તમિલનાડુમાં રાજ્યપાલ આરએન રવિનો વિરોધ ખૂબ જોર પકડી રહ્યો છે. રાજ્યપાલે વિધાનસભામાં રાજ્યનું નામ તમિઝગમ કરવાની વાત કરી હતી. આ પછી DMK કાર્યકર્તાઓએ ચેન્નઈમાં વલ્લુવર કોટ્ટમ અને અન્ના સલાઈમાં 'ગેટ આઉટ રવિ'ના પોસ્ટર્સ લગાવી દીધા હતા. શહેરમાં કેટલાય ભાગોમાં DMKના કાર્યકર્તાઓએ રાજ્યપાલના વિરોધમાં નારેબાજી પણ કરી હતી.
ત્યારે, રાજભવનથી મોકલવામાં આવેલા પોંગલના આમંત્રણ પર પણ વિવાદ શરૂ થઈ ગયો છે. જેમાં આરએન રવિને તમિઝગમના રાજ્યપાલ લખવામાં આવ્યા છે. CPM સાંસદ સુ વેન્કટેશનએ ટ્વિટર પર ઈન્વિટેશન કાર્ડનો ફોટો પોસ્ટ કરી વિરોધ દર્શાવ્યો છે. ત્યારે, કોયંબટૂરમાં સરકારની સહયોગી TPDKએ પણ રાજ્યપાલ વિરૂદ્ધ પ્રદર્શન કરી નારેબાજી કરી છે.
તો, CM એમકે સ્ટાલિને ચેન્નાઈમાં ધારાસભ્યો સાથે બેઠક કરી અને તેમને રાજ્યપાલ વિરુદ્ધ કોઈ પોસ્ટર ન લગાવવા કહ્યું હતું. સાથે જ કહ્યું કે રાજ્યપાલ વિશે કોઈપણ રીતે કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં.
DMKનો આરોપ- ભાષણ અધવચ્ચે છોડી ભાગ્યા રાજ્યપાલ
DMKના નેતા ઉદયનિધિએ રાજ્યપાલના ગૃહ છોડીને જવા પર નિશાન લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યપાલે ભાષણ દરમિયાન કેટલાક ભાગને છોડી દીધું હતું, જેને CM સ્ટાલિનની સરકારે તૈયાર કર્યું હતું. છોડેલા ભાગોમાં શાસનમાં દ્રવિડ મોડલનો ઉલ્લેખ પણ સામેલ છે.
વિધાનસભામાં હોબાળા બાદ ગૃહ છોડીને જતા રહ્યા હતા રાજ્યપાલ
આ અગાઉ વિધાનસબામાં DMK, સહયોગી કોંગ્રેસ અને વિદુથલાઈ ચિરૂથિગાલ કાચી(VCK)ના ધારાસભ્યોના વિરોધમાં જોરદાર નારેબાજી કરી હતી. હોબાળાનું કારણ એ છે કે, રાજ્યપાલ તેમની સ્પીચ અધવચ્ચે જ છોડીને ગૃહની બહાર નીકળી ગયા હતા.
DMKએ કહ્યું- ભાજપના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે રાજ્યપાલ
DMKએ કહ્યું હતું કે, રાજ્યપાલ રાજ્યમાં ભાજપ અને RSSની વિચારધારા ન ચલાવો. કેટલાક ધારાસભ્યોએ એ પણ કહ્યું કે, આ નાગાલેન્ડ નથી, આ પ્રાઉડ તમિલનાડુ છે. ત્યારે DMK સાંસદ ટીઆર બાલૂએ કહ્યું હતું કે, રાજ્યપાલ રવિને ભાજપના બીજા પ્રદેશ અધ્યક્ષના રૂપમાં કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.