોટો છે તેથી હું પગપાળા ન જઇ શકું પરંતુ મારા ગામના લોકો ગ્રુપ બનાવીને નિકળી ગયા છે. તેઓ કહે છે- અહીં શા માટે રહીએ, ભાડાના પૈસા નથી અને ખાવાનું પણ મળતુ નથી. કોન્ટ્રાક્ટરે ફોન બંધ કરી દીધો છે. અહીં મરી જઇશું. મરવાનું હોય તો ગામમા મરીશું. ધારાવીમા પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરનાર લખનૌનો રહેવાસી મનીષ ઘરે જવાની તૈયારીમાં છે. તેનો સાથી રાજેશ નિકળી ચૂક્યો છે. મનીષનું કહેવું છે કે કંઇ પણ થઇ જાય અહીંથી જવું છે. પ્લાસ્ટિક રિસાઇકલ કરનાર મનીષના કહ્યા પ્રમાણે માત્ર એક સમયે ખિચડી મળે છે અને તે પણ પેટ ભરાય તેટલી નહીં.
જોકે મનીષના માલિકે તેનું મકાનનું ભાડું માફ કર્યું છે પરંતુ તેનું કહેવું છે કે લાઇટબિલ અને ભોજનનું શું કરું. મનીષનું કહેવું છે કે જે રીતે મીડિયામાં ધારાવી, કમાઠીપુરા, વર્લીના રિપોર્ટ આવે છે તે જોતા લાગે છે કે અહીં રહેનાર કોઇ નહીં બચે.
ઇનપુટ- મનીષા ભલ્લા
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.